આ 5 બીમારીઓ વિશે તમારા પગ પહેલેથી જ આપી દે છે સંકેતો, જાણો ક્યાં લક્ષણોને નજરઅંદાજ ન કરવા. 

મિત્રો આજકાલના સમયમાં દરેક લોકો ઘણી બીમારીઓ વચ્ચે ઉભા હોય છે. અને ઘણી બીમારી આપણને ક્યારે થઈ જાય તેનો ખ્યાલ પણ નથી રહેતો અને ઘણી વખત કોઈ બીમારી એટલી વધી જાય છે કે, આપણને ખુબ મોડી જાણ થાય છે. પણ જો સમય રહેતા આપણા શરીરમાં અમુક ફેરફારો જોવા મળે તો તમે અગાઉ સાવધાની રાખી શકો છો. ચાલો તો એવા થોડા લક્ષણો વિશે વધુ જાણી લઈએ.

બીમારી ક્યારેય જાણ કરી નથી આવતી પણ બીમારી ગંભીર થાય તે પહેલા તમારા શરીરના વિભિન્ન અંગ તેનો સંકેત આપી દે છે. જેથી કરીને તમે સાવધાન થઈ શકો. અને શરૂઆતમાં જ તે બીમારીનો યોગ્ય ઈલાજ કરી શકો. શરીરના બીજા ભાગની જેમ તમારા પગ પણ તમને ઘણી બીમારીના સંકેત આપે છે.જો પગ ફૂલે, સોજા ચડે, અથવા અસામાન્ય સ્થિતિ જોવા મળે તો લાપરવાહી કરવા કરતા ચિકિત્સકની સલાહ લેવી સારું છે. તમારું આખું શરીર તમારા પગ પર જ ટકેલું છે. આથી પગનું સ્વસ્થ રહેવું ખુબ જરૂરી છે. જો કે પગમાં દુઃખાવો થવો, પગમાં મચકોડ થવો વગેરે ખુબ સામાન્ય વાત છે. અને પગના આકારમાં અંતર આવવા લાગે અથવા આખો પગ લાલ થઈ જાય તો તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. તે તમને કોઈ બીમારીનો સંકેત આપે છે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.

થાઈરોઈડ : થાઈરોઈડ એક પ્રકારની ઓટો ઈમ્યૂન બીમારી છે. વિશેષજ્ઞો અનુસાર માનવામાં આવે તો થાઈરોઈડ પુરુષોની તુલનામાં મહિલાઓને 10 ગણું વધુ જોવા મળે છે. પોતાના પગની ઘણી અસામાન્ય સ્થિતિ જોઈને તમે સહેલાઈથી જાણી શકો છો કે તમને થાઈરોઈડ છે કે નહિ. જો તમારા પગમાં સોજો બની રહેતો હોય છે, અને ગરમ શેક કે માલીશ કરવાથી પણ કોઈ ફેર નથી પડતો તો આ થાઈરોઈડનો સંકેત છે.ઘણા પુરુષોમાં માંસપેશીઓની સાથે સાંધામાં દુઃખાવો થાય છે. અને આ દુઃખાવો વધુ પડતો ગોઠણની નીચે છે તો આ પણ થાઈરોઈડનો સંકેત હોય શકે છે. જો તમારા પગ સુકાયેલા રહે છે અને અકસર ક્રેસ્ટેડ રહે છે અને કોઈ ક્રીમ લગાવવાથી પણ સામાન્ય નથી થતા તો આ પણ થાઈરોઈડનો સંકેત હોય શકે છે.

પ્યુરીનની માત્રા વધવી : પ્યુરીન એક પ્રકારનો પ્રોટીન કેમિકલ છે, જે શરીરમાં યુરિક એસિડને વધારે છે. જેના કારણે તમારે વારંવાર પેશાબ જવું પડે છે. જો કે પ્યુરીન કેટલાક ખાસ ખાદ્ય પદાર્થમાં જ મળે છે. જો તમારા પગના અંગુઠામાં અકસર દુઃખાવો રહે છે તો જાણી લો  કે તમારા શરીરમાં યુરિક એસિડની માત્રામાં વધી ગઈ છે. જો કે સંતુલિત અને ચિકિત્સક દ્વારા જણાવેલ આહાર અને થોડી પરેજી રાખીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.પગનું ઇન્ફેકશન : પગમાં ઇન્ફેકશન એ પણ પગની સમસ્યાનું જ એક કારણ છે. જો તમારા પગમાંથી અજીબ મહેક અથવા પગમાંથી ગંદી દુર્ગંધ આવે છે તો સમજી લો કે આ પગનું ઇન્ફેકશન જ છે. સાથે જ પગની આંગળીઓની વચ્ચે રગડવી, સોજી જવી, દુઃખાવો થવો, પગના સુકાયેલા થવા, ખુચવું, વગેરે આ સમસ્યાના લક્ષણ છે. જો શરૂઆતમાં આ ઇન્ફેક્શન પર ધ્યાન ન આપવામાં આવે તો ઘણા અંશે તમને ભારે નુકસાન થઈ શકે છે.

અર્થરાઈટીસ : રૂમેટોઈડ અર્થરાઈટીસ, સોરાયટીક અર્થરાઈટીસ, સહિત ઘણા પ્રકારના અર્થરાઈટીસ છે, જેને આપણે ગઠીયા પણ કહીએ છીએ. આજકાલ અર્થરાઈટીસની સમસ્યા ઘણા ઘરોમાં જોવા મળી રહી છે. તમે તેની ઓળખ પોતાના પગને જોઈને કરી શકો છો. તેનું સૌથી સામાન્ય લક્ષણ હાડકાઓ અને માંસપેશીઓમાં દુઃખાવો છે. સાથે જ આંગળીઓ અને પગના અગુંઠામાં પણ સોજો થવો અર્થરાઈટીસનો સંકેત છે. જો તમારા શરીરમાં આ રીતની સ્થિતિ બની રહી છે તો તમે ડેક્ટીલાઈટીસની ચપેટમાં આવી શકો છો. અર્થરાઈટીસની સમસ્યા વધી જવા પર ગંભીર રૂપે તમને દુઃખાવો થઈ શકે છે. હાલવા ચાલવામાં પરેશાની, ગોઠણ અને પંજા અકડાઈ જવા પણ ગઠીયાનો સંકેત હોય શકે છે.આંગળીઓમાં કલબિંગ : અકસર ઘણા લોકોના પગની આંગળીઓના આગળના ભાગ પહોળો થઈ જાય છે. જેના કારણે આંગળીઓમાં કલબિંગ કહેવામાં આવે છે. તેને ઘણા લોકો ત્વચા સંબંધી વિકાર સમજીને નજરઅંદાજ કરે છે. પણ વાસ્તવમાં તેનાથી તમારે ગંભીર બીમારીમાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં તમને ફેફસાની કેન્સર, અને આંતરડા સંબંધી રોગનો શિકાર પણ બનાવી દે છે, આથી તેને કોઈ તબીબની સલાહ લઈને નિવારણ કરી લેવું જોઈએ.

પગમાં થતા બદલાવને જરા પણ નજરઅંદાજ ન કરવા જોઈએ. આ તમને કોઈ બીમારીનો શિકાર બનાવી શકે છે. આથી આવા લક્ષણો દેખાતા કોઈ ડોક્ટરની સલાહ જરૂર લેવી. આમ કોઈ પણ બીમારી વિશે આપણું શરીર અગાઉથી કોઈને કોઈ સંકેત જરૂર આપે છે. પણ તેને અવગણના ન કરવી જોઈએ.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment