ખાવા લાગો આ સસ્તું શાક ડાયાબિટીસ, કબજિયાત સહિત લોહીની ઉણપ દુર કરી ઘટાડી દેશે વજન, ક્યારેય નહિ થાય માથાનો દુખાવો…

તૂરીયાના શાકથી બધા સારી રીતે પરિચિત હશે અને ખાધું પણ હશે, જો કે બધા ને તેનો સ્વાદ પસંદ આવતો નથી. પરંતુ તૂરીયાનું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે, તે પાચનશકિતને વધારી શરીરમાં રહેલા પિત અને કફને શાંત કરે છે. તૂરીયા પેટને સાફ કરીને ભૂખ વધારે છે તેમજ હદય માટે ફાયદાકારક છે. એટલું જ નહી તૂરીયાનું શાક પાઈલ્સની સમસ્યામાં પણ ફાયદાકારક છે. તૂરીયાના સેવનથી કબજિયાતની સમસ્યામાં પણ સુધારો થાય છે. તૂરીયાનું વનસ્પતિક નામ એકટેંગુલા છે. તે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી જાણીતું છે.

તૂરીયામાં રહેલા પોષકતત્વો : સોડિયમ, પોટેશિયમ, ફાઈબર, પ્રોટીન, વિટામીન સી, આયર્ન, વિટામીન બી 6, મેગ્નેશિયમ વગેરે પોષકતત્વો તૂરીયામાં રહેલા છે.

તૂરીયાનું શાક ખાવાથી થતા ફાયદા : તૂરીયા ઘણા પોષકતત્વોથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે, તેને ડાયેટમાં શામેલ કરવાથી ઘણી સમસ્યાથી છુટકારો મળે છે. ચાલો તો જાણીએ કઈ કઈ સમસ્યામાં તૂરીયા લાભદાયક છે.

1) ડાયાબીટીસમાં રાહત આપે છે : તૂરીયા અથવા તૂરીયાનું શાક ડાયાબીટીસમાં ખૂબ લાભકારી છે, કારણ કે તે ઇન્સ્યુલીનને નિયંત્રિત કરીને શુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે. તેમાં રહેલા પેષ્ટાઈડ અને ઇલ્કલોઈડ પાચનશકિતને સુધારે છે, સાથે સાથે બ્લડ અને શુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે.

2) એનીમિયાની સમસ્યા દૂર કરવા : શરીરમાં આયર્નની ઉણપના કારણે એનીમિયાની સમસ્યા થતી હોય છે, મોટા ભાગે લોહી ઓછું હોવાના લીધે આ સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે. એનીમિયાની સમસ્યાથી બચવા માટે વિટામીન B12 ખૂબ જરૂરી છે, માટે ભોજનમાં જો તૂરીયાનું શાક લેવામાં આવે તો એનીમિયાની સમસ્યાથી બચી શકાય છે. કારણ કે તૂરીયામાં ભરપૂર માત્રામાં વિટામીન B12 રહેલું છે.

3) કબજિયાતની સમસ્યા દૂર કરશે : તૂરિયાનો સમાવેશ લીલા શાકભાજીમાં થાય છે, કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે તે ફાયદાકારક છે. તેમાં રહેલું ફાઈબર કબજિયાતની સમસ્યાથી છુટકારો આપે છે. કારણ કે ફાઈબર પેટ સાફ કરવામાં મદદરૂપ છે, તેનાથી પેટ સાફ રહે છે.

4) ત્વચા સંબંધી સમસ્યા દૂર થશે : જો તમારા ચેહરા પર ખીલ, ફોલ્લી અને કાળા ડાઘ જેવી સમસ્યા છે, અને તમારી સ્કીન રફ છે તો તમારે અઠવાડિયામાં બે વાર તૂરીયાનું શાક કે તૂરીયાનું સેવન કરવું જોઈએ જેથી તમારી ત્વચા સંબંધી સમસ્યા દૂર થાય છે અને પેટ પણ સાફ રહે છે. તૂરીયાના સેવનથી ત્વચા ચમકદાર બને છે માટે તેને ડાયેટમાં સામેલ કરવું ફાયદાકારક છે.

5) રોગપ્રતિકારક શકિત વધારે છે : સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સામે લડવા રોગપ્રતિકારક શકિત જરૂરી છે, જો તમે વારંવાર બિમાર પડો છો તો તમારી રોગપ્રતિકારક શકિત નબળી છે. માટે તમારે ભોજનમાં તૂરીયાને લેવાનું શરૂ કરવું જોઈએ જેથી તેમાં રહેલા આયર્ન, મેગ્નેશિયમ, થીયામીન, ઝીંક અને વિટામીન સી તમારી રોગપ્રતિકારક શકિતને મજબૂત બનાવશે.

6) મેદસ્વીપણું ઘટાડે છે : આજકાલ વધી રહેલા જંકફૂડના સેવનથી અને લાઈફસ્ટાઈલ કારણે ઘણા લોકો જાડાપણાની સમસ્યાથી પીડાય છે. તૂરીયાને ડાયેટમાં લેવાથી વજન ઘટાડવામાં મદદ મળશે, કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જેથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે. કેલરી ઓછી લેવાથી વજન ઘટાડવામાં મદદ મળશે.

7) માથાના દુખાવામાં રાહત આપે છે : તૂરીયાનું શાક માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે, કારણ કે તેમાં રહેલા એન્ટી ઇન્ફલેમેટરી ગુણ માથાના દુખાવામાં રાહત આપે છે. માથાના દુખાવાની સમસ્યા દૂર કરવા તેનું સેવન જરૂર કરવું.

તૂરીયાનું શાક બનાવવાની રીત : તૂરીયાનું શાક બનાવવું ખૂબ સહેલું છે, તેને બનાવવા માટે મરચું, ધાણાજીરું, હળદર, ઘી, હિંગ, આદું, લસણ, ટમેટા, ડુંગળી વગેરેની જરૂર પડે છે.

તેને બનાવવા માટે સૌપ્રથમ તૂરીયાના તેના નાના-નાના ટુકડા કાપી લેવા. હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં હિંગ અને જીરું ઉમેરવું, ત્યારબાદ તેમાં આદું અને લસણની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં મરચું, ધાણાજીરું અને હળદર નાખી ધીમી આંચ ઉપર પકાવવું. આમાં કાપેલા શાકભાજી નાખી, તેની ઢાંકી દેવું. શાક યોગ્ય રીતે રંધાય ગયા પછી તમે ઉપર ધાણાજીરું છાંટી શકો છો.

તૂરીયાના લાભો મેળવવા તેને ડાયેટમાં લેવાનું શરૂ કરો, આયુર્વેદની સલાહ મુજબ જો તમારે વાત પ્રકૃતિ છે તો તમે ડોક્ટરની સલાહ લઈને તૂરીયાના શાકનું સેવન કરો, કારણ કે તેના કારણે વાત પ્રકૃતિ વધી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment