મખાના એ કમળના બીજની લાહી છે. મખાનાને દેવતાઓનું ભોજન પણ માનવામાં આવે છે. પૂજા તેમજ હવનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ઓર્ગેનિક હર્બલ પણ કહેવામાં આવે છે. તેનું કારણ છે કે, તેને કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર અથવા કીટનાશકના ઉપયોગ માટે ઉગાડવામાં આવે છે. લોકો મખાનાને ખીરના રૂપે અથવા તો મીઠામાં શેકીને પણ ખાય છે. તે પોષક તત્વોથી ભરપુર હોય છે. આથી તે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. તેમજ મખાનાના બીજ કીડની અને હૃદય માટે પણ સારા છે.
મખાનાના સેવનથી તણાવ ઓછો થાય છે. તેમજ તેનાથી નિંદર પણ સારી આવે છે. રાત્રે સૂતા પહેલા દુધની સાથે તેનું સેવન કરવાથી નિંદર ન આવવાની સમસ્યા દુર થાય છે. તે શીઘ્રપતનથી બચાવે છે. વીર્યની ગુણવત્તા અને માત્રા વધારે છે. જેના કારણે કામેચ્છા વધે છે. આ સિવાય જો તમે મખાનાનું નિયમિત સેવન કરો છો તો તેનાથી કમજોરી પણ દુર થાય છે. અને શરીર તંદુરસ્ત રહે છે. મખાનાના રહેલ પ્રોટીનના કારણે સ્નાયુઓ મજબુત થાય છે અને ફિટ રહે છે.પેટ જલ્દી ભરાય : મખાનામાં કેલેરી, વસા અને સોડિયમ ખુબ ઓછુ હોય છે. આથી તેને કોઈ પણ સમયે ખાઈ શકાય છે. એટલું જ નહિ તેને ખાવાથી પેટ પણ જલ્દી ભરાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે.
બ્લડ પ્રેશરના દર્દીએ મખાનાનું સેવન જરૂર કરવું જોઈએ : જેમ કે અગાઉ કહ્યું તેમાં મખાનામાં સોડિયમ ઓછું હોય છે પણ પોટેશિયમ અને મેગ્નેશિયમ તેમાં સારી માત્રામાં મળી આવે છે આથી જેમને બ્લડ પ્રેશરની ફરિયાદ રહેતી હોય તેમણે મખાનાનું સેવન જરૂર કરવું જોઈએ.હાડકાઓ અને દાંત : મખાનામાં કેલ્શિયમ મળી આવે છે જેના કારણે તે હાડકાઓ અને દાંત માટે ખુબ સારા છે. આથી જે લોકોને હાડકા અને દાંતની તકલીફ હોય તેમણે મખાનાનું સેવન કરવું જોઈએ.
ડાયાબિટીસ : ડાયાબિટીસ એ ચયાપચયની બીમારી છે, જે હાઈ બ્લડ શુગરના કારણે થાય છે. તેમાં ઇન્સુલીન હાર્મોનનો સ્ત્રાવ કરતા અગ્નાશયના કાર્યમાં અવરોધ ઉત્પન્ન કરે છે. પણ મખાના મીઠું અને ખાટું બીજ હોય છે. આ બીજમાં સ્ટાર્ચ અને પ્રોટીન હોવાના કારણે તે ડાયાબિટીસ માટે ખુબ જ સારા છે.કિડનીની બીમારી : મખાના એ કિડનીની બીમારી માટે એક ઉપચારના રૂપમાં કામ કરે છે. તેમાં એસ્ટ્રીજેન્ટ હોય છે કે શરીરને કિડનીની બીમારીથી બચાવે છે.
વજન : જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમના માટે મખાના કોઈ વરદાનથી કમ નથી. તેમાં વસા નથી તેમજ તેને ખાવાથી ભૂખ પણ જલ્દી નથી લાગતી અને પેટ ભરેલું રહે છે.
દસ્ત : મખાના એ એક એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોવાના કારણે, બધી જ ઉંમરના લોકોને સરળતાથી પચી જાય છે. મખાનાને દેશી ઘીમાં શેકીને ખાવાથી દસ્ત જેવા રોગથી છુટકારો મેળવી શકાય છે.ચહેરો : મખાના એ એન્ટી એન્જીંગની સાથે એન્ટી ઓક્સીડેન્ટથી પણ ભરપુર હોય છે, જે ઉંમરને વધતા અટકાવે છે. જેના કારણે તમે લાંબા સમય સુધી યુવાન દેખાવ છો, કરચલીઓ અને વાળને સફેદ થતા પણ મખાના અટકાવે છે.
કામોત્તેજક : મખાનામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, મિનરલ, અને ફોસ્ફરસ, વગેરે પૌષ્ટિક તત્વ હોય છે જે કામોત્તેજનાને વધારે છે. તેમજ શુક્રાણુંની ગુણવત્તા પણ વધારે છે, તેમજ તેની સંખ્યા પણ વધારવામાં મદદ કરે છે.
ગર્ભવતી મહિલા : પ્રેગ્નેટ મહિલાઓ અને પ્રેગનેન્સી પછી જે કમજોરી આવે છે તેમજ થાકનો અનુભવ થાય છે તો તે સમયે મહિલાઓ જો મખાનાનું સેવન કરે તો તેમના ખુબ જ સારું છે.શરીરની નબળાઈ : રાત્રે દુધમાં મખાના નાખીને ખાવાથી તમને નિંદર ખુબ સારી આવે છે. તે શરીરની નબળાઈ દુર કરે છે અને તણાવ પણ દુર કરવામાં તમારી મદદ કરે છે.
કોફીની આદત : જો તમને કોફી પીવાની ટેવ કે કુટેવ થઈ ગઈ છે તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે મખાનાનું સેવન કરી શકો છો. તેનાથી ખુબ ફાયદો થશે.બનાવવાની રીત : મખાનામાં કોઈ પણ પ્રકારની સ્વાદ નથી હોતો. આથી તમે તેને બનાવતી વખતે તેમાં થોડું મીઠું નાખો. તમે તેને ધીમા તાપે ઘીમાં શેકીને મીઠું નાખીને ખાઈ શકો છો. આ સિવાય તમે તેમાં તજ, અથવા ઓરેગાનો પણ નાખી શકો છો. આ સિવાય તમે તેની મીઠાઈ પણ બનાવી શકો છો. આમ તમે મખાનામાં મીઠું તેમજ હળદર મિક્સ કરીને તેને ઘી અથવા તેલમાં શેકીને પણ ખાઈ શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
YOU do bring some good articles BUT there is no facility to copy and paste so to refer the article later. Still not too late. Improve to help all.