ફિલીપિન્સ દેશ કોરોના રોકવા અપનાવશે મુંબઈ ધરાવીનું સફળ મોડેલ, લેશે ભારત જેવા પગલા.

ફિલીપિન્સની સરકારે કોરોના વાયરસને રોકવા માટે મુંબઈના ધારાવી ઝુગ્ગી વિસ્તારનું મોડલ અપનાવશે. ફિલીપિન્સમાં વસ્તી ખુબ જ વધારે છે. તેવી સ્થિતિમાં કોરોના સંક્રમણને રોકવું મુશ્કેલ કામ છે. તેથી ફિલીપિન્સ સરકારે બૃહન્મુંબઈ મહાનગર નિગમ (BMC) નો સંપર્ક કર્યો છે. બૃહન્મુંબઇ નગર નિગમ (BMC) ના કમિશનર ઇકબાલ સિંહ ચહલે જણાવ્યું કે, અમારી પોલિસી છે કે વાયરસનો પીછો કરવો. જેથી તેને સાચા સમયે ખતમ કરી શકાય અથવા કે રોકી શકી શકાય. આજ પોલિસી ફિલીપિન્સ સરકાર પણ લાગુ કરવા માંગે છે. અમે તેની સાથે એક તેમને બ્લ્યૂપ્રિન્ટ શેર કરી છે.

ધારાવી મોડલ ખુબ જ સરળ અને સામાન્ય છે. સૌથી પહેલાં સામાન્ય તપાસ કરાવવો, ગરબડ લાગે તો જ ટેસ્ટ કરાવવો, જેમ સંક્રમણની જાણ થાય તેમ તરત જ ક્વોરન્ટાઇન થઈ જાઓ. ઇકબાલ સિંહ કહે છે કે, આ પોલિસી ધારાવીમાં દરેક લોકોએ માની છે. તેના કારણે હાલ ત્યાં કોરોના સંક્રમણ ખુબ જ કંટ્રોલમાં છે.

ધારાવીના 24 વોર્ડમાં દર્દીઓની સંખ્યા બેગણી થવામાં 86 દિવસનો સમય લાગી રહ્યો છે. એટલે કે કોરોનાકાળમાં છેલ્લા 8 મહિનામાં દર 86 દિવસ પર દર્દીઓની સંખ્યા ડબલ થઈ છે. ધારાવીમાં ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલાં એક દિવસમાં 4 હજાર ટેસ્ટ થાય છે અને હવે 12 હજાર ટેસ્ટ થઈ રહ્યાં છે.ધારાવીમાં સંક્રમણનો દર 0.8 છે, જે સંપૂર્ણ ભારતમાં સૌથી ઓછા દરમાંથી એક છે. અહીં ઠીક થઈ રહેલા દર્દીઓનો દર 81 ટકા છે. કોરોનાની જગ્યાએ મૃત્યુ દર ઘટાડીને 4.8 ટકા થઈ ગયો છે. આ આંકડા જુલાઈ મહિના અનુસાર છે. હજુ ધારાવીના 5388 સિમ્પટોમૈટિક દર્દી હોસ્પિટલમાં દાખલ છે. 17,800 એક્ટિવ દર્દી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 753 કેસ સામે આવ્યા છે.

ફિલીપિન્સની ન્યૂઝ વેબસાઇટ ઇનક્વાયરર અનુસાર, ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, મુંબઈના ધારાવીનું કોરોના મોડલ સારું છે. આ આપણાં ત્યાંની વસ્તીની સારવાર કરવા માટે શ્રેષ્ઠ રહેશે. ધારાવીમાં 2.5 વર્ગ સુધીના વિસ્તારમાં 10 લાખ લોકો રહે છે. એટલે કે 8 થી 10 લોકો પ્રતિ 9 વર્ગ મીટરમાં  રહે છે. અહીં સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવું ખુબ જ મુશ્કિલ છે. તેથી જ ધારાવીનું મોડલ ફિલીપિન્સને પસંદ આવી રહ્યું છે. WHO એ પણ થોડા સમય પહેલાં જ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ધારાવીના મોડલની ચર્ચા કરી હતી તે સાથે બીએમસીએ વખાણ પણ કર્યા હતા.

Leave a Comment