તમારા રોજિંદા ભોજન સાથે દરરોજ ખાવા લાગો આ એક વસ્તુ. નહિ તો શરીરમાં થશે મોટી ગડબડી અને 5 ગંભીર નુકશાન… મોટાભાગના લોકો રોજ એ ભૂલ કરે છે..

મિત્રો આપણું ગુજરાતી ભાણું એમ કહીએ કે સંપૂર્ણ ખોરાક છે. જેમાંથી તમને દરેક પોષક તત્વો પુરતા પ્રમાણમાં મળી રહે છે. જો કે ગુજરાતી થાળીમાં શાક, દાળ, ભાત, રોટલી, સલાડ, મિષ્ટાન, વગેરે આવે છે. તેમાંથી ઘણા ગુજરાતીઓ તો એટલે સુધી કહે છે કે, જો તેઓ દાળ-ભાત નથી ખાતા તો જાણે જમવાનું અધૂરું હોય તેમ લાગે છે.

શરીર માટે એક સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે અને દાળ વગર તમારું ડાયટ સંતુલિત નથી. વાસ્તવમાં આમ તો, દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે અને પ્રોટીન બધા માટે ખુબ જ જરૂરી છે. પરંતુ ત્યારે શું કરવું જ્યારે કોઈ દાળ ન ખાય. આ વિષયમાં ડાયેટિશિયન કહે છે કે, વેજીટેરિયન લોકો માટે દાળ ખાવી એ પ્રોટીન મેળવવા માટે પણ જરૂરી છે કે, તેમના માટે પ્રોટીનના ખુબ જ ઓછા સ્ત્રોત હોય છે. જે લોકો અઠવાડિયામાં એક પણ દિવસ દાળ ન ખાતા હોય ધીમે ધીમે તેમના શરીરમાં પ્રોટીનની ઉણપ ઊભી થવા લાગે છે જે તમારા સ્વસ્થ્ય માટે નુકશાનકારક હોય શકે છે. તેનાથી તમારા શરીરના બીજા અંગો પર અસર દેખાવા લાગે છે. આમ શરીર માટે દાળ એ ખુબ જ પૌષ્ટિક ખોરાક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ દાળ ન ખાવા નુકશાન.

મેટાબોલીઝ્મમાં ગડબડ : દાળ ન ખાવાથી શરીરમાં પ્રોટીનની ઉણપ થવા લાગે છે. પ્રોટીનની ઉણપથી શરીરની માંસપેશીઓ નબળી પડવા લાગે છે. આ સિવાય પ્રોટીન વગર વજન પણ વધવા લાગે છે. કારણ કે પ્રોટીન ન હોવાથી શરીરનું મેટાબોલીઝ્મ ખરાબ થઈ જાય છે. તેનાથી તમે વધારે ખાવાનું ચાલુ કરો છો અથવા તમને વધારે ભૂખ લાગવા માંડે છે. આ રીતે તે તમારા વજનને અસંતુલિત કરે છે. આથી વજનને કંટ્રોલ રાખવા માટે પણ દાળનું સેવન કરવું જોઈએ.

નબળું પડી જાય છે : જો તમે પોતાના શરીરને ફીટ રાખવા માંગતા તો તમે દાળનું સેવન જરૂર કરો. પ્રોટીનની ઉણપ કારણે શરીરમાં નબળાઈ આવવા લાગે છે અને તેનાથી તમને ઘણી બધી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. જેમ કે તમને હંમેશા થાક લાગવો અથવા આળસ આવવી. તમને લાગે છે કે તમારી અંદર કોઈ પણ કામ કરવા માટે તાકાત નથી અને તમને વારંવાર નિંદર આવે છે.

કોશિકાઓને નુકશાન : દાળમાં ઘણા પોષકતત્વો જેવા કે પ્રોટીન, આયરન અને ફોલેટ રહેલા હોય છે. નિયમિત રૂપથી દાળ ખાવાથી તમારી કેશિકાઓના નવીનીકરણમાં મદદ મળે છે. જે લોકો દાળ ન ખાતા હોય તેમના શરીરમાં આયરનની ઉણપના કારણે એનીમિયાની ફરિયાદ હોય શકે છે. આ સિવાય દાળ ન ખાવાથી ધીરે ધીરે તમારા શરીરમાં પોષકતત્વોની ઉણપ આવવા લાગે છે જેનાથી તમારી ઇમ્યુન સિસ્ટમ નબળું પડવા લાગે છે.  આથી શરીરની કોશિકાઓને મજબુત બનાવવા માટે દાળનું સેવન અવશ્ય કરો.

હાડકાં નબળા પડવા : જો તમે તમારા હાડકા મજબુત બનાવવા માંગતા હો, તો દાળ એ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દાળ ન ખાવાથી તમારા હાડકાં નબળા પડી શકે છે. કારણ કે દાળ ખાવાથી તામારા હાડકાંનું ઘનત્વ સારું થાય છે અને હાડકાં મજબૂત થવા લાગે છે. માટે તમારા હાડકાંને મજબૂત કરવા માટે દાળ જરૂરથી ખાવી જોઈએ.

વાળ ખરવા : તમારા વાળ ખરવાનું એક કારણ પ્રોટીનની ઉણપ પણ હોય શકે છે. આથી દાળમાં તમે પુરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. દાળ ન ખાવાથી વાળ નબળા પડી શકે છે. તેનાથી વાળ ઝડપથી ખરવા લાગે છે. આ સિવાય તમે સ્કૈલ્પ ઇન્ફેક્શનથી પણ બચી શકો છો. માટે દાળ ખાવી. આ સિવાય દાળ સ્કીન માટે પણ ફાયદાકારક છે. તેનાથી ચહેરા પર ગ્લો આવે છે.

દાળ ખાવી તમને પસંદ ન હોય તો તમે તેને વિભિન્ન રેસિપીમાં ઉપયોગ કરી શકો છો. સાથે જ તમે અલગ અલગ પ્રકારની દાળનું સેવન પણ કરી શકો છો. દાળ આપણાં સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment