મિત્રો સારા વાળ અને સારી સ્કિન માટે હેલ્દી ડાયટ ખૂબ જ જરૂરી હોય છે. અમુક ખાસ પ્રકારના બીજ આપણા શરીરને અંદરથી સ્વસ્થ બનાવે છે અને આપણી ત્વચાને પણ સુંદર બનાવે છે. જો તમે તમારી સ્કિનને પણ હેલ્દી બનાવવા ઇચ્છતા હો, આ બીજને તમારા ડાયટમ જરૂર શામિલ કરો. જાણો આ લેખમાં ક્યાં છે એ બીજ.
આપણે જોતા હોઈએ છીએ કે ચહેરાની સુંદરતા વધારવા માટે લોકો અલગ અલગ પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા હોય છે. પરંતુ જો આપણું શરીર અંદરથી જ સાફ ન હોય તો, કોઈ પણ બ્યુટી પ્રોડક્ટ કામ નથી આપતી. માટે આજે અમે તમને એવા બીજ વિશે જણાવશું જે શરીરને અંદરથી સાફ કરશે અને ત્વચાને પણ સુંદર બનાવશે. તો ચાલો જાણીએ એ બીજા વિશે.
તકમરીયા બીજ : તકમરીયામાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ તકમરીયાનું સેવન કરવાથી હાઈડ્રેશન વધે છે. એનાથી ત્વચા સાફ, કોમળ અને ચમકદાર બને છે. તકમરીયાના બીજ ચહેરા પરની બધી કરચલીઓને પણ દૂર કરે છે અને એન્ટી એજિંગનું કામ કરે છે.અળસીનું બીજ : અળસીનું બીજ હોર્મોનને સંતુલિત કરવાનું કામ કરે છે. અળસીનું બીજ ખીલને દૂર કરે છે. તેના એન્ટી ઇફ્લેમેટરી સ્કિનના સોઝા ઓછા કરવામાં મદદરૂપ થાય છે. અળસીનું બીજ પાચનતંત્ર સારું કરવામાં ખૂબ જ ઉપયોગી છે. અળસી શરીરની અંદરથી સફાઈ કરે અને ત્વચાને હેલ્દી બનાવે છે.સૂર્યમુખીના બીજ : સૂર્યમુખીના બીજમાં જિંક, વિટામિન A, B1 અને E નો મુખ્ય સ્ત્રોત હોય છે. આ સિવાય તેમાં ખૂબ જ પ્રમાણમાં મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ મળી આવે છે. જે ફ્રી રેડીકલ્સ સાથે લડવાના મદદ કરે છે અને ત્વચાને પણ ચમકાવે છે. તેમજ સૂર્યમુખીના બીજ ચહેરાના કાળા દાગને પણ દૂર કરે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી