રવિના ટંડને વાળની સમસ્યા માટે જણાવ્યો ઘરેલું ઉપાય. વાળની દરેક પરેશાનીથી મળશે છુટકારો.

મિત્રો આજે દરેક લોકો તેમાં પણ ખાસ કરીને સ્ત્રીઓ પોતાના ખરતા વાળથી ખુબ જ પરેશાન હોય છે. અને આ ખરતા વાળ રોકવા માટે તેઓ અનેક ઉપાયો અજમાવે તેમ છતાં કોઈ ફેર નથી પડતો. ઘણા લોકો વાળની ખુબ મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવે છે. તેમજ વાળમાં મોંઘા શેમ્પુનો પણ ઉપયોગ કરે છે. પણ શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, ખુબ જ મોટી પ્રખ્યાત એક્ટ્રેસ પોતાના વાળમાં એવું તે શું કરે છે કે તેના વાળ એકદમ ચમકદાર, સિલ્કી, મજબુત હોય છે. ચાલો તો આજે અમે તમને આ વિશે વિસ્તારથી જણાવીશું.

ખરતા વાળ માટે મોટું કારણ સ્ટ્રેસ, હાનિકારક શેમ્પુનો ઉપયોગ અને આપણી ખાણીપીણી વધુ અસર કરે છે. જો તમે પણ વાળને લગતી આ પરેશાનીથી ચિંતા અનુભવો છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને વાળથી જોડાયેલ આ સમસ્યાને બોલીવુડ અભિનેત્રી રવિના ટંડનએ જણાવેલ એક ઘરેલું ઉપાય વિશે જણાવીશું.

આ ઘરેલું ઉપાય આંબળા દ્વારા કરવામાં આવે છે. આ ઉપાય તમારા ખરતા વાળ અટકાવવાની સાથે તમારા વાળની ચમક પણ વધારશે. રવિના એ પોતાના વાતમા આંબળાના સેવનની સાથે તેનો વાળમાં ઉપયોગ કરવા પર ભાર મુક્યો છે. તેનું કહેવું છે કે, ‘જો તમારા વાળ પાતળા છે, ખરી રહ્યા છે, તો તમારે દરરોજ થોડાક આંબળાનું સેવન કરવું જોઈએ.’

આંબળાના ફાયદા : આંબળા એ વાળની બહારની કોશિકાઓની સાથે ડેમેજ વાળને પણ રીપેર કરે છે. આંબળામાં વિટામિન સી, ઈ,  ટેનિસ, ફૉસ્ફરસ, આયર્ન અને કેલ્શિયમ વિપુલ માત્રામાં રહેલ છે. આંબળામાં વિટામિન ઈ વાળના ગ્ગ્રોથને બુસ્ટ કરે છે. જ્યારે વિટામિન સી અને અન્ય ઓક્સીડેંટ સ્કેલ્પને હેલ્દી બનાવે છે.

કેવી રીતે બનાવશો આંબળાનું હેર પેક : સામગ્રી – 6 – આંબળા, 1 કપ – દૂધ.

બનાવવાની રીત : આંબળાનું હેર પેક બનાવવા માટે સૌથી પહેલા આંબળા અને દુધને એક વાસણમાં નાખીને તેને ઉકાળી લો. આંબળાને દુધમાં એટલા ઉકાળો કે તે પાકીને નરમ ન થાય ત્યાં સુધી. ત્યાર પછી આ મિશ્રણને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો ઠંડા આંબળામાંથી તેના ઠળિયા કાઢીને મસળી નાખો.

હવે આંબળાનું આ પેક વાળમાં લગાવવા માટે તૈયાર છે. આ મિશ્રણને સ્કેલ્પ કરીને સારી રીતે વાળમાં લગાવી લો અને પછી તેની મસાજ કરો. 15 થી 20 મિનીટ સુધી આ પેકને વાળમાં રહેવા દો. ત્યાર પછી વાળને ગરમ પાણીથી ધોઈ નાખો.

આ પેકની સૌથી સારી વાત એ છે કે, તેને લગાવ્યા પછી તમારે શેમ્પુ કરવાની જરૂર નથી રહેતી. આંબળામાં રહેલ તેનો ખાટો ગુણ વાળમાં રહેલ ધૂળ અને માટીને કાઢી નાખે છે. જ્યારે દૂધ એ વાળને મુલાયમ બનાવવાની સાથે તેનું પુરતું પોષણ આપે છે. આ હેર પેકને અઠવાડિયામાં બે થી ત્રણ વખત પ્રયોગ કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

1 thought on “રવિના ટંડને વાળની સમસ્યા માટે જણાવ્યો ઘરેલું ઉપાય. વાળની દરેક પરેશાનીથી મળશે છુટકારો.”

Leave a Comment