શિયાળામાં માંસપેશીઓના દુખાવા માટે અપનાવો આ સરળ, સચોટ ઘરેલુ ઉપચાર, એક જ વાર લગાવો હંમેશા માટે મળી જશે છુટકારો…

મિત્રો આપણા સ્વાસ્થ્યને લગતી મોટાભાગની સમસ્યાઓ શિયાળાની ઋતુમાં જ થતી હોય છે, શરદી ખાંસી થી માંડીને સાંધાના દુખાવા જેવી બીજી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. આવી જ સમસ્યાઓમાં એક માંસપેશીઓમાં દુખાવાની છે.

મિત્રો શું શિયાળાની ઋતુમાં તમને અચાનક માસ પેશીઓમાં ખેંચાણ અને દુખાવા જેવી સમસ્યા થાય છે. જો તમારો જવાબ હા હોય તો માસ પેશીઓમાં થતા આ દુખાવાને બિલકુલ પણ નજર અંદાજ ન કરવો જોઈએ. અચાનક થી માસ પેશીઓમાં થતો દુખાવો એ વાતનો સંકેત છે કે હવે તમારે કામની સાથે સાથે આરામ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

માસ પેશીઓમાં થતા દુખાવાથી રાહત મેળવવા માટે લગભગ લોકો દવાઓ ખાઈ લે છે. કોઈપણ દુખાવામાં દવા ખાવી યોગ્ય નથી. તેથી આજે અમે આ લેખના માધ્યમથી માસ પેશીઓમાં થતા દુખાવાના કારણ કયા છે અને માંસપેશીઓના દુખાવાથી રાહત મેળવવાના ઘરેલુ ઉપાય જાણીશું.માસપેશીઓમાં દુખાવો થવાના કારણ:- માસ પેશીઓમાં દુખાવો થવાના કારણ માં માનસિક તણાવ વધારે હોવો, પોતાની ક્ષમતા કરતાં વધારે એક્સરસાઇઝ કરવી અને વાગવું વગેરે હોઈ શકે છે. વધુ પડતો ભાર ઉચકવાથી પણ માસ પેશીઓમાં દુખાવો થઈ શકે છે NCBI (National Center for Biotechnology Information) ની વેબસાઈટ પર પ્રકાશિત એક રિસર્ચ પ્રમાણે ભારતમાં આ સમયે 60 થી 70 ટકા વસ્તી માસ પેશીઓના દુખાવાથી પીડાઈ રહી છે. માસ પેશીઓમાં દુખાવો પુરુષોની તુલનાએ મહિલાઓમાં વધારે જોવા મળે છે.

માંસપેશીઓ માં દુખાવા ના લક્ષણો:- શરીરમાં ખૂબ જ વધારે અને ઓછો દુખાવો મહેસૂસ થવો. માસ પેશીઓમાં ચીડિયાપણું અનુભવવું. માસ પેશીઓમાં અચાનક અસહજતા મહેસુસ થવી. સ્નાયુઓમાં સોજાનો અહેસાસ થવો.

માસ પેશીઓનો દુખાવો દૂર કરવાના ઘરેલુ ઉપાય:-

1) લસણનું તેલ:- માસ પેશીઓના દુખાવાથી રાહત મેળવવા માટે લસણનું તેલ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. માસ પેશીઓમાં દુખાવો થવા પર લસણની બે થી ચાર કળીઓ લઈને સરસવના તેલમાં નાખીને ગરમ કરો અને તેનાથી માલિશ કરો. લસણમાં એલિસિન નામનું કમ્પાઉન્ડ ઉપલબ્ધ હોય છે જે માસ પેશીઓના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.2) સફરજન નો સરકો:- માસ પેશીઓના દુખાવાથી રાહત મેળવવા માટે સફરજનનો સરકો પણ મદદરૂપ સાબિત થાય છે. સફરજનના સરકામાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ ઉપલબ્ધ હોય છે જે સોજાને દૂર કરવામાં મદદ કરે છે. સફરજનનો સરકો ગઠીયા ના કારણે થતા દુખાવાથી રાહત પ્રદાન કરે છે. માસ પેશીઓમાં થતા દુખાવાથી છુટકારો મેળવવા માટે બે ચમચી સફરજનનો સરકો લઈને દુખાવા કે સોજા વાળા ભાગ પર મસાજ કરો. સફરજનના સરકાથી માલિશ કરવાથી તમને માસ પેશીઓના દુખાવાથી થોડાક જ દિવસોમાં રાહત મળશે.

3) બરફ ઘસો:- માસ પેશીઓમાં ખેંચાણના કારણે થતા દુખાવાથી રાહત મેળવવા માટે બરફની બેગ નો ઉપયોગ કરી શકાય છે. એનસીબીઆઈ પ્રમાણે બરફથી માસ પેશીઓનો શેક કરવાથી ઠંડક અંદર સુધી જાય છે અને દુખાવાની સાથે સાથે સોજો પણ દૂર કરવામાં મદદ મળે છે.4) તજનું તેલ:- તજ ના પોષક તત્વો માસ પેશીઓના દુખાવાથી રાહત પ્રદાન કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. નિયમિત રૂપે તજના તેલથી માલિશ કરવાથી ગઠિયો વા, સાંધાનો દુખાવો અને જકડાઈ ગયેલા સાંધા થી પણ રાહત મળે છે. માસ પેશીઓના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે તજના તેલમાં એક થી બે લસણની કળીઓ મેળવીને માલિશ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment