આવી રીતે સમારશો ડુંગળી તો ક્યારેય નહીં આવે આંખમા આંસુ | 90% લોકો નથી જાણતા આ ટેક્નિક ..

હવે ડુંગળી સમારવી નહિ થાય દુખદાયી, આવી રીતે સમારશો તો  નહીં આવે આંખમા આંસુ 

મિત્રો તમે ઘણી વખત ડુંગળી સમારતા હશો તેમજ ઘણા લોકોને ડુંગળી સમારતા જોયા પણ હશે, અને તમે જોયું હશે કે તેઓની આંખમાં પાણી આવી જાય છે. કારણ કે ડુંગળી સમાંરવાથી આંખમાં જલન થાય અને અને આંખ બળવા લાગે છે. પણ જો ડુંગળી ને આ રીતે સમારવા આવે તો આંખમાં જલન નહિ થાય અને આંખ બળશે પણ નહિ.

સલાડથી લઈને શાકભાજી સુધી ડુંગળી ની શાન રહેલી છે. દરેક પ્રકારની વાનગીમાં ડુંગળી નો  ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આને સમારવું ખૂબ મુશ્કેલ છે. હસમુખ ચહેરો પણ ડુંગળી સમારતી વખતે આસુંથી ભરાય જાય છે. આવામાં આવું કામ કરવાથી લોકો પીછેહઠ કરે છે. પરંતુ આના વગર જમવાનું બનાવવું પણ મુશકેલ છે. આવામાં અમે તમને ડુંગળી સમારવાની અને છોલવાની એકદમ પરફેક્ટ રીત બતાવીએ છીયે. 

1) ડુંગળી સમારતી વખતે આખોમાં આસું આવે એ સ્વાભાવિક છે. આવું એટલા માટે થાય છે કે આને સમારતી વખતે આમાથી એંજાઈમ નીકળે છે. આ લિક્વિટને લીધે જ આંખમાં આસું આવે છે. પરંતુ આનાથી બચવા એક સારો ઉપાય છે. 


2) ડુંગળી સમારતી વખતે આને ફ્રિજરમાં છાલ સહીત 10 થી 15 મિનિટ માટે રેહવા દો. આનાથી ડુંગળીમાં એંજાઈમનું પ્રમાણ ઓછું થઈ જાય છે. અને સમારતી વખતે વધારે જલન નથી થતી.

3) પ્રયત્ન કરવું કે ડુંગળી હમેશા તેજ ધાર વાળા ચાકુથી જ સમારવી. આનાથી આ જલ્દી કપાય જશે. સાથે ધ્યાન રાખવું કે ડુંગળી ક્યારેય માથાથી નહિ સમારવી. તેને હમેશા ડુંગળીને જડથી સમારવી.  

4) તમે ઈચ્છો તો તમારા ચાકુ પર લીંબુનો રસ પણ લગાવી શકો છો. આનાથી પણ ડુંગળી સમારતી વખતે  આંખોમાં પાણી નહિ આવે. ડુંગળીની છાલ ઉતારીને આને ઠંડા પાણીમાં થોડો સમય પલાળી રાખો અને અડધો કલાક પછી સમાંરવાથી આંખોમાં જલન કે આસું નહિ આવે. 

5) ડુંગળી સમારતી વખતે સીટી વગડવા માં આવે તો પણ આંખોમાં જલન નહિ થાય. કારણકે સીટી વગાડવાથી મોમાથી હવા નીકળે છે. જેનાથી એંજાઈમ આંખો સૂધી નહિ પહોચે અને આંખોમા આસું નહિ આવે. 

6) તમે જે જ્ગ્યાએ ડુંગળી સમારો છો ત્યાં મીણબતી  સળગાવી દેવી. આવું કરવાથી ડુંગળી માથી ગૈસ મીણબતી ની બાજુ જતી રહે છે. અને આંખો સુધી નથી પહોચતી. 

7) ડુંગળી સમારતી વખતે મોમાં બ્રેડનો ટુકડો રાખી લેવું. આને ચાવવાથી આંખોમાથી આસું નહિ આવે. ડુંગળીને થોડી વાર તડકામાં અથવા હવામાં રાખીને સમાંરવાથી આંસુ નહિ આવે. તમે ડુંગળીને છોલીને થોડો સમય વિનેગર અને પાણીના મિશ્રણમાં ડુબાડી રાખો અને પછી ડુંગળી સમાંરવાથી  આંખમાં આસું નહિ આવે

8) ડુંગળી સમારવાની દરેક રીત અલગ અલગ હોય છે. પરંતુ ડુંગળી સમારતી વખતે સૌથી  સારી રીત એ છે કે આપણે સૌથી પેહલા ડુંગળીને ઉપરના  ભાગથી સમારવી જોઈએ. ઉપરના ભાગને કાપ્યા પછી સમાંરવાથી ડુંગળી સમારવું સરળ થઈ જાય છે. 

9) ડુંગળી સમારતી વખતે તમે નાકની જ્ગ્યાએ મોથી સાંસ લેવાનું રાખો અને આવા સમયે જીભને થોડી બહાર કાઢવી. આમ કરવાથી ડુંગળી સમારતી વખતે આંખોમાથી આંસુ  નહીં આવે. આમ ડુંગળી સમારતી વખતે ઉપર આપેલી માહિતીને પ્રમાણે કરવામાં આવે તો આંખોમાથી આંસુ નહિ આવે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment