તમારી કમજોર ઇમ્યુનિટીને ઓળખો આવી રીતે, આ છે તેના પાંચ મહત્વના લક્ષણો | જાણો તેના ઉપાય.

કોરોના વાયરસની બીજી લહેરથી લોકો બેહાલ છે. ઘણી વેક્સીન પણ આવી ગઈ છે. પરંતુ દરેક લોકો ઇમ્યુનિટી વધારવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ સવાલ  એવો ઉભો થાય છે કે, તમે તમારી ઇમ્યુનિટી કમજોર છે કે મજબુત, તેને કેવી રીતે જાણી શકાય. ઈમ્યુન સિસ્ટમ કમજોર થવાના ઘણા કારણો હોય શકે છે. તો આવો વિશેષજ્ઞએ જણાવ્યા અનુસાર જોઈએ કે તેમ પોતા જ કેવી રીતે ચેક કરી શકો તમારી ઇમ્યુનિટી.

પ્રાકૃતિક રીતે સામાન્ય બાળકોમાં એટલી ઇમ્યુનિટી હોય છે કે તે ઘણા પ્રકારના સંક્રમણ સામે વગર દવાએ પણ લડી શકે છે. પરંતુ ઘણી વાર આપણી લાઈફ સ્ટાઈલ અને સમસ્યાઓ પણ ઇમ્યુનિટીને કમજોર કરી નાખે છે. તેનાથી વાયરસથી નુકશાનનો ખતરો વધી જાય છે. તેમાં એક કારણ એવું પણ છે કે જો કોઈ વ્યક્તિ પહેલેથી જ કોઈ બીમારી સામે લડી રહ્યો હોય તો તેમાં ઇમ્યુનિટી ઓછી હોય છે.

આ સિવાય નશાની લત જેમ કે ધુમ્રપાન અથવા આલ્કોહોલના કારણે પણ ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે. ઘણા લોકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા અથવા ખાનપાન યોગ્ય ન હોવાના કારણે પણ ઇમ્યુનિટી કમજોર હોય છે. ન્યુટ્રિશન, ડાયટિશિયન અને ફિટનેસ એક્સપર્ટ મનીષા ચોપડાના જણાવ્યા અનુસાર તમારા શરીરમાં કમજોર ઇમ્યુનિટીના પાંચ લક્ષણો જોવા મળે છે. એ લક્ષણ તમને જણાવે છે કે, તમારે ઇમ્યુનિટી વધારવાની જરૂર છે.

મનીષા ચોપડા જણાવે છે કે, સ્ટ્રોંગ ઈમ્યુન સિસ્ટમ આપણને ઘણી બીમારીઓ સામે લડવાની ક્ષમતા આપે છે. જો તમને લાગે છે કે, તમે વધુ બીમાર રહો છો, તમને કમજોરી લગાતાર રહેતી હોય અથવા રોજ માથામાં દુખતું હોય તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ કમજોર છે. આ સિવાય અમુક અન્ય પણ લક્ષણો છે જેમાં તમે અનુમાન લગાવી શકો છો.

ખરાબ ઇમ્યુનિટીના લક્ષણો : ઇમ્યુનિટી ખરાબ હોય તો આંખોની નીચે કાળાશ થઈ જવી, સવારે ઉઠીને તાજગી મહેસુસ ન થવી, આખો દિવસ એનર્જી લેવલ ઓછું રહેવું, કોઈ પણ વસ્તુમાં ધ્યાન આપી શકો, પેટમાં ગડબડ થવી, ચીડિયાપણું મહેસુસ કરવું, ખુબ જ આસાનીથી  બીમાર પડવું અને જલ્દી થાકી જવું.

મનીષા આગળ જણાવે છે કે, આ સિવાય જો સમય સમય તમને શરદી થવી, સ્ટ્રેસનું વધવું, કોઈ પણ ઘાવ કે ઝખમ ધીમે ધીમે ભરવા જેવા લક્ષણો છે. તો એ પણ કમજોર ઇમ્યુનિટીની નિશાની હોય શકે છે. તે જણાવે છે કે, ઇમ્યુનિટી વધારવા માટે લીલા શાકભાજીનું સેવન કરો, તાજા ફળ ખાવ, ડ્રાયફ્રુટ્સ ખાવ, સારી ઊંઘ લો અને યોગ તેમજ કસરતને તમારી દિનચર્યામાં શામિલ કરો.હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડો. કે. કે. અગ્રવાલ અનુસાર વિટામીન ડીનો ઇમ્યુનિટી વધારવાનો મોટો રોલ હોય છે. એવું જોવામાં આવ્યું છે કે, મોટાભાગના લોકોમાં તેની કમી હોય છે. જો તમારા બ્લડ રિપોર્ટમાં પણ વિટામીન ડી ની કમી મળી આવે છે તો જલ્દીથી તેને દુરસ્ત કરો.

કોરોનાથી બચવા માટે તમારી ઇમ્યુનિટીનું ઓછું લેવલ ઘણીવાર તમારું ડિપ્રેશન અથવા ડાર્ક સર્કલથી પણ નજર આવે છે. જો તમારી ઇમ્યુન સિસ્ટમ કમજોર છે તો તમારું પાચનતંત્ર પણ કમજોર થશે. તેમાંથી તમને દસ્ત, અલ્સર, ગેસ, સોજા, એઠન અથવા કબજિયાતની પણ સમસ્યા થઈ શકે છે.

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment