ગેસ સીલીન્ડરને લઈને થઈ શકે છે મોટું એલાન ! જેની સીધી અસર પડશે આપણી રોજિંદા જિંદગી પર….

મિત્રો તમે જાણો છો તેમ હાલ રસોઈ ગેસનો ભાવ દિવસે દિવસે વધી રહ્યો છે. જેમ છેલ્લા અઠવાડિયામાં જ 100 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. આમ જો અવિરત રીતે રસોઈ ગેસમાં ભાવ વધારો થતો રહેશે, તો ગરીબ તેમજ મધ્યમવર્ગીય લોકો માટે સામાન્ય જીવન જીવવું પણ ભારે મુશ્કેલ થઈ જશે. એવામાં હવે એમ સમાચાર આવી રહ્યા છે કે, તેલ કંપનીઓ રસોઈ ગેસને લઈને કોઈ મોટું એલાન કરી શકે છે. ચાલો તો આ આશંકા અંગે વધુ વિગતે જાણી લઈએ.

આમ જોઈએ તો હવે નવા વર્ષને શરૂ થતા એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય રહ્યો છે. અને 2021 ની શરૂઆત સાથે જ આપણા બધાની જિંદગીમાં ઘણો મોટો બદલાવ આવવાનો છે. તેમાંથી ઘણા બદલાવ આવા પણ છે. જેની સીધી અસર આપણી રોજિંદા જિંદગી પર પડશે. જાણવા મળતી વિગત મુજબ, રસોઈ ગેસ રીતે વાપરતા ગેસ સીલીન્ડરને લઈને ઘણા ફેરફાર થઈ શકે છે. એવી સંભાવના છે કે, હવે એલપીજી સીલીન્ડરના ભાવમાં દરેક અઠવાડિયે રીવાઈજ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનામાં બે વખતમાં 100 રૂપિયાનો વધારો થઈ ચુક્યો છે.

ડિસેમ્બરમાં બે વખત વધ્યો એલપીજી ગેસનો ભાવ : ડિસેમ્બરમાં એલપીજીની કિંમતમાં બે વખત ડિવાઈજ કરવામાં આવ્યા છે. પહેલી વખત 1 ડિસેમ્બરે અને બીજી વખત 15 ડિસેમ્બરે ભાવ વધારો થયો છે. પહેલા પખવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના દામ અને ફોરેન એક્સચેન્જ રેટના આધારે કરવામાં આવતો હતો. જો કે ઘણા રિપોર્ટ અનુસાર એમ જાણવા મળ્યું છે કે, કંપનીઓ હવે એલપીજી સીલીન્ડરના ભાવમાં અઠવાડિયે રીવાઈજ કરવાનું વિચારી રહી છે. અત્યાર સુધી તો ગ્રાહક પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થતા બદલાવમાં સમજી ગયા હતા. એવામાં પહેલાની તુલનામાં ઓછી અવધિમાં એલપીજીની કિંમતોને રીવાઈજ કરવાથી જોઈ સમસ્યા નહિ થાય. જો હજી સુધી આ અંગે કોઈ અધિકારીક જાણકારી સામે નથી આવી.આ સિવાય તમને જણાવી દઈએ કે, એલપીજી સીલીન્ડરના ભાવને ઓછા સમયમાં રીવાઈજ કરવાનું કારણ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિદિન ફેરફાર કરવા જેવું છે. તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે. વાસ્તવમાં વૈશ્વિક બજારમાં પેટ્રોલીયમ ઉત્પાદનોના ભાવ પ્રતિદિન બદલાતો રહે છે.

આ જ કારણ છે કે, તેલ કંપનીઓ હવે ગેસ સીલીન્ડરના ભાવમાં પણ પ્રતિદિનના આધારે ફેરફાર કરવાનું વિચારી રહી છે. આમ કરવાથી આ કંપનીઓને સરેરાશ કિંમત નક્કી કરવામાં મદદ મળશે અને મોટા નુકસાનથી બચી શકશે. વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવાથી આ કંપનીઓને ઘણું નુકસાન સહેવું પડે છે.એલપીજી સીલીન્ડરના વર્તમાન ભાવ : જાણવા મળતી માહિતી અનુસાર એમ જાણવા મળે છે કે, વર્તમાનમાં રાજધાનીની દિલ્હીમાં ગેર-સબસિડી વાળા 14.2 કિલોગ્રામ એલપીજી સીલીન્ડરનો ભાવ 694 રૂપિયા પાર્ટી સીલીન્ડર છે. મુંબઈમાં પણ આ જ ભાવ છે. કોલકાતામાં 720.50 રૂપિયા અને ચેન્નાઈમાં 710 રૂપિયા પ્રતિ સીલીન્ડર છે. એલપીજી સીલીન્ડરની કિંમતમાં આ વધારો 15 ડિસેમ્બર 2020 થી લાગુ થયો છે. 5 કિલોગ્રામ વાળા ગેસ સીલીન્ડરના ભાવમાં પણ 18 રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે 19 કિલોગ્રામ વાળા કોર્મશિયલ એલપીજી ગેસ-સીલીન્ડર ના ભાવમાં 36.50 રૂપિયા પ્રતિ સીલીન્ડર જેટલો વધારો થયો છે. કેન્દ્ર સરકાર આખા વર્ષ દરમિયાન સબસીડી વાળા 12 ગેસ સીલીન્ડર આપે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment