બાળકને અચાનક થયો છાતીમાં દુખાવો અને શ્વાસની તકલીફ… દવાખાને ગયા તો એક્સરેમાં આવી ખતરનાક વસ્તુ. જોઈને ડોકટર પણ અચંબો પામી ગયા.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, આજકાલ ખુબ જ ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં અવનવી ઘટનાઓ બનતી જણાય છે. જેને લઈને દરેક લોકો સાવધાની રાખવી જોઈએ એવી શીખ પણ મળે છે. તો આજે આ લેખમાં અમે તમને એક એવા જ ચોંકાવનારા કિસ્સા વિશે જણાવશું. માટે આ લેખ દરેક માતા-પિતાએ અવશ્ય વાંચવો જોઈએ.

અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં એક એવી ઘટના સામે આવી કે જેને જોઇને ડોકટરો પણ અચંબો પામી ગયા હતા. સિવિલમાં એક માત્ર 10 વર્ષનું બાળક લાવવામાં આવ્યું હતું, તે બાળક સોફ્ટ પીન ગળી ગયું હતું. એ બાળકના શરીરમાંથી એ પીન કાઢવા માટે ડોકટરોને કલાકો સુધી મહેનત કરવી પડી હતી, અને ત્યાર બાદ સફળતા મળી હતી. ખુબ જ મહામહેનતે અમદાવાદ સિવિલના ડોકટરોને દ્વારા એ બાળકને નવું જીવન આપવામાં સફળતા મળી હતી અને પીન બહાર કાઢી હતી.

સામાન્ય રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અવારનવાર નાના બાળકો, જેની ઉંમર પાંચ વર્ષથી ઓછી હોય તેવા બાળકો સિંગનો દાણો, કઠોળનો દાણો કે કોલ્ડ્રીંકની બોટલમાં માતા-પિતા દ્વારા રાખવામાં આવેલ એસિડ પિય લેતા હોય છે. પરંતુ દસ વર્ષનું બાળક સોફ્ટ પીન ગળી ગયું હોય એવી કિસ્સો અમદાવાદ સિવિલમાં પહેલી વાર સામે આવ્યો છે. (સોફ્ટ પીન એટલે કે, બોર્ડમાં પેપર ભરાવવામાં કામ આવતી પીનને સોફ્ટ પીન કહેવામાં આવે છે.)

ત્રણ દિવસ પછી કરી જાણ : આખી ઘટના આ અનુસાર હતી, દાહોદમાં રહેતો એક પરિવાર, જે સામાન્ય રીતે એક ખેતરમાં કામ કરી રહ્યો છે. તેમનું દસ વર્ષનું બાળક રમત રમતમાં સોફ્ટ પીન ગળી ગયું. આ કિસ્સો 11 તારીખના રોજ બન્યો હતો. પરંતુ બાળકે 3 દિવસ સુધી તેના માતા-પિતાને કોઈ પણ પ્રકારની જાણ ન કરી. પછી એ બાળકને અચાનક જ છાતીમાં દુખાવો થવા લાગ્યો અને સાથે સાથે શ્વાસ લેવામાં પણ ખુબ જ તકલીફ પડવા લાગી. ત્યાર બાદ માતા-પિતાને જાણ કરી. પછી બાળકને પહેલા દાહોદ લઇ જવામાં આવ્યું અને ત્યાંથી બરોડા લઇ ગયા. ત્યાં ડોકટરો દ્વારા એક્સ-રે કરાવવામાં આવ્યું. તેમાં જોયું તો શ્વાસ નળી કે અન્ન નળીમાં કંઈક ફસાયેલું હોય તેવું જોવા મળ્યું. ત્યાર બાદ બરોડાથી ડોકટરો દ્વારા બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી દવામાં આવ્યું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ ફરી તેનો એક્સ-રે કર્યો, ત્યારે ખબર પડી કે બાળકના ફેફસામાં હવા ભરાઈ ગઈ હતી. ત્યાર બાદ ડોકટરે નળી નાખી અને બીજા દિવસે અન્ન નલીની તપાસ કરી, પરંતુ તેમાંથી કશું જ નીકળ્યું નહિ. ડોક્ટર્સની ટિમ દ્વારા ફરી તપાસ હાથ ધરવામાં આવી તો લાગ્યું કે શ્વાસ નળીમાં કંઈક ફસાયેલું છે.

અમદાવાદ સિવિલના ડોકટરોએ જણાવ્યું એ અનુસાર બાળકને અમારી પાસે લાવ્યું એ પહેલા 21 તારીખના રોજ તેની બ્રોન્કોસ્કોપી કરી હતી. પરંતુ આશ્વર્યજનક વાત એ છે કે, પહેલા કંઈ પણ દેખાયું જ નહિ. ત્યાર બાદ એક્સ-રે અને સીટી સ્કેનમાં એક જગ્યા પર વધુ ડાઉટ પડ્યો, અને ત્યાં વધુ મહેનત કરી તો એક સોલિડ મેટલનો પોર્સન જોવા મળ્યો. જેને બહાર કાઢવામાં ઘણી મહેનત કરવી પડી. તેને બહાર કાઢીને જોઈ તો ડોકટરો પણ ખુબ જ નવાઈ પામ્યા કે સોફ્ટ બોર્ડની પીન અંદર ફસાઈ ગઈ હતી. જે બાળકની શ્વાસ નળીમાં હતી અને એક જગ્યા પર ચોંટી ગઈ હતી.

સોફ્ટ પીન શ્વાસ નળીમાં જવાના કારને બાળકની શ્વાસ નળીમાં કાણું પડી ગયું હતું. ડોક્ટરનું એવું જણાવવું છે કે, ‘આવો કેસ અત્યાર સુધીમાં અમે ક્યારેય જોયો નથી. અમે ઘણા કોમ્પલિકેશન વાળા કેસ જોયા છે, પણ આ કેસમાં કંઈક અજુગતું જ હતું. એક કલાકની મહેનત બાદ બાળકના શરીરમાં ફસાયેલી સોફ્ટ પીન કાઢવામાં આવી હતી.’ સિવિલના ડોક્ટર જણાવે છે કે, અમારા સાથે એનેસ્થેસિયા સહિત ડોકટરોની ટીમની મહેનત રંગ લાવી અને આખરે બાળકની શ્વાસ નળીમાં છુપાયેલી સોફ્ટ પીન કાઢીને દુર કરી દીધી.

હાલ તો એ બાળક એકદમ સ્વસ્થ છે. પરંતુ દરેક માતા-પિતાને એક ખાસ વિનંતી અને અપીલ છે કે, તમારું બાળક જયારે પણ રમતું હોય તો તેના પર બરોબર નજર રાખો. તે મોઢામાં શું નાખે છે તેની તપાસ કરો. ઘણી વાર બાળક રમતા રમતા મોઢામાં નાખેલી વસ્તુ અચાનક ગળી જાય છે અને તેના કારણે મુશ્કેલી સર્જાય છે. જે બાળકના જીવ માટે ખતરનાક પણ સાબિત થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment