મિત્રો કોરોના સંકટમાં સામાન્ય માણસની પરેશાનીઓ રોજ વધતી જાય છે. પરંતુ હવે શાકભાજીના પણ ભાવ આસમાને પહોંચ્યા છે, તેના કારણે ઘણા રસોડાના બજેટ પણ બગડી ગયા છે. પરંતુ લગભગ રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીઓમાં બટેટા, ડુંગળી અને ટમેટાની કિંમતમાં પણ વધારો થયો છે. ઘણી જગ્યાઓ પર આ વસ્તુના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. ઉપભોક્તા મંત્રાલય અનુસાર સોમવારના રોજ કોલકત્તામાં ટમેટાના છૂટક કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધીસુધીનો વધારો દર્જ થયો છે.
તેમજ અન્ય શહેરોની વાત કરવામાં આવે તો પણ ટમેટાની કિંમત આસમાન પર પહોંચી છે. ગ્રાહક મંત્રાલય અનુસાર જણાવીએ તો, સોમવારના રોજ દિલ્લીમાં ભાવ 63 રૂપિયા કિલો, મુંબઈ અને પટનામાં 65 રૂપિયે કિલો, લખનૌમાં 70 રૂપિયા કિલો અને ગુરુગ્રામ, શિમલા તથા લુધિયાણામાં 60 રૂપિયા પ્રતિ કિલો ભાવ થઈ ગયો છે.
માત્ર ટમેટા જ નહિ, પરંતુ બટેટા અને ડુંગળીની કિંમતમાં પણ લગાતાર વધારો જોવા મળી રહ્યો છે. બટેટાની વાત કરવામાં આવે તો મોટાભાગની જગ્યાઓ પર તેની કિંમત 35-40 રૂપિયા પ્રતિ કિલો છે. પરંતુ અમુક જગ્યાઓ પર તેની કિંમત 45 રૂપિયા પણ થઈ ગઈ છે. ગ્રાહક મંત્રાલય અનુસાર સોમવારના રોજ દિલ્લીમાં બટેટાના રિટેલ ભાવ 37 રૂપિયા પ્રતિ કિલો, ગુરુગ્રામમાં 35 રૂપિયા પ્રતિ કિલો, શિમલામાં 45 રૂપિયા, લુધિયાણામાં 40 રૂપિયા પ્રતિ કિલો, મુંબઈમાં 44 રૂપિયા પ્રતિ કિલો, પટનામાં 36 રૂપિયા અને કોલકત્તામાં 32 રૂપિયા પ્રતિ કિલો દર્જ કરવામાં આવ્યા છે.બટેટા અને ટમેટાની જેમ ડુંગળીનો પણ એવો જ હાલ છે, ગ્રાહક મંત્રાલય અનુસાર સોમવારના રોજ દિલ્લીમાં ડુંગળીની કિંમત 41 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે, સરકારે ડુંગળીની વધતી કિંમતને જોતા ડુંગળી નિર્યાત પર પ્રતિબંધ પણ લગાવ્યો છે.
વરસાદના કારણે શાકભાજીના માર્કેટમાં શાકભાજીની સપ્લાઈ પ્રભાવિત થઈ રહી છે. તેના કારણે કિંમત લગાતાર વધી રહી છે, આ સિવાય છેલ્લા અમુક દિવસોથી ડિઝલની કિંમતમાં પણ એક તરફી તેજી જોવા મળી રહી છે. તેના કારણે શાકભાજીને માર્કેટ સુધી પહોંચાડવાના ભાવમાં વધારો આવી ગયો છે અને તેની અસર સીધી શાકભાજી પર પણ પડી રહી છે.