મિત્રો તમે પોતાના પૈસા સેવિંગ તો કરતા જ હશો. તેમજ બેંકમાં પોતાની સેવિંગ મુકતા હશો. તેમજ ઘણા લોકો એફડી કરીને પણ પોતાના પૈસાની બચત કરતા હશો. કારણ કે બેંકમાં પૈસા મુકવા તે પૈસાની બચતનો શ્રેષ્ટ ઉપાય છે. આથી જ આજે દરેક બેંક પોતાના ગ્રાહકોને નવી નવી સ્કીમ આપીને ગ્રાહકોને પૈસા બચતનો ઓપ્શન આપે છે. આજે અમે તમને SBI બેંકની એક નવી સ્કીમ વિવશે જણાવીશું.
માણસ પોતાની જમા પુંજીને એવી જગ્યાએ સેવ કરે છે જ્યાંથી તેને લાભ મળે. તેમજ તેના થકી તેના પૈસા સુરક્ષિત પણ રહે અને સાથે એક નિશ્ચિત રિટર્ન પણ મળી જાય છે. પણ ઘણી વખત ખોટા રોકાણને કારણે લાભ થવાની જગ્યાએ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આથી જરૂરી છે કે, તમે યોગ્ય જગ્યાએ રોકાણ કરો. આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં રોકાણ કરવા વિશે તમારે એક વખત વિચારવું જોઈએ. અહીં રોકાણ કર્યા પછી તમને નિશ્ચિત રૂપે દર મહિને આવક મળી શકે છે. અમે તમને SBI ની વાર્ષિક સ્કીમ વિશે જણાવશું.
દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક સુરક્ષિત વિકલ્પોમાંથી એક છે. SBI પોતાના ગ્રાહકોને ફિક્સ્ડ ડીપોઝીટ (fd) ને લઈને પબ્લિક પ્રોવીડેંટ ફંડ સુધી સેવિંગનો ઓપ્શન આપે છે. બેંકની ઘણી સ્કીમમાં રોકાણ કરીને તમે 10000 રૂપિયા મહિને મેળવી શકો છો.
SBI ની એન્યુટી સ્કીમ : SBI ની આ સ્કીમમાં 36, 60, 84 અને 120 મહિનાની અવધિ માટે રોકાણ કરી શકાય છે. આમાં રોકાણ પર વ્યાજ દર એ જ રહેશે, જે પસંદ કરેલ અવધી માટે ટર્મ ડીપોઝીટ માટે હશે. જેમ કે જો તમે પાંચ વર્ષ માટે ફંડ ડીપોઝીટ કરી છે, તો તમને પાંચ વર્ષ ઈ ફિક્સ્ડ ડીપોઝીટ પર લાગુ થતા વ્યાજના દર હિસાબે વ્યાજ મળશે. આ સ્કીમનો ફાયદો દરેક વ્યક્તિ મેળવી શકે છે.
આ રીતે થશે દર મહિને 10000 રૂપિયાની આવક : જો કોઈ રોકાણકાર દર મહિને 10000 રૂપિયાની માસિક આવક ઈચ્છે છે તો તેને 5,07,964 રૂપિયા જમા કરાવવા પડશે. જમા કરેલ રાશી પર તેને 7 ટકાના વ્યાજ દરથી રિટર્ન મળશે. જે દર મહિને લગભગ 10000 રૂપિયા છે. જો તમારી પાસે રોકાણ કરવા માટે 5 લાખ રૂપિયા છે અને તમે ભવિષ્યમાં પોતાની આવક વધારવા માંગો છો, તો તમારા માટે આ બેસ્ટ ઉપાય છે.
SBI ની એન્યુટી સ્કીમમાં ન્યુનતમ 1000 રૂપિયા માસિક એન્યુટી માટે જમા કરી શકાય છે. તેમાં વધુમાં રોકાણ કરવાની કોઈ સીમા નથી. એન્યુટી પેમેન્ટમાં ગ્રાહકની જેમ જમા રકમ પર નિશ્ચિત સમય પછી વ્યાજ મળવાનું શરૂ થઈ જાય છે. આ યોજના ભવિષ્ય માટે ખુબ સારી છે.
રીકરીંગ ડીપોઝીટ સ્કીમ : સામાન્ય રીતે મધ્યમવર્ગના લોકો આરડી રોકાણ કરીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરે છે. આરડીમાં નાની બચત દ્વારા દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરવામાં આવે છે. અને મેચ્યોરીટી પર એક નિશ્ચિત રાશી વ્યાજ સાથે મળે છે. રીકરીંગ ડીપોઝીટને સામાન્ય લોકો બહુ પસંદ કરે છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી..