અજમાવો ઋષિમુનીઓ વખતની આ ટેકનીક… 8 કલાકની ઊંઘ પૂરી થઈ જશે ફક્ત 4 જ કલાકમાં… ઓછા સમયમાં આવશે વધુ ઊંઘ…

આજે આપણે જોઈએ છીએ કે, લોકો સમયના અભાવે નિંદર પણ પૂરી નથી કરી શકતા. તેમજ કામનો બોજ એટલો વધી ગયો છે કે, જેના કારણે નિંદર પૂરી નથી થતી. જો તમારે પણ નિંદર પૂરી નથી થતી તો તમે અહી આપેલ ટેકનીકનો ઉપયોગ કરી શકો છો.

આજના સમયમાં તણાવ અને ભાગમભાગ દરેકના જીવનનો હિસ્સો બની ગયું છે. તણાવ ભરી દિનચર્યાને કારણે લોકો ઘણા પ્રકારની માનસિક સમસ્યાઓનો શિકાર થઈ રહ્યા છે અને તેના કારણે લોકોની નિંદર પર ખરાબ અસર પડે છે. બધા લોકો એવા પણ છે જે સમયના અભાવને કારણે પૂરતી ઊંઘ લઈ શકતા નથી અને તેના કારણે તેઓને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેવામાં જો તમે 8 કલાકની ઊંઘ 4 કલાકમાં પૂરી કરવા માંગો છો તો તમે નોન સ્લીપ ડીપ રેસ્ટ, એટલે કે NSDR ની મદદ લઈ શકો છો.

આ એક એવી ટેકનીક છે, જે તમને ઓછા સમયમાં સરખી રીતે રિલેક્સ કરવામાં ફાયદો પહોંચાડે છે. થોડા સમય પહેલા ગુગલના CEO સુંદર પિચાઈએ પણ તેના વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે, તેઓ પણ પોતાની ઊંઘ પૂરી કરવા માટે અને રિલેક્સ કરવા માટે આ ટેકનિકની મદદ લે છે. તમે સાંભળ્યુ હશે કે, જૂના જમાનમાં ઋષિમુનિઓ ઘણા દિવસો સુધી સૂતા વગર રહી શકતા હતા. તેમના વિશે કહેવામાં આવે છે કે, તેઓ પણ આ ટેકનીકની મદદથી તેમના શરીરને આરામ આપતા હતા. તો આવો વિસ્તારથી જાણીએ નોન સ્લીપ ડીપ રેસ્ટ ટેકનીક વિશે.

શું છે નોન સ્લીપ ડીપ રેસ્ટ ટેકનીક ? : વાસ્તવમાં નોન સ્લીપ ડીપ રેસ્ટ ટેકનીક એક પ્રકારની ધ્યાનની પ્રક્રિયા છે જેમાં સૂઈને ધ્યાન લગાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ ટેકનીકની મદદથી તમે જાગૃત અવસ્થામાં પણ સુવાની પ્રેક્ટિસ કરી શકો છો. લગભગ 20 થી 30 મિનિટ સુધી આ પ્રક્રિયામાં ધ્યાન લગાડવામાં આવે છે. તેની મદદથી તમને તણાવ માંથી મુક્તિ મેળવવામાં મદદ મળે છે અને જલ્દી સારી ઊંઘ પણ આવે છે.

તેની એકધારી પ્રેકટિસથી તમે 8 કલાકની ઊંઘ ફક્ત 4 જ કલાકમાં પૂરી કરી શકો છો. પતંજલિ યોગસૂત્રમાં પણ તેના વિશે જણાવવામાં આવ્યું છે. યોગ વિજ્ઞાનની ભાષામાં તેને યોગ વિજ્ઞાનના નામથી ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે, મહાભારત કાળમાં ધનુર્ધારી અર્જુન પણ તેનો ઉપયોગ કરતાં હતા. સ્ટૈનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિક ડો. એંડ્રયુ હ્યુબરમેને આ ટેકનીક વિશે દુનિયાને જણાવ્યું છે.

કેવી રીતે કરવામાં આવે છે નોન સ્લીપ ડીપ રેસ્ટ ? : આપણા મગજમાં રહેલ ન્યૂરોન અલગ અલગ પ્રકારની તરંગો ઉત્પન્ન કરે છે. આ તરંગોમાંથી જે આલ્ફા તરંગ નીકળે છે તે આપણને ખુશ રાખવામાં મદદ કરે છે. યોગ અને મેડિટેશનની મદદથી તમે મગજમાં આલ્ફા વેવની એક્ટિવિટી વધારી શકો છો. દિલ્લીના મશહૂર પલ્મોનોલોજિસ્ટ ડો. આર. કે. ચાવલા કહે છે કે, જ્યારે તમારું મગજ ખુબ વધારે તણાવમાં હોય છે તો એવા મગજમાં આલ્ફા તરંગોની એક્ટિવિટી વધારવા માટે તમે NSDR ની મદદ લઈ શકો છો. જો કે તેનો અભ્યાસ અલગ અલગ એક્સપર્ટ અલગ અલગ પ્રકારે કરે છે. તેના અલગ અલગ વેરીએશન પણ છે પરંતુ તમે આ સ્ટેપ્સ ફોલો કરીને NSDR નો અભ્યાસ કરી શકો છો.

ટેકનીક : સૌથી પહેલા તમે શાંત અને ઓછા પ્રકાશ વાળી જગ્યાએ જાઓ, હવે તમને પીઠના બળે સૂઈ જાવ અને આખું શરીર ઢીલું મૂકી દો, આ દરમિયાન તમારી હથેળીઓ ખોલીને આકાશ તરફ રાખો, હવે ઊંડા શ્વાસ લેતા લેતા તમારા જમણા પંજા પર ધ્યાન લગાડો અને ત્યાર બાદ પંજાથી લઈને માથા સુધી આવતા બધા જ અંગો પર નજર નાખતા ધ્યાન લગાડો. આ દરમિયાન શ્વાસ સામાન્ય રૂપથી અંદર બહાર કરવો, ત્યાર બાદ શરીરને એકદમ ઢીલું છોડી દો અને ધ્યાનની પ્રક્રિયામાં રહો, થોડા સમય પછી તમને સરળતાથી ઊંઘ આવી જાય છે.

નિયમિત રૂપથી થોડા દિવસો સુધી આનો અભ્યાસ કરવાથી સારી ઊંઘ અને શરીરને રિલેક્સ કરવામાં ફાયદો મળે છે. ગુગલના સીઇઓ સુંદર પિચાઈએ પણ તેના વિશે એક ઇન્ટરવ્યુમાં વાત કરતાં જણાવ્યું હતું કે આ પ્રક્રિયાને તેઓ પોતાના શરીરને રિલેક્સ કરવા માટે ઉપયોગમાં લે છે. આજકાલની ભાગદોડ વાળી જિંદગીમાં તણાવ ઘટાડવા માટે અને શરીને આરામ પહોંચાડવા માટે આ ખુબ જ ઉપયોગી ટેકનીક સાબિત થઈ શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment