આયુર્વેદિક વસ્તુઓનો 120 ઉંદર પર પ્રયોગ.. મળ્યું આવું રીઝલ્ટ

ભારતમાં હાલ લગભગ 14% જેટલા લોકો ડાયાબિટીસના રોગથી પીડાય રહ્યા છે. ડાયાબિટીસને રોકવા માટે અત્યાર સુધી ઘણા બધા સંશોધનો કરવામાં આવ્યા, તેની કેવી રીતે કાળજી રાખવી તેની પણ ઘણી બધી સલાહો આપવામાં આવે છે. પરંતુ ડાયાબિટીસનો સચોટ ઉપાય લગભગ કોઈ પાસે નથી મળતો. આ રોગને નિયંત્રણ કરી શકીએ પરંતુ તેને સંપૂર્ણ ખતમ કરવો તે શક્ય નથી. પરંતુ હાલમાં જ એક સૌરાષ્ટ્રના પ્રોફેસર દ્વારા નવું સંશોધન કરવામાં આવ્યું છે. જે ડાયાબિટીસમાં ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. તો જાણો કોણ છે એ વ્યક્તિ અને કેવી રીતે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય.

મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર છે જેનું નામ છે ડો. દેવેન્દ્ર વૈષ્ણવ, તે ફાર્મસી ભવનના એક યુવા પ્રોફેસર છે. તેણે GTU ના કુલપતિ ડો. નવીન શેઠના માર્ગદર્શન અનુસાર સતત સાત વર્ષ સુધી ડાયાબિટીસના અલગ અલગ પ્રકાર અને કેવી રીતે ડાયાબિટીસને નિયંત્રણ કરવો તેના પર સંશોધન કર્યું છે. જેમાં એવું તેમણે શોધ્યું છે કે, આપણી આસપાસ જ એવી વનસ્પતિ છે જેનાથી આપણે ડાયાબિટીસના રોગને નિયંત્રણ કરી શકાય છે. જેમાં લીમડાના પાન, મેથી, ઉંબરાની છાલ, હળદર, આદુ, ધાણા, કરેલા, લસણ જેવી વસ્તુનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઉંબરાની છાલના સત્વો ખુબ જ ઉપયોગી થાય છે. ઉંબરાની છાલ હૃદય અને કિડનીનું પણ રક્ષણ કરે છે. જો ગંભીર કેસ ન હોય તો રીપોર્ટ કરવાની પણ જરૂર નથી પડતી. આ સંશોધન ડો. દેવેન્દ્ર વૈષ્ણવે ઉંદરો પર કર્યું હતું. તેમણે 120 ઉંદર પર આ સંશોધન કર્યું અને તેવો સફળ પણ રહ્યા. આ પ્રયોગને લઈને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા 21 લાખ રૂપિયાનું અનુદાન પણ મળ્યું. પરંતુ ડો. વૈષ્ણવ હજુ વિવિધ વનસ્પતિઓ પર નવા સંશોધન કરશે અને ડાયાબિટીસની ઉપર અસર કરે તેવી દવા શોધી કાઢશે.

આપણને આશ્વર્ય થાય કે શા માટે ઉંદર પર જ આ પ્રક્રિયા કરવામાં આવી ? તો તમને જણાવી દઈએ કે માણસ અને ઉંદરની જીવ પ્રક્રિયા એક સમાન હોય છે. જો ઉંદરને સ્ટ્રેપટોઝોટોસીન રસાયણની ઈન્જેકશન આપવામાં આવે તો, માત્ર 24 કલાકમાં જ તેના શરીરમાં ડાયાબિટીસ થઇ જાય છે. પરંતુ આ રીતે ડાયાબિટીસ કર્યા બાદ ઉંદરને લગભગ 3 મહિના સુધી સતત ઉંબરાની છાલનો અર્ક દવા સ્વરૂપે આપવામાં આવ્યો. તેમાં જાણવા મળ્યું કે ઉંબરાની છાલ ડાયાબિટીસ, કિડની અને હૃદયના જોખમને ટાળી શકે છે. અને તેને નિયંત્રણમાં પણ લાવી શકે છે.  આ રીતે વનસ્પતિનો ઉપયોગ કરી શકો :
મિત્રો ઉંબરાની છાલનો પાવડર બનાવી લેવાનો અને રોજ સવારે એક ચમચી પાણી સાથે લઇ લેવાનો. ત્યાર બાદ આદુનો રસ પણ તમે સવારે એક ચમચી પિય શકો છો. મેથીના 7 થી 10 દાણાનું સેવન પણ તમે સવારે કરી શકો. સવારે અને સાંજે એક ચમચી હળદરનો પાવડર પણ પિય શકો. પરંતુ મિત્રો સવારે જો કારેલાના જ્યુસનો નાનો કપ પીવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે. આ બધા ઉપાય માંથી કોઈ પણ એક જ ઉપાય તમે કરી શકો. બધાને એક સાથે ટ્રાય ન કરવા.

Leave a Comment