કુકરમાં દાળ બનવતા સમયે પાણી બહાર નીકળી જાય છે, તો અજમાવો આ સરળ સ્ટેપ્સ… દાળનું પાણી પણ બહાર નહિ આવે અને બળશે પણ નહિ…

મિત્રો ખાસ કરીને મહિલાઓ જયારે કોઈ પણ દાળને કુકરમાં બાફવા માટે મુકે છે ત્યારે ઘણી વખત દાળ કુકરમાંથી સીટી વાગતાની સાથે બહાર નીકળવા લાગે છે. જો કે તમે થોડું ધ્યાન રાખો તો આ પરેશાનીને દૂર કરી શકો છો. ચાલો તો કુકરમાં દાળ બનાવતી વખતે કંઈ કંઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

ભારતીય રસોઈમાં ઘણી એવી વાનગીઓ છે જે દરેક ઘરમાં દરરોજ બનાવવામાં આવે છે. દાળ પણ તેમાંથી એક છે. જયારે દાળ વગર ભારતીય ભોજન અધૂરું લાગે છે. જો કે દરેક લોકો દાળ પોતાની રીતે જ બનાવતા હોય છે. પણ મોટેભાગે દાળ કુકરમાં જ બનતી હોય છે.

જયારે ઘણી મહિલાઓની એવી ફરિયાદ હોય છે કે, જયારે તેઓ કુકરમાં દાળ બાફવા માટે મુકે છે ત્યારે સીટી વાગતા જ દાળનું પાણી બહાર આવવા લાગે છે. આમ થવાથી દાળ કાચી તો રહે છે સાથે ગંદકી પણ ફેલાઈ છે. આજે અમે તમને જણાવશું કે કુકરમાં દાળ બનાવતી વખતે એ કંઈ ભૂલો છે જેના કારણે દાળનું પાણી બહાર આવે છે. જો તમે આ ભૂલો વિશે જાણી લેશો તો દાળ માંથી પાણી નહિ નીકળે.

કુકર માંથી દાળ બહાર આવવાના કારણો :
1 ) જયારે તમે કુકરમાં વધુ પડતી દાળ મૂકી દો છો ત્યારે આવું બને છે.
2 ) જયારે તમે કુકરમાં વધુ પ્રમાણમાં પાણી નાખી દો છો ત્યારે તે પાણી સીટી વાગતા કુકર માંથી બહાર આવે છે.
3 ) જયારે તમે નાના કુકર માટે ગેસનું મોટું બર્નર ઉપયોગમાં લો ત્યારે દાળ બહાર આવે છે.
4 ) ખુબ જ વધુ તાપે દાળ બનાવવાથી પણ આવું થાય છે.
5 ) જ્યારે તમે કુકર માંથી ફોર્સફૂલી પ્રેશરને બહાર કાઢો છો ત્યારે પણ પ્રેશરની સાથે દાળનું પાણી બહાર આવે છે.

આ રીતે કુકરમાં દાળ બળી શકે છે : જો તમારા કુકરની રીંગ ઢીલી છે અથવા તો કુકરની સીટી બરાબર ફીટ નથી થઈ તો આ સમયે કુકરની અંદર પ્રેશર બનતા ખુબ સમય લાગે છે, તેનાથી દાળ પણ બરાબર ચડતી નથી. આ સિવાય ઘણી દાળ એવી છે જેમ કે ચણાની દાળ અને મસૂરની દાળને ચડવામાં ખુબ જ સમય લાગે છે. આથી તમે દાળને ઓછામાં ઓછી એક કલાક પહેલા પલાળી દો અથવા તો દાળની જલ્દી પકવવા માટે તેમાં થોડો ખાવાનો સોડાનો ઉપયોગ કરી શકો છો.

કુકરમાં દાળ બનાવવાની સાચી રીત : જો તમે અહી આપેલ સ્ટેપને અનુસરશો તો દાળ જલ્દી ચડી પણ જશે અને બળી પણ નહિ જાય સાથે સીટી માંથી દાળનું પાણી પણ બહાર નહિ આવે.

સ્ટેપ -1 : તમે કોઈ પણ દાળ બનાવી રહ્યા હો તો પણ તે દાળને 30 સુધી પાણીમાં પલાળી રાખો. તેનાથી દાળ ફૂલી જાય છે અને જલ્દી ચડી જાય છે. આ સિવાય તમારે બહુ ઉતાવળ હોય તો તમે 15 મિનીટ માટે ગરમ પાણીમાં પણ દાળને પલાળી શકો છો.
સ્ટેપ -2 : પહેલા દાળને કુકરમાં નાખો અને પછી તેમાં પાણી નાખો. જો તમારી પાસે અડધી વાટકી દાળ છે તો તેમાં એક વાટકી પાણી નાખવું જોઈએ.
સ્ટેપ -3 : હવે દાળમાં હળદર, મીઠું અને ½ નાની ચમચી તેલ અથવા ઘી નાખો. તેનાથી દાળ જલ્દી ચડી જાય છે અને ચીકાશને કારણે દાળ કુકરના ઢાંકણને ચીપકશે નહિ.

સ્ટેપ -4 : હવે કુકરના ઢાંકણને બરાબર ફીટ કરો. એ પણ જોવો કે કુકરમાં બરાબર પ્રેશર બની રહ્યું છે કે નહિ, સાથે ગેસ થોડો ધીમે રાખો.
સ્ટેપ -5 : જો તમે કુકરમાં દાળ બનાવતી વખતે પાણીમાં પલાળી છે તો એક સિટીમાં જ દાળ થઇ જશે. આથી ગેસ બંધ કરી દો અને કુકરમાં પ્રેશર બહાર નીકળવા દો. પછી કુકરનું ઢાંકણું ખોલો.
સ્ટેપ – 6 : ત્યાર પછી દાળમાં હિંગ અને જીરાનો વઘાર કરો. સાથે તેના પર કોથમીર નાખીને ડેકોરેટ કરો. આ સિવાય તમે ટમેટા, લસણ અને ડુંગળી નાખીને ટેસ્ટી પણ બનાવી શકો છો. આમ તમે ઉપર આપેલ ટીપ્સને ફોલો કરીને દાળ બનાવી શકો છો. આમ કરવાથી તમારી દાળ કુકરની સીટી સાથે બહાર આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment