ઘરમાં જ પાણી વગર આ રીતે સ્વિમિંગ કરતી નજર આવી આ મહિલા…

હાલ વૈશ્વિક મહામારીના કારણે બધા જ લોકો પોતાના ઘરની અંદર બંધ છે. તેના કારણે દુનિયાના લગભગ બધા વ્યવહારો બંધ થઇ ગયા છે. લોકડાઉનના કારણે કોઈ ખેલાડી તેની પ્રેક્ટિસ માટે પણ ઘરની બહાર નથી જઈ શકતા. તો ઘણા લોકો જીમમાં પણ જતા હતા, પરંતુ લોકડાઉનના હિસાબે જીમો પણ બંધ જોવા મળે છે. તેના કારણે લોકો પોતાના ઘરમાં જ વર્ક આઉટ કરતા જોવા મળે છે. તો ઘણા એવા પણ લોકો છે જે જુના વિડીયો જોઇને પણ તેનો સમય પસાર કરી રહ્યા છે.

તો આવી સ્થિતિમાં રૂસની એક સ્વિમર યુલિયા એફિમોવાએ સ્વિમિંગ માટેની એક ખુબ જ અલગ રીતે શોધી કાઢી છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સ્વિમર દ્વારા જે કરવામાં આવ્યું છે એ જોઇને કોઈ પણ ચોંકી જાય. આપણે બધા જ જાણીએ છીએ કે પાણી હોય તો તેમાં સ્વિમિંગ કરી શકીએ, પરંતુ પાણી જ ન હોય તો કેવી રીતે સ્વિમિંગ થાય ? પરંતુ યુલિયાએ કોઈ કોઈ પણ સ્વિમિંગ પુલ વગર જ ઘરમાં સ્વિમિંગ કરી રહી છે. જેનો વિડીયો પણ વાયરસ થયો છે. તો ચાલો જાણીએ કેવી રીતે યુલિયા કરી રહી છે સ્વિમિંગ. 

https://www.instagram.com/tv/B-wIb5_Jdea/?utm_source=ig_embed

મિત્રો તમને જણાવી દઈએ કે યુલિયા એફિમોવા એક પ્રોફેશનલ સ્વિમર છે અને લોકડાઉનના કારણે સ્વિમિંગ પુલ પણ બંધ છે તો એ પાણી વગર જ સ્વિમિંગ કરી રહી છે. 

સોશિયલ મીડિયા પર વિડીયો કર્યો વાયરલ : તેમણે આ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો હતો. તે એક ડેસ્ક પર પોતાના બંને પગને રાખે છે, પાછળથી એક વ્યક્તિએ તેના પગ પકડે છે. ત્યાર બાદ કમરથી ઉપરના ભાગને ઉપર ઉઠાવીને તે હવામાં તરવાની કોશિશ કરે છે. એટલું જ નહિ આ વિડીયોમાં તે ઉલટી રીતે પણ સ્વિમિંગ કરતી જોવા મળે છે. 


તમને જણાવી દઈએ કે યુલિયાએ રિયો ઓલમ્પિકમાં બે સિલ્વર મેડલ હાંસિલ કર્યા હતા. યુલિયા એફિમોવાએ અમુક અન્ય પણ એકસરસાઈઝ કરી છે, તે લોકડાઉનમાં પણ સ્વિમિંગની પ્રેક્ટિસ કરી રહી છે. હાલ તેનો સોશિયલ મીડિયામાં આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

Leave a Comment