મિત્રો આજના સમયમાં આપણા સ્વાસ્થ્યને લગતી કોઈપણ નાની સરખી સમસ્યા થાય તો પણ તેને નજર અંદાજ ન કરવી જોઈએ. નહીં તો તેનું ભયંકર પરિણામ ભોગવવું પડે છે. આવી જ બીમારીઓમાં એક છે સાઇલેન્ટ સ્ટ્રોક. ડોક્ટરે જણાવ્યું છે કે સાઇલેન્ટ સ્ટ્રોક ના કોઈ ખાસ લક્ષણ નથી હોતા, તમારે તેના સંકેતો પર નજર રાખવી જોઈએ અને સમય સમય પર તપાસ કરાવતા રહેવું જોઈએ.
સ્ટ્રોક એ ભારત જેવા વિકાસશીલ દેશોમાં મૃત્યુનો દર અને અનેક પ્રમુખ રોગોમાંથી એક સામાન્ય કારણ છે. સ્ટ્રોક બે પ્રકારના હોય છે હેમોરેજિક સ્ટ્રોક અને ઇસ્કેમિક સ્ટ્રોક. ઇસ્કેમિક સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે મગજના ભાગમાં રક્તની પૂર્તિ અટકી જાય કે થઈ જાય છે જેના કારણે મગજની પેશીઓને ઓક્સિજન અને પોષક તત્વો નથી મળતા. આમ થવાથી મગજના કોષો મિનિટોમાં જ મૃત્યુ પામવા લાગે છે.ડોક્ટરના જણાવ્યા પ્રમાણે સ્ટોક હકીકતમાં એક ઇમર્જન્સી છે જેમાં ઉપચારની તરત જ જરૂર પડે છે. સમય પર ઉપચાર મળવાથી બ્રેનને ડેમેજ થતા અને અન્ય મુશ્કેલીઓને ઘટાડવામાં મદદ મળે છે. કુલ મેળવીને અસરકારક ઉપચાર સ્ટ્રોકને રોકવામાં મદદ કરે છે.
ઇસ્કેમિક સ્ટ્રોક ના પ્રકાર:-
ઓવર્ટ સ્ટ્રોક:- જેમાં હેમીપેરેસીસ, ચહેરાના બદલાયેલા હાવભાવ અને બોલવામાં મુશ્કેલી જેવા સ્ટ્રોકના લક્ષણો છે.
ટ્રાન્સિએન્ટ ઇસ્કેમિક હુમલો (TIA):- જેમાં થોડી મિનિટોથી થોડા કલાકો સુધી સ્ટ્રોકના લક્ષણો હોય છે.
સાયલન્ટ સ્ટ્રોક:- જેને ‘કોવર્ટ સ્ટ્રોક’ તરીકે ઓળખાય છે અને તેને સબક્લિનિકલ સેરેબ્રલ ઇન્ફાર્ક્શન પણ કહેવાય છે.સાઇલેન્ટ સ્ટ્રોક શું છે:- સાઇલેન્ટ સ્ટ્રોક સામાન્ય રીતે ઇસ્કેમિક હોય છે. જ્યારે થ્રોમ્બસ/ક્લોટ મગજની નાની વાહિકાઓને અવરોધે છે, જેના કારણે મગજના નાના વિસ્તારને નુકસાન થાય છે. સાઇલેન્ટ સ્ટ્રોક એક લક્ષણ વગરની ઘટના છે. જેને સામાન્ય રીતે માત્ર ન્યુરો ઇમેજિંગ ટેકનીક દ્વારા જાણી શકાય છે. સ્ટ્રોકના લક્ષણોનો કોઈ ઇતિહાસ નથી. સાઇલેન્ટ સ્ટ્રોક ના કારણે સમજવા વિચારવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. ઓવર્ટ સ્ટોકની તુલનામાં સાઇલેન્ટ સ્ટ્રોક વધારે સામાન્ય છે.
સાઇલેન્ટ સ્ટ્રોકના જોખમ ના પરિબળો અને કારણ:- સાઇલેન્ટ સ્ટ્રોકના જોખમ ના પરિબળો અને કારણ એક્યૂટ ઇસ્કેમિક સ્ટ્રોક (ઓવર્ટ સ્ટ્રોક) ની સમાન છે. ઉંમર વધવી અને હાઈ બ્લડપ્રેશર તેના સૌથી સામાન્ય જોખમ ના પરિબળ છે. ટીઆઈએ કે માયનોર સ્ટ્રોકનો પાછલો ઈતિહાસ. હૃદયના અનિયમિત ધબકારા. મોટી ધમની એથરોસ્ક્લેરોસિસ. પેરીઓપરેટિવ. કોરોનરી હૃદય રોગ, ડાયાબિટીસ, ધૂમ્રપાન, ડિસલિપિડેમિયા. સેક્સ, હૃદયની નિષ્ફળતા, ક્રોનિક કિડની રોગ.સાઇલેન્ટ સ્ટ્રોક ના લક્ષણ:- સાઇલેન્ટ સ્ટ્રોક ના કોઈ ન્યુરોલોજીકલ લક્ષણ નથી હોતા પરંતુ ઇતિહાસ અને ટેસ્ટના આધાર પર કેટલાક ન્યુરોલોજીકલ લક્ષણ અને સંકેત જાણી શકાય છે. તેમાં સામેલ છે. હળવી ભૂલવાની બીમારી , વર્તનમાં ફેરફાર, ચાલતી વખતે સંતુલન ગુમાવવું, સમજવા વિચારવાની ક્ષમતા પર સંતુલન ગુમાવવું, હળવી મૂંઝવણ, ચક્કર આવવા, મૂત્રાશય પર નિયંત્રણ ન રહેવું.
આટલી વાતનું રાખો ધ્યાન:- સાઇલેન્ટ સ્ટ્રોકની બીમારી ભવિષ્યમાં સ્ટ્રોક વધવાના જોખમથી જોડાયેલી છે, જે સામાન્ય જન સંખ્યાની તુલનામાં બે ઘણી વધારે છે. સાઇલેન્ટ સ્ટ્રોક પણ જીવનની ગુણવત્તાને પ્રભાવિત કરે છે. સાઇલેન્ટ સ્ટ્રોકની શરૂઆતી ઓળખાણ અને ઉપચારથી આપણે પ્રત્યક્ષ સ્ટ્રોકના જોખમને ઘટાડી શકીએ છીએ અને જ્ઞાન ના ઘટાડાને અટકાવી શકીયે છીએ અને જીવનની ગુણવત્તા સુધારી શકીયે છીએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી