મિત્રો આજે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખુબ જ જાગૃત બન્યા છે. તેનું કારણ છે કે, કોરોના એ લોકોને જે સ્થિતિ દેખાડી તેમાં તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે તમારી ઇમ્યુનિટી મજબુત હોવી જોઈએ. આથી જ લોકો આજે ક્યાં ખોરાકનું સેવન કરવાથી શરીરને વધુ લાભ મળે છે. તેમજ શરીર ફીટ રાખવામાં મદદ મળે છે. આજે આપણે મશરૂમના ફાયદાઓ વિશે વાત કરીશું.
મશરૂમમાં વિટામીન ડી, પ્રોટીન, ફાઈબર અને વિટામીન બી જેવા પોષક તત્વોનો ભંડાર હોય છે. તે ઈમ્યુન સિસ્ટમ માટે ખુબ જ ફાયદાકારક છે. આ મશરૂમને ખાવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની માત્રા પણ વધે છે. મશરૂમમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ આપણને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. આ એક નેચરલ એન્ટી બાયોટીક છે, જે માઈક્રોબીયલ અને અન્ય ફંગલ સંક્રમણને ઠીક કરવામાં મદદ કરે છે.
મશરૂમનું શાક બ્લડ પ્રેશર જેવી બીમારીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કાર્બોહાઈડ્રેટની પર્યાપ્ત માત્રા હોવાના કારણે તે કબજિયાત, અપચો, અતિ અમ્લીયતા સહિત પેટની વિભિન્ન વિકારોને દૂર કરે છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલ અને બદલ ગ્લુકોઝના અવશોષણનું કામ કરે છે. મશરૂમ એ વધુ જ આપે છે, જે ડાયાબિટીસના રોગીને જોઈએ છે.
તેમાં વિટામીન, મિનરલ અને ફાઈબર હોય છે. તેમાં ફેટ, કાર્બોહાઈડ્રેટ અને શુગર પણ નથી હોતું, જે ડાયાબિટીસના રોગી માટે ખતરનાક હોય છે. તેમાં લીન પ્રોટીન હોય છે, જે વજન ઘટાડવામાં ખુબ કારગર છે. વજન ઓછું કરવા માંગતા લોકોને પ્રોટીન ડાયટ પર રહેવાનું કહેવામાં આવે છે. જેમાં મશરૂમ ખાવું ખુબ જ ફાયદાકારક છે.
મશરૂમમાં આયરન ઓછા પ્રમાણમાં મળે છે, પરંતુ તે લોહીમાં હીમોગ્લોબીનના સ્તરને બનાવી રાખે છે. તેમાં ફોલિક એસિડ પણ હોય છે, જે માત્ર માંસાહારી ખાદ્ય પદાર્થમાં મળે છે. એવું માનવામાં આવે છે કે, મશરૂમમાં ભરપુર માત્રામાં વિટામીન બી-12 હોય છે. પ્રતિ 100 ગ્રામ મશરૂમમાં લગભગ 206 આઈયુ વિટામીન ડી2 હોય છે. વિટામીન ડીની મદદથી શરીરમાં કેલ્શિયમનું નિર્માણ થાય છે અને કેલ્શિયમ હાડકાઓ માટે આવશ્યક છે.
ઓક્સીડેટીવ સ્ટ્રેસથી હૃદય રોગ, પાર્કીસંસ રોગ ડાયાબિટીસનો ખતરો રહે છે. તેનાથી બચવા માટે એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર વસ્તુઓ ખાવી જોઈએ. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, મશરૂમમાં ઓક્સીડેટીવ સ્ટ્રેસની ક્ષમતા હોય છે.
કાર્બન ટેટ્રાકલોરાઈડ એક એવું યોગિક છે જેને કેન્દ્રીય તંત્રિકા તંત્ર અને કિડની રોગોથી જોડવામાં આવે છે. આ યોગિક લીવરને પણ નુકશાન કરે છે. આ મશરૂમને ખાવાથી લીવરને સ્વસ્થ રાખી શકાય છે. મશરૂમમાં લીવરની સુરક્ષા કરવાનું તત્વ હોય છે.
કાર્બન ટેટ્રાક્લોરાઈડ એક એવું યોગિક છે જેનાથી લીવરને સ્વસ્થ રાખી શકાય છે. આમ તમે મશરૂમનું સેવન કરીને ઘણા સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી