સમગ્ર દુનિયામાં પોતાનોન પગ પેસારો કરી ચુકેલા કોરોનાથી આજે દરેક દેશ ભયભીત છે. તેનું એક માત્ર કારણ એ છે કે હાલ કોરોનાની કોઈ રસી, કે ટીકા કશુય શોધાયું નથી. પરિણામે દિવસે દિવસે કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સમગ્ર વિશ્વમાં ખુબ વધી છે. જેમાં ઇટલીનો સમાવેશ થાય છે. સૌથી વધુ કોરોના ગ્રસિત દેશમાં ઇટલી 3 નંબર પર હતો. આમ દિવસે દિવસે વધતી કોરોના પીડિતો ની સંખ્યા સામે મોતનું પ્રમાણ પર ત્યાં વધતું જતું હતું.
દુનિયાનો કોઈ દેશ એવો નથી જ્યાં કોરોના ન પહોચ્યો હોય. તે છતાં લોકોએ ધીમે ધીમે હિંમત રાખીને કોરોનાને હરાવવાના પ્રયત્નો કર્યા છે. આવા સમયે એક રાહત સમાચાર સામે આવ્યા છે કે કોરોનાનું કહેર વધ્યું હતું તે હવે ધીમેધીમે હળવું થઈ રહ્યું છે.
આમ કોરોના મહામારી વચ્ચે એવા ન્યુઝ આવ્યા છે કે ઈટલીના પ્રમુખ ડોક્ટરોએ એવો દાવો કર્યો છે કે હવે કોરોનાની ક્ષમતા ઓછી થતી જાય છે. આ સિવાય અહીના ડોકટરોનું કહેવું છે કે બે મહિના પહેલા કોરોના જેટલો ઘાતક હતો તેવો હાલ નથી રહ્યો. ત્યાનએક શહેર લોમ્બાર્ડી ના સેન રેફેલ હોસ્પિટલ ના પ્રમુખ ડોક્ટર અલ્બર્તો જન્ગીલો એ એમ કહ્યું છે કે ‘આમ કોરોના ઘટતી જાતિ ક્ષમતા લોકો માટે એક સારા સમાચાર છે. જયારે બીજી એક વાત કરીએ તો ક્લીનીકલી કોરોનાનું કોઈ વજૂદ ઈટલીમાં હાજર નથી. છેલ્લા 10 દિવસમાં એવું જાણવા મળ્યું કે બે મહિના પહેલા ઈટલીમાં કોરોના ને લઈને જે સ્થિતિ હતી તે હવે ધીરેધીરે ઓછી થઈ રહી છે. જયારે આપણે ઇટલી વિશે વાત કરીએ તો ઇટલી એક એવો દેશ છે જ્યાં કોરોનાનું કહેર સતત વધતું જ જતું હતું. જેને કારણે ત્યાં લોકોની મોત પણ વધુ હતી છે. આથી કોવિદ-19 અનુસાર આખી દુનિયામાં કોરોનાને કારણે મોત થનાર દેશમાં ઇટલીનો નંબર 3 છે. પણ અમે તમને જણાવી દઈએ કે અહી મે મહિનામાં કોરોના ગ્રસિત નવા કેસમાં અને તેનાથી થતા મૃત્યુઆંકનું પ્રમાણ ઓછુ થયું છે. જયારે અહી ખુબ જ સખત લોકડાઉન ને ઘણા સ્થળોએ થી હટાવવા માં આવી રહ્યા છે.
પામ ડોક્ટર જન્ગીલો એમ પણ જણાવે છે કે ઘણા ડોકટરો એક બીજી એક વાતને લઈને ખુબ ચિંતિત છે કે કોરોનાનો જો બીજો રાઉન્ડ શરુ થશે તો…? આથી દેશના પ્રમુખ લોકો અને નેતાઓ એ આ વાતનું પુરતું ધ્યાન રાખવું જોઈએ.
આમ ઇટલી ફરીથી એ જ રીતે અને સમાન્ય રીતે જીવતા દેશના રૂપે ફરી ચાલવા લાગ્યો છે. પણ કોરોના થી ડરવું તેને પરાસ્ત કરવો એ દરેક નાગરિકનો ધર્મ છે. આથી કોઈએ તો દેશને ડરાવવાની જવાબદારી લેવી પડશે. આ સિવાય ઈટલીની સરકારે લોકોને અપીલ કરી છે કે હાલ છૂટ મળી છે, પણ લોકોએ કોરોનાથી સાવધાની રાખવી જ પડશે. હાલ કોરોના પર આપણે જીત મેળવી લીધી છે એવો દાવો કરવો એ ખુબ ભૂલ ભરેલો છે. જયારે અહીના સ્વાસ્થ્ય મંત્રાલયના એક મંત્રી સેન્દ્રા જમ્પા એ એવું પણ જણાવ્યું છે કે ‘આજે કોરોનાને ખત્મ કરવા માટે ખુબ લાંબા એવા વૈજ્ઞાનિક પ્રમાણોનો આશરો લેવામાં આવી રહ્યો છે. આથી હું એ લોકોને વિંનતી કરું છુ કે તેઓ ઈટલીના લોકોને ભ્રમિત નાં કરે.’
આમ ઈટલીમાં કોરોનાના વધતા જતા કેસ સામે હાલ ખુબ ઓછુ પ્રમાણ જોવા મળે છે. જેનું કારણ કદાચ ત્યાનું લોકડાઉન છે. જે હાલ ખોલવામાં આવ્યું છે. પણ ક્યારે ફરી કોરોનાનો કહેર તૂટી પડે તેની કોઈ ગેરંટી નથી. આથી લોકો અવ સમયે કે જયારે લોકોને છૂટ મળી છે તો નિયમોનું ખુબ જ સખત પાલન કરે. બને તેટલું ઓછુ બહાર નીકળે તેવી અપીલ અહીના નેતાઓએ લોકોને કરી છે.