રાત્રે મોં ખુલ્લું રાખીને સુવાની ટેવથી તમારી હેલ્થને થાય છે મોટો ખતરો, આ અંગોને થશે નુકશાન…

આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકોને એવી આદતો હોય છે, જેને સામાન્ય માનવામાં આવે છે. પરંતુ એ સામાન્ય આદતો ઘણી વાર આપણને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. ઘણા લોકોને રાત્રે ઊંઘમાં આંખ ખુલી રાખીને સુવાની ટેવ હોય છે, ઊંઘમાં ચાલવાની આદત હોય છે, બોલવાની આદત હોય છે, તેમજ એક આદત હોય છે ઊંઘમાં મોં ખુલ્લું રાખીને સુવાની આદત.

સામાન્ય રીતે ઘણા લોકોને મોં ખુલ્લું રાખીને સુવાની આદત હોય છે અને મોં ખોલીને સુવું એ સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે, તેમજ કેટલીક અન્ય સમસ્યાઓ પણ થાય છે. આ ઉપરાંત આપણે અન્ય બાબતો વિશે જાણીશું. તો ચાલો જાણીએ મોં ખુલ્લું રાખીને સુવાથી શું થાય અને સારી ઊંઘ અને આરામ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય.

સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ અને સારી ઊંઘ માટે સાચી રીતે સુવું ખુબ જરૂરી છે. સારા સ્વાસ્થ્ય માટે 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. પરંતુ 8 કલાકની ઊંઘ લેવી ત્યાં સુધી જ સીમિત નથી, સુવાની રીત પણ આપણા સ્વાસ્થ્ય પર અસર પડે છે. કારણ કે ઊંઘના સમયે શરીર પોતાને  રિપેર કરે છે અને માંસપેશીઓનો વિકાસ કરે છે.

ખોટી રીતે સુવાથી શરીરમાં દર્દ અને થાકનું કારણ બને છે. કેટલીક મહિલાઓ મોં ખોલીને સુવે છે. મોં ખુલ્લું રાખીને ઘણા સુવે છે અને મોં ખુલ્લું રાખીને સુવું એ સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે અને ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. તમારું મોં ખુલ્લું રાખીને સૂવાનું  કારણ તમને ખબર હોવી જોઈએ, કારણ કે જલ્દીથી તેનો ઈલાજ કરાવી શકો. તો ચાલો જાણીએ શું છે આ સમસ્યા….

દાંત માટે નુકસાનકારક : મોં ખોલીને સુવું તમારા દાંતને નુકશાન પહોંચાડે છે. જી હા મિત્રો, જો તમને પણ મોં ખુલ્લું રાખીને સુવાની ટેવ હોય તો સાવધાન થઈ જાવ. આ તમારા દાંત માટે ઘાતક સાબિત થઈ શકે છે. એક શોધના તારણ મુજબ મોં ખુલ્લું રાખીને સુવાથી મોં માં એસિડનું લેવલ વધી જાય છે અને દાંત તૂટવાનું કારણ બને છે. ડ્રાયનેસ આવવાના કારણે મોં માં બેક્ટેરિયા નાશ કરવાની તેમજ એસિડને જાળવી રાખવાની કુદરતી ક્ષમતા ગુમાવવી પડે છે. સુતા પહેલા કાર્બોનેટેડ પીણાં પીવા જેટલું નુકશાનકારક માનવામાં આવે છે.

શ્વાસ માંથી દુર્ગંધ આવવી :

જો તમને મોં ખોલીને સુવાની ટેવ છે તો તમારા મોં માંથી દુર્ગંધ આવવી સ્વાભાવિક છે. ખરેખર મોં ખોલીને સુવાથી મોં માં ડ્રાયનેસ થવા લાગે છે. એવામાં મોં ની લાળ સુકાય જાય દુર્ગંધ છે  જેના કારણે મોં માંથી વધારે દુર્ગંધ આવે છે. શ્વાસની દુર્ગંધને હૈલીટોસીસ પણ કહેવામાં આવે છે અને સ્લાઈવાની ઉણપના લીધે પણ થાય છે. મોં માં હવાનો રસ્તો મોં ને સાફ કરતા રોકે છે.આખો દિવસ થાક અનુભવવો : જો રાત્રે મોં ખુલ્લું રાખીને સૂવો છો, તો તમારા ફેફસામાં ઓક્સિજનનું સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે. ફેફસાંમાં ઓછું ઓક્સિજન થકાવટ અને નબળાઈનું કારણ બને છે. જો તમે આવી રીતે મોં ખોલીને સુવો છો, તો આખો દિવસ થાકનો અનુભવ કરશો.

ફાટેલા અને સૂકાયેલા હોઠ : મોં ખુલ્લું રાખીને સુવાથી હોઠ ફાટી અને સુકાય જાય છે. જો તમે મોં ખોલીને સૂવો છો તો તમારા મોં માં લાળ સુકાય જાય છે અને તમારા હોઠ ફાટી જાય છે. સુતા સમયે મોં ખોલીને  સુવાથી મોં માંથી પાણી નીકળે છે જે તમારા ભીના હોઠને સુકવે છે જેનાથી હોઠ સુકાવા લાગે છે.

જો તમે પણ મોં ખુલ્લું રાખીને સૂવો છો, તો ધ્યાન રાખો આથી ભવિષ્યમાં થનારી સમસ્યાથી બચી જશો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment