શરીરમાં આ 6 લક્ષણ દેખાત તો થઇ જાવ સાવધાન, નહિ મળતું હોય તમારા મગજને લોહી… જાણો લક્ષણો અને બચવાના ઉપાય…

મિત્રો જયારે આપણા શરીરમાં કોઈ બીમારી હોય ત્યારે તેના અમુક લક્ષણો જોવા મળતા હોય છે. આથી આપણે શરીરમાં જયારે વિચિત્ર લક્ષણ જોવા મળે ત્યારે તેનો તરત જ ઈલાજ કરવો જોઈએ. આવી જ રીતે જયારે મગજમાં બ્લડ સર્ક્યુલેશન સરખું થતું ન હોય ત્યારે તેની અસર તમારા શરીર પર જોવા મળતી હોય છે. જેને તમાર નજરઅંદાજ ન કરતા તેનો ઈલાજ કરાવવો જોઈએ. જેથી તમે સમય રહેતા ઠીક થઇ શકો. ચાલો તો આપણે આ વિશે આ લેખમાં વિસ્તારથી જાણી લઈએ. 

શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ખરાબ થાય ત્યારે ઘણી ગંભીર બીમારીઑ થઈ શકે છે. શરીરના અલગ-અલગ ભાગમાં બ્લડ, ઑક્સીજન અને જરૂરી પોષકતત્વોની પૂરતી સરખી રીતે થવા માટે બ્લડ સર્ક્યુલેશન સરખું હોવું જરૂરી છે. આમ તો બ્લડ સર્ક્યુલેશન ખરાબ હોવા પાછળ ઘણા કારણો જવાબદાર ગણવામાં આવે છે. ડાયાબિટીસની સમસ્યા, શરીરમાં બ્લડ ક્લોટ થવું, સ્થૂળતા જેવા ઘણા કારણો બ્લડ સર્ક્યુલેશનને અસર કરે છે. મગજમાં બ્લડ સર્ક્યુલેશન સરખી રીતે ન થવાથી તમને સ્ટ્રોક વગેરીનું પણ જોખમ રહે છે. બ્લડ સર્ક્યુલેશન ખરાબ થવાથી ઘણા લક્ષણો જોવા મળે છે. સાચા સમયે આ લક્ષણોને ઓળખીને સરખા પગલાં ભરવાથી તમે ગંભીર રૂપથી તેનો શિકાર થવાથી બચી શકો છો.મગજમાં બ્લડ સર્ક્યુલેશન ખરાબ થવાના લક્ષણો:- બ્લડ સર્ક્યુલેશનમાં ખરાબી આવવાને કારણે તમારે ઘણી ગંભીર સમસ્યાઓથી જજુમવું પડે છે. આ સમસ્યામાં દર્દીને માનસિક અને શારીરિક બંને પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. મગજમાં સર્ક્યુલેશન ખરાબ થવાના અમુક પ્રમુખ લક્ષણો આ મુજબના છે:-  

1) મગજમાં બ્લડ સર્ક્યુલેશન ખરાબ થાય ત્યારે તમારી મેમોરી પર પણ અસર પડી શકે છે. તેના કારણે તમને ભૂલવાની સમસ્યા થઈ શકે છે. તે સિવાય લાંબા સમય સુધી સમસ્યાથી ગ્રસીત વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ તકલીફ પડી શકે છે. બ્લડ સર્ક્યુલેશનમાં ખરાબીને કારણે તમારો મેમોરી પાવર નબળો પડવા લાગે છે. 2) ખરાબ બ્લડ સર્ક્યુલેશનના કારણે તમને ચક્કર આવવા કે સંતુલન બગાડવાની સમસ્યા થઈ શકે છે. જો તમને વારંવાર ચક્કર આવતા હોય અથવા શરીરનું સંતુલન બગડી જતું હોય તો સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરીને ઈલાજ કરાવવો જોઈએ. 

3) મગજમાં બ્લડ સર્ક્યુલેશન ખરાબ થવાથી તમને ગંભીર માથાના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બ્લડ સર્ક્યુલેશનમાં ખરાબી હોવાને કારણે તમારા મગજ સુધી સરખી રીતે બ્લડ, ઑક્સીજન અને જરૂરી પોષકતત્વોની સપ્લાઈ થઈ શકતી નથી અને તેના કારણે મુશ્કેલીઓ વધે છે. 

4) ભૂખ ઓછી લાગવી ખરાબ બ્લડ સર્ક્યુલેશનનું લક્ષણ ગણવામાં આવે છે. તેના કારણે તમારા શરીરનું મેટાબોલિક રેટ પણ ઘટી જાય છે અને પાચનતંત્ર પર પણ ખરાબ અસર પડે છે.5) વધારે થાક લાગવાને પણ મગજમાં ખરાબ બ્લડ સર્ક્યુલેશનનું લક્ષણ ગણવામાં આવે છે. જો તમને પણ શરીરમાં સતત નબળાઈ અને થાકનો અનુભવ થતો હોય તો તે મગજમાં બ્લડ સર્ક્યુલેશન ખરાબ હોવાનું લક્ષણ હોઇ શકે છે.  મગજમાં બ્લડ સર્ક્યુલેશન ખરાબ હોય ત્યારે હાથ-પગમાં ખાલી ચડી જાય છે અને તેના કારણે ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

બ્લડ સર્ક્યુલેશન સરખું કરવાના ઉપાયો:- શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ખરાબ હોવું એક ગંભીર સમસ્યા છે. આ સ્થિતિને નજરઅંદાજ કરવી સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સરખું કરવા માટે નિયમિત રૂપથી વ્યાયામ, હેલ્થી ડાયેટનું સેવન કરવું જરૂરી છે. એંટીઓક્સિડેંટ ગુણોથી ભરપૂર ગ્રીન ટીનું સેવન ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે તે સિવાય, નારિયેળનું તેલ, ઓલિવ ઓઇલ અને બદામના તેલથી શરીરની મસાજ કરવાથી પણ બ્લડ સર્ક્યુલેશન સરખું થઈ શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment