કપાય ગયેલી અથવા ફાટી ગયેલી નોટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોટ રિફંડ નિયમ અનુસાર, 2009 માં ઘણા મહત્વપૂર્ણ બદલાવ કર્યા છે. નિયમો અનુસાર નોટની સ્થિતિના આધાર પર લોકો દેશભરમાં RBI કાર્યલયો અને નામિત બેંક શાખાઓમાં વિકૃત અથવા દોષપૂર્ણ નોટને બદલી શકો છો. પરંતુ તમારી પાસે પણ ફાટેલી હોય તો પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને જણાવશું કે, કેવી રીતે અને કંઈ જગ્યા પરથી ફાટેલી નોટને બદલી શકો. તેમજ એ પણ જણાવશું કે, બેંક તેના બદલમાં કેટલ રૂપિયા આપશે. માટે આ જાણકારીને સંપૂર્ણ જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.
અહિયાં બદલો ફાટેલી નોટ : તમે તમારી આસપાસની કોઈ પણ બેંકની બ્રાંચમાં જઈને નોટ બદલી શકો છો. પરંતુ આ સુવિધા દરેક બેંકમાં ઉપલબ્ધ નથી હોતી. બેંકના કર્મચારી તમને નોટ બદલવાની ના ન કહી શકે. ભારતીય રિઝર્વ બેંકે બધી જ બેંકોમાં સ્પષ્ટ રીતે નિર્દેશ જાહેર કરી દીધો છે કે, ફાટેલી અને કપાયેલી નોટ બદલો. સાથે જ આ સુવિધા માટે તેમણે બેંકમાં બોર્ડ પણ લગાવવું જોઈએ.
2000 ની ફાટેલી નોટને બદલવા પર મળે છે આટલા રૂપિયા : RBI ના નિયમો અનુસાર નોટ કેટલી ફાટેલી છે તેની સ્થિતિ પત નિર્ભર કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આધિકારિક વેબસાઈટ પર રહેલી જાણકારી અનુસાર 2000 રૂપિયાની નોટનો 88 વર્ગ સેન્ટીમીટર હોય તો પુરા પૈસા મળે છે. તેમજ જ જો 44 વર્ગ સેન્ટીમીટર પર અડધી જ રકમ મળે છે.
બેંક નથી લેતી કોઈ ફિસ : ફાટેલી નોટને બદલવા માટે બેંક તમારી પાસેથી કોઈ પણ પ્રકારની ફિસ નથી લેતી. આ સર્વિસ બેંક દ્વારા મફતમાં જ આપવામાં આવે છે. જો કે, બેંક એવી નોટને બદલવાની ના પાડી શકે, જે ખુબ જ ખરાબ અથવા ખરાબ રીતે સળગેલી હોય. જો બેંકને એવો આભાસ થાય કે જાણી જોઇને કાપી નાખવામાં આવી હોય તો તેને બદલી નહિ આપે.
કેટલું મળે છે રિફંડ : 50 રૂપિયા, 100 રૂપિયા અને 500 રૂપિયાની જૂની ફાટેલી કપાયેલી નોટની પૂર્ણ વાપસી માટે જરૂરી હોય છે કે, તમારી નોટ બે ભાગમાં હોય. જેમાં એક હિસ્સો નોટના 40 ટકા અથવા તેનાથી વધુ ક્ષેત્રને કવર કરતો હોય.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ