ફેફસાને સુરક્ષિત રાખવાનો અસરકાકર દેશી ઉપચાર, ફેફસામાં જામેલી બધી ગંદગી બહાર કાઢી બનાવી દેશે એકદમ ચોખ્ખા…

કોરોના વાયરસ એવા લોકોને વધારે અસર કરે છે, જે લોકોના ફેફસા નબળા હોય છે. એક અધ્યયનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના કારણે સૌથી વધારે મૃત્યુ એવા લોકોના થયા છે કે, જે લોકો સિગારેટ પીવે છે અથવા પ્રદૂષણ વાળી જગ્યા પર વધારે જાય છે.

ખરેખર ધૂમ્રપાન કરવાથી, પ્રદૂષણ વાળા વાતાવરણમાં રહેવાથી, ખોટી આદતને અપનાવવાથી તમારા ફેફસામાં ઘણી ગંદકી જમા થઈ જાય છે, જેને અંગ્રેજીમાં ટોક્સિંસ કહે છે. ખાસ કરીને, સિગારેટ અને બીડી પીતા લોકોમાં ફેફસામાં કાળા રંગનો ટાર જમા થઈ જાય છે. આ ગંદકી અને ટાર તમને બીમાર કરી દે છે અને કેન્સર સહિત કેટલીક બીમારીનું કારણ બને છે.તંદુરસ્ત રહેવા માટે ફેફસામાં લાળ જરૂરી છે, કારણ કે તે લાળ હવાને ફિલ્ટર કરે છે. પરંતુ વધારે માત્રામાં લાળ પણ સારી નથી અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અથવા અન્ય સમસ્યા થઈ શકે છે. કોરોના વાયરસના ઇન્ફેકશનના કારણે પણ ફેફસામાં લાળ વધી જાય છે. ફેફસાની આ ગંદકીને તમે સહેલાઈથી દૂર કરી શકો છો.

આ માટે તમે તમારા ઘર પર જ એક ખાસ ટોનિક અથવા ઉકાળો બનાવી શકો છો, જે તમારા ફેફસાની ગંદકીનો બહાર કાઢશે એટલે કે લંગ્સને ડિટોક્સ કરી દેશે. આવો તમને જણાવી દઈએ આ ટોનિક બનાવવાની રીત અને તેના ફાયદા.

આ 4 વસ્તુઓથી બનાવી શકાય છે ટોનિક : પાણી – 1 લીટર, ડુંગળી – 400 ગ્રામ કાપેલી, મધ – 5 ચમચી, હળદર – 2 ચમચી, આદું – 1 ચમચી કાપેલું.આ રીતે બનાવો ટોનિક : ફેફસા માટે આ ઉકાળો ખુબ જ લાભકારી છે. તેને બનાવવા માટે તમે સૌથી પહેલા પાણીને ગેસ પર મૂકો અને ગરમ કરો. પાણી જ્યારે ગરમ થઈ જાય, આ પછી તેમાં ડુંગળી, આદું અને હળદરને નાખો. હવે ગેસને ધીમો રાખો અને પાણીને ત્યાં સુધી ઉકળવા દો, કે જ્યાં સુધી તે અડધું ન થઈ જાય અથવા અડધાથી પણ ઓછું ન થઈ જાય ત્યાં સુધી.

ગેસને બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો. જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય, ત્યારે તેને ગાળી લો. હવે તેની અંદર મધને ઉમેરો અને તેને એક કાચ અથવા સ્ટીલના વાસણમાં ભરીને ફ્રિજમાં રાખી દો. હવે તમારે દરરોજ આ સીરપ અથવા ટોનિકને 2 ચમચી સવારે અને 2 ચમચી રાત્રે પીવાનું છે. તમે આ ટોનિકને ભોજનના અડધી કલાક પહેલા અથવા ભોજનના 2 કલાક પછી પણ લઈ શકો છો.

ફેફસા માટે આ ટોનિક : આ હોમમેડ ટોનિકમાં આદું અને ડુંગળી છે. આ બંનેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે. તેથી જ તે શરીરમાં રહેલ વાયરસ, બેક્ટેરિયા વગેરેથી રક્ષણ કરે છે અને કેન્સર કોશિકાનું નિર્માણ થતું અટકાવે છે. આ ઉકાળામાં રહેલ હળદર અને મધ તમારી ઇમ્યુનિટી સિસ્ટમને વધારે છે, જેથી બીમારી શરીરમાંથી દૂર થાય છે. આ સિવાય આ ઉકાળામાં રહેલ આદું અને મધના ગુણના કારણે ફેફસામાં જામ થયેલ ગંદકી અને લાળને તે દૂર કરે છે. તેથી આ ટોનિકને પીવાથી તમારા ફેફસા સાફ થઈ જશે અને તમારું પૂરું શરીર તંદુરસ્ત રહે છે.આ સાવધાની રાખવી પણ જરૂરી : ફેફસાને સાફ કરવા વાળું આ ટોનિક તો પીય રહ્યા છો, પરંતુ તેની સાથે જ તમારે ઘણી બાબતોનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. જેમાં તમારા ફેફસા માટે સિગારેટ ખુબ જ ખતરનાક થઈ શકે છે, તેથી તમે આ ટોનિકને પણ પીવો અને આજથી જ સિગારેટ વાળી આદતને છોડી દો.

3 વર્ષથી નાના બાળકોને આ ટોનિક ન પીવડાવો. બાકી તમે કોઈ પણ ઉંમરના લોકોને આ ટોનિકને આપી શકો છો. જો કોઈ વ્યક્તિની કોઈ પણ દવા શરૂ છે અથવા તે ફેફસાની કોઈ પણ બીમારીથી પીડિત છે, તો તમે ડોક્ટરની સલાહને લઈને જ આ ટોનિકનું સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment