ઘરે જ બનાવી પીવો આ મેજિક ડ્રીંક, ગમે તેવી એસીડીટી અને બળતરાથી મિનીટોમાં જ મળી જશે રાહત…

આજના સમયમાં લોકોમાં તમે જોતા હશો કે લોકોને પેટને લગતી બીમારી બહુ જ વધી રહી છે. આ પેટની બીમારીઓમાં ગેસ, એસીડીટી, અપચો, કબજિયાત વગેરે છે. પણ આજની ખાણીપીણીને કારણે લોકોમાં આ સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. પરંતુ જો તમે પોતાના ખોરાક પ્રત્યે થોડા સાવધાન થઈ જાવ તો ગેસ, એસીડીટી, કબજિયાતથી છુટકારો મેળવી શકો છો. તેમજ જો તમને કાયમ માટે એસીડીટીની તકલીફ રહેતી હોય તો તમે એક ખાસ પ્રકારનું ડ્રીંક પિય શકો છો. તો ચાલો આ ડ્રીંકના ફાયદાઓ અને તેને બનાવવાની રીત વિશે જાણી લઈએ.

અનિયમિત ખાનપાન અને વ્યસ્ત લાઈફ સ્ટાઈલે આપણા માટે ઘણી સમસ્યાઓનો જન્મ આપ્યો છે. જેમાં એસીડીટી એ ખુબ જ સામાન્ય બીમારી થઈ ગઈ છે. જો કે આ સમસ્યાને આપણે એટલા ગંભીર રીતે નથી લેતા પણ તે ઘણી વખત વિચિત્ર સ્થિતિ ઉભી કરી દે છે. આથી જો સમય રહેતા તેનો ઈલાજ ન કરવામાં આવે તો તે ખુબ જ મોટી સમસ્યા બની શકે છે.

એક અમેરિકન રિસર્ચમાં એવું જાણવામાં મળ્યું છે કે, પેટમાં એસીડીટીની સ્થિતિને ગેસ્ટ્રએસોફેગલ રીફલકસ ડિસીઝ અથવા તો એસિડ રીફલકસ ડિસીઝ કહેવામાં આવે છે. એસીડીટીમાં ભોજનમાંથી નીકળતો ગેસ ગળા તરફ ઉપર આવવા લાગે છે. આ ત્યારે થાય છે જયારે ગળાનો નીચેનો એસોફેજીયલ સ્ફીકટર અથવા તો અચાનક આરામની સ્થિતિમાં આવી જાય છે અથવા તો બરાબર રીતે ટાઈટ કરી શકતું નથી. જેના કારણે ગેસ અને ડાઈજેસ્ટીવ જ્યુસ ઉપર તરફ આવવા લાગે છે.

આ સ્થિતિમાં પેટમાં અને છાતીમાં જલન થવા લાગે છે. પણ જો તમને એસીડીટીની સમસ્યા વારંવાર થતી હોય તો આ સ્થિતિ આગળ જતા અન્ય બીમારીઓને જન્મ આપે છે. આથી જ તેનો ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે. લોકો એસીડીટી માટે આડેધડ કોઈ પણ દવાનું સેવન કરી લે છે, પરંતુ તમારા ઘરમાં ઘણા પ્રકારની વસ્તુઓ રહેલી છે જે તમને એસીડીટીથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. તો ચાલી જાણીએ તેના વિશે વધુ માહિતી…

સુકી દ્રાક્ષ : આ પ્રયોગ માટે તમે રાત્રે 5 થી 6 સુકી દ્રાક્ષને પાણીમાં પલાળી દો. અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. બની શકે તો તેનું પાણી પણ પિય જાવ. જો તમે થોડા દિવસ આ પ્રયોગ કરશો તો થોડા દિવસોમાં એસીડીટીથી છુટકારો મેળવી શકો છો.

છાશ : જો કે છાશમાં અનેક બેકટેરિયા રહેલ છે અને આ બેકટેરિયા પાચનતંત્ર માટે ખુબ જ સારું કામ કરે છે. આથી જો તમે સવારે ખાલી પેટ છાશ પીવો છો તો તેનાથી એસીડીટીમાં જલ્દી આરામ મળે છે.

મેઝીક ડ્રીંક : કાળા તજ, કાળા મરી, લવિંગ, વરીયાળી, હળદર અને તુલસીના પાનને સૌથી પહેલા એક વાસણમાં લઈ લો. આ બધાને પીસી નાખો. હવે તેને પાણીમાં એક સાથે ઉકાળો. પાંચ મિનીટ પછી તેને ગાળી નાખો અને તેનું સેવન કરો. એસીડીટીની સમસ્યાથી તમને થોડા જ દિવસોમાં રાહત મળી જશે. એસીડીટીમાં આ એક મેઝીક ડ્રીંકની જેમ કામ કરે છે.

ગુલકંદ : એસીડીટી માટે તમે ગુલકંદને પાણીમાં નાખીને તેનું સેવન કરી શકો છો. તેનાથી તમને એસીડીટીમાં જલ્દી રાહત મળશે. આમ તમે ઘરમાં રહેલ આ વિવિધ વસ્તુઓનું સેવન કરીને એસીડીટીની સમસ્યાથી ઘરે જ આરામ મેળવી શકો છો. તેમજ આ દેશી ઉપાયથી તમને કોઈ નુકશાન પણ નથી થતું. આનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment