ઈંડા નોનવેજની દુકાનો અને લારીઓ વાળની હવે ખેર નથી, આવી જગ્યાઓએ નહિ મળે નોનવેજ અને ઈંડાના ફૂડ…

મિત્રો આપણે જાણીએ છીએ કે આજકાલ લોકો પોતાના ખાનપાન’ને લઈને ખુબ જ છૂટ લઈ રહ્યા છે. પરંતુ હાલમાં જ ગુજરાતના મહાનગરોમાં ખાનપાનની લારીઓને લઈને ખુબ જ આકારો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નોનવેજની લારીઓને હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, ભાવનગર, વડોદરા, જુનાગઢ અને રાજકોટ મહાનગરપાલિકા એ આ નિર્દેશ જારી કર્યો છે.

આ પાંચ મુખ્ય શહેરોમાં ધાર્મિક સ્થળો અને મુખ્ય માર્ગો પર જે નોનવેજ લારીઓ અને દુકાનો હશે તેને હટાવી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે અમદાવાદમાં શાળા, કોલેજ, કોમ્યુનિટી હોય હોય અથવા અમુક એવા જાહેર સ્થળો હોય ત્યાંથી લારી હટાવી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જેનો અમલ ખુબ જ કડકાઈ સાથે કરવામાં આવશે.

પહેલા રાજકોટ અને ત્યાર બાદ વડોદરાની મહાનગરપાલિકા એ પણ આ નિર્ણય લીધો હતો. વડોદરા પાલિકાના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે પણ નોનવેજની લારીઓ અને દુકાનોને હટાવવાનો નિર્ણય લીધો હતો. જેમાં જારી કરવામાં આવ્યું કે, માસ, મટન કે મચ્છીનું વેંચાણ જાહેરમાં દેખાય એ રીતે કરી શકાશે નહિ. જે તે સંચાલકે લારી કે દુકાનને ઢાંકીને પોતાનો ધંધો કરવો પડશે. તેમજ આ નિયમને લઈને મચ્છીપીઠના વેપારીઓ દ્વારા પોતાની પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે સેવાસદનના આ નિર્ણયનું પાલન કરવા માટે અમે રાજી છીએ.

પરંતુ જો નોનવેજ વાનગીઓ દેખાય નહિ, તો ગ્રાહકો આકર્ષાય નહિ અને કોઈ આવે નહિ. આ ધંધાથી એક વિસ્તારના લગભગ 200 લોકોની રોજી છે અને જેના કારણે શહેરના હજારો પરિવાર આ ધંધા પર આધાર રાખે છે. વેપારીઓ સાથે કહેવામાં આવ્યું કે, પાલિકાના હોકર્સ ઝોનનો નિર્ણય સ્વીકાર્ય નથી. કેમ કે તેમને લારીઓનું કે દુકાનોનું સ્થળાંતર કરવું પડશે.

મિત્રો એક કાર્યક્રમમાં આવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખુબ જ કડક શબ્દોમાં આદેશ આપ્યો હતો કે, નોનવેજ હોય કે વેજ ફૂટપાથ કે રોડ પર દબાણ કરવું એ લેન્ડ ગ્રેબિંગ છે. માટે પોલીસ પણ તેને લઈને કડક અમલ કરે. તેમજ આગામી સમયમાં લારીઓ કે ગલ્લા ધારકો કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા જવાના છે. તેના પગલે જોવાનું રહેશે કે, આ નિયમોનું અમલ કરવામાં આવશે કે વિરોધ થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment