અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય, બગલમાં પડી જતા દાગને દુર કરી સ્કીનને બનાવી દેશે એકદમ સોફ્ટ અને વાસ પણ નહિ આવે…

અંડરઆર્મ્સ આપણા શરીરનો ખુબ જ નાજુક ભાગ હોય છે. ભલે તે આપણા શરીરનું છુપાયેલું અંગ છે પરંતુ તેની સુંદરતા અને સફાઈ આપણા માટે ખુબ જ મહત્વ રાખે છે. અંડરઆર્મસ કાળા થઈ જાય તેના કારણે આપણે ખુબ જ શરમિંદગીનો અનુભવ કરવો પડે છે. ઘણી વખત ફીટ કપડા, હોર્મોનલ બદલાવ અને વધુ ડિયોરન્ટના ઉપયોગ કરવાના કારણે અંડરઆર્મ્સની ત્વચા કાળી પડવા લાગે છે.

એવી પરિસ્થિતિમાં ઘણી બધી મહિલાઓ સ્લીવલેસ, ટીશર્ટ, ગાઉન અને બ્લાઉઝ પહેરતા ખુબ જ ખચકાટનો અનુભવ કરે છે. ત્યાં જ જો તમારા અંડરઆર્મ્સ ખૂબ જ સુંદર દેખાય છે તો મહિલા આ પ્રકારના કપડાં પહેરતી વખતે ખચકાટ અનુભવ કરતી નથી. જો તમે પણ કાળા અંડરઆર્મ્સની તકલીફથી ઝઝૂમી રહ્યા છો તો અમે તમને તેની કાળાશ દૂર કરવા શું કરવું જોઈએ તે જણાવીશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

1 હળદર, દૂધ અને મધ : કાળા અંડરઆર્મ્સની તકલીફને દૂર કરવા માટે તમે ઘરે જ ખુબ જ સરળ ઉપાય અપનાવી શકો છો. તેની માટે એક ચમચી મધ લો અને તેમાં એક ચમચી હળદર પાઉડર અને એક ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને લગભગ પંદર મિનિટ સુધી તમારા અંડરઆર્મ્સ પર લગાવીને રાખો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધુવો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ ઉપાયોને અપનાવીને તમે ડાર્ક અંડરઆર્મ્સની તકલીફથી છુટકારો મેળવી શકો છો.

2 બદામ અને મધ : બદામ અને મધનું મિશ્રણ દાળ અંડરઆર્મ્સની તકલીફથી છૂટકારો અપાવી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ બદામને યોગ્ય રીતે પીસી લો. હવે તેમાં એક ચમચી દૂધ અને મધ ઉમેરો, તૈયાર થયેલ લેપને અંડરઆર્મ પર લગાવો. લગભગ પંદરથી વીસ મિનિટ પછી આ લેપને ચોખ્ખા પાણીથી ધુઓ. અઠવાડીયામાં ત્રણથી ચાર વખત આ લેપને લગાવવાથી અંડરઆર્મ્સની કાળાશ દૂર થઈ શકે છે અને વાસ પણ નથી આવતી.

3 મધ અને લીંબુનો રસ : અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે તમે મધ અને લીંબુનો રસ લગાવો. તેની માટે સૌ પ્રથમ એક બટાકાનો ટુકડો લો અને તેને તમારા અંડરઆર્મ્સ ઉપર ઘસો. ત્યારબાદ 1 નાની વાટકીમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને અંડરઆર્મ્સ પર લગાવો.ત્યારબાદ તે સુકાઈ જાય પછી તેને ગરમ પાણીથી ધુઓ. અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ ઉપાયને અજમાવવાથી તમારી તકલીફ ખુબ જલ્દી દૂર થઈ જશે.

4 મધ અને બટાકાનો રસ : ડાર્ક અંડરઆર્મ્સથી છુટકારો મેળવવા માટે તમે મધ અને બટાકાના રસનું મિશ્રણ ઉપયોગમાં લઈ શકો છો, તેની માટે સૌ પ્રથમ એક બટાકાનો રસ કાઢો ત્યારબાદ તે રસમાં એક ચમચી મધ મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને પોતાના પ્રભાવિત ભાગ પર લગાવો. હવે લગભગ 20 મિનિટ પછી તેને સાફ કરો, આમ કરવાથી અંડર આર્મસની કાળાશ દૂર થઈ જશે અને તે સુંદર દેખાશે. અમુક અઠવાડિયા સુધી તમે આ ઉપાય અજમાવી શકો છો.

5 ખાંડ અને મધ : અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે તમે મધને ખાંડનો ઉપયોગ કરો. આનો ઉપયોગ કરવાથી તમારા અંડરઆર્મ્સ પર જામેલી મૃત ત્વચા દૂર થઈ જાય છે. જેનાથી તમારી ચામડી ઉપર ચમક આવી જાય છે. મધ અને ખાંડને લગાવ્યા પછી તમે અંડરઆર્મ્સ પર બદામનું તેલ લગાવો.

આ 5 ઉપાયો દ્વારા મધનો ઉપયોગ કરવાથી અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવામાં આસાની રહે છે. ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા એક વખત પેચ ટેસ્ટ જરૂર કરો. જેથી આગળ જતા કોઈ પણ તકલીફ થાય તેનાથી આપણે સજાગ રહી શકીએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment