રાત્રે ઊંઘમાં મોં માંથી લાળ પડે તો હોય આ શારીરિક સમસ્યાના સંકેત… જાણો શા માટે પડે છે લાળ તેના મૂળ કારણો…

મિત્રો તમે જોયું હશે અથવા તો પોતે અનુભવ્યું હશે કે ઘણા લોકોને રાત્રે સુતા પછી નીંદરમાં જ મોં માંથી લાળ નીકળે છે. આવું શું કામ થાય છે. શું તમે તેની પાછળનું કારણ ક્યારેય જાણ્યું છે. જો નહિ તો આ લેખ તમને તેની સાચી સમજ આપશે. મોં માંથી લાળ નીકળવી એ તમારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. આથી તમારે તેની પાછળનું કારણ જાણવું જરૂરી છે. 

તમે જોયું હશે કે, જ્યારે કોઈ માણસ નીંદર માંથી જાગે છે, તો સવારે તેના ચહેરા પર સફેદ રંગનો સૂકો ડાઘ જોવા મળે છે. ચહેરા પર જોવા મળતા આ સૂકા ડાઘને લાળ કહેવામા આવે છે. રાત્રે મોંમાંથી લાળ નીકળવી ખૂબ જ સામાન્ય પ્રક્રિયા ગણવામાં આવે છે. રાત્રે મોંમાંથી લાળ નીકળવાને મોટા ભાગે લોકો આમ જ સામાન્ય ગણતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે, મોંમાંથી લાળ નીકળવી કોઈ સામાન્ય સમસ્યા નથી પરંતુ શરીરની કોઈ બીમારીનો સંકેત હોય શકે છે. જો તમે પણ રાત્રે મોંમાંથી નીકળતી લાળને ગંભીરતાથી ન લેતા હોય તો, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેના અને આપણા સ્વાસ્થ્ય વચ્ચેના કનેક્શન વિશે. મોંમાંથી લાળ નીકળવી શું કોઈ બીમારી છે?:- મોંમાંથી લાળ નીકળવાની પ્રક્રિયાને મેડિકલ ભાષામાં સિઆલોરેહિઆ કહેવામા આવે છે. નાના બાળકને રાત્રે નીકળતી લાળને તાંત્રિકા સંબંધી સમસ્યા જેમકે, સેરેબ્રલ પાલ્સિનું કનેક્શન ગણવામાં આવે છે. દિવસે જ્યારે આપણું શરીર લાળનું નિર્માણ કરે છે, તો આપણે તેને ગળી જઈએ છીએ. પરંતુ આ પ્રક્રિયા જ્યારે રાત્રે થાય છે, તો લાળ મોંની બહાર નીકળી ગાલ પર ચિપકી જાય છે અને સફેદ લેયર બની જાય છે. આમ લાળ એ નીંદરમાં બનતી એક શારીરિક પ્રક્રિયા છે.  

આ બીમારીઓનો સંકેત છે મોંમાંથી લાળ નીકળવી:- 

1) એલર્જી:- જયારે તમને કોઈ એલર્જી હોય તો તેનો સંકેત તમારું શરીર વિવિધ રૂપે આપે છે. આમ લાળ પણ તમારી કોઈ એલર્જીનો સંકેત આપે છે. અઠવાડિયામાં એક વખત મોંમાંથી લાળ નીકળવાની પ્રક્રિયા સામાન્ય ગણવામાં આવે છે, પરંતુ જો તે નિયમિત રીતે થતું હોય તો, તે નાક અને મોંમાં કોઈ એલર્જીનો સંકેત હોય શકે છે. તે માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. 2) પેટ સંબંધી સમસ્યા:- જયારે તમને પેટને લગતી કોઈ ગડબડી હોય તો મોં માંથી લાળ નીકળે છે. ઘણી રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, રાત્રે મોંમાંથી નીકળતી લાળનું પેટ સંબંધી સમસ્યાઓ સાથે સીધું કનેક્શન છે. પેટમાં ગેસ થવાથી ગેસ્ટ્રીક એસિડ થાય છે. આ આખી પ્રક્રિયા વધારે લાળ બનવાને કારણે થાય છે. 

3) મગજમાં કોઈ વાતનો ડર:- જયારે તમે કોઈ ભયના વાતાવરણથી ઘેરાયેલ હો ત્યારે પણ બીક ને કારણે મોં માંથી લાળ નીકળે છે. ઘણી વખત લોકોને એકલા સુવા અને રહેવાથી બીક લાગતી હોય છે. રાત્રે મોંમાંથી લાળ નિકલવાનું એક કારણ મગજમાં કોઈ વાતની બીક પણ હોય શકે છે. આ સમસ્યા મોટા ભાગે નાના બાળકોમાં જોવા મળે છે. ઘણી વખત નીંદરથી જોડાયેલી અન્ય સમસ્યાઓને કારણે પણ મોંમાંથી લાળ નીકળવાની સમસ્યા થાય છે.4) સાઇનસ:- ઘણા લોકોને ઉપરી શ્વાસ નળીમાં સંક્રમિત બીમારી હોય છે. એવા લોકોને નિયમિત રીતે શ્વાસ લેવામાં અને ખાવાનું ગળવામાં પણ મુશ્કેલી પડતી હોય છે, તેમને પણ લાળ નીકળવાની સમસ્યા હોય છે. જો તમને સાઇનસની સમસ્યા હોય તો અને તમારા મોંમાંથી વધારે લાળનીકળી રહી હોય તો, ડોક્ટરનો સંપર્ક કરો. આમ મોં માંથી લાળ નીકળવી એ કોઈ બીમારી તરફ સંકેત કરે છે. આથી તેની અવગણના કરવી સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment