ફક્ત 1 જ વાર રોકો આ યોજનામાં તમારા પૈસા, ઘડપણમાં આપશે લાકડીના ટેકા જેવું કામ… દર મહિને આજીવન મળશે આટલું પેન્શન… જાણો સંપૂર્ણ માહિતી…

મિત્રો દરેક લોકો પોતાના ભવિષ્ય માટે પેન્શન ની વ્યવસ્થા કરતા હોય છે. ઘણા લોકો LIC માં પોતાનું પેન્શન શરુ કરતા હોય છે. જો કે પેન્શન માટે અનેક યોજનાઓ છે. પણ જો તમે એક વખત રોકાણ કરીને આખી જીંદગી ની શાંતિ ચાહતા હો તો LIC ની આ યોજનામ રોકાણ કરવાથી તમારી સમસ્યા દુર થઇ જાય છે. ચાલો તો આ પોલીસી વિશે વિગતે જાણી લઈએ.

દરેક વ્યક્તિ એક સારા જીવનની ઇચ્છા રાખતું હોય છે. તે ચાહે છે કે, તેની આવનારી કાલ આરામથી વીતે. જો તમે પણ એજ વિચારી રહ્યા હોય તો, LICની સરળ પેન્શન યોજના તમારા માટે જ બની છે. આ યોજના મુજબ, પોલિસી ધારકને પોલિસી લેતા સમયે સિંગલ પ્રીમિયમ ભરવું પડે છે. એટલે કે, પોલિસી ધારકે માત્ર એક વખત પ્રીમિયમ ભરવાનું હોય છે. ત્યારબાદ પોલિસી ધારકને જીવન ભર પેન્શન મળે છે.કઈ રીતે આ સુવિધાનો લાભ લેવો:- આ પોલિસી તમે બે પ્રકારે લઈ શકો છો, પહેલી- સિંગલ લાઈફ પોલિસી અને બીજી- જોઇન્ટ લાઈફ પોલિસી 

સિંગલ લાઈફ પોલિસી:- આ કોઈ એક વ્યક્તિના નામે રહે છે. પોલિસી ધારકના રહેતા તે પેન્શનના રૂપમાં તેને મળે છે. પેન્શન હોલ્ડરની મૃત્યુ પછી બેસ પ્રીમિયમની રકમ નૉમિનીને પાછી આપવામાં આવે છે.

જોઇન્ટ લાઈફ પોલિસી:- જોઇન્ટ લાઈફ વિકલ્પ મુજબ, પતિ અને પત્ની બંને આ યોજનાથી જોડાયેલા રહેશે. બંનેમાંથી જે પણ લાંબા સમય સુધી જીવતા રહે છે, તેને પેન્શનની રકમ મળતી રહેશે. પતિના મૃત્યુ પછી પત્નીને પેન્શનની બધી રકમ આપી દેવામાં આવે છે. સાથે જ પેન્શનની રકમમાં કોઈ કાપ મૂકવામાં આવતો નથી. પતિ અને પત્ની બંનેના મૃત્યુ પછી જે પણ નોમિની હશે, તેને બેસ પ્રાઇસ આપી દેવામાં આવે છે. સરળ પેન્શન યોજના ઓનલાઈન તેમજ ઓફલાઇન આવેદન કરવાની રીત.

ઓનલાઈન કેવી રીતે કરવું આવેદન?:- સૌથી પહેલા તમારે ઇન્શ્યોરન્સ કે બેન્કની આધિકારિક વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાર બાદ, તમારે હોમ પેજ પર જઈને સરળ પેન્શન યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ અપ્લાઈ નાઉના લિન્ક પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી સામે આવેદન ફોર્મ ખૂલીને આવશે. તમને આવેદન ફોર્મમાં પૂછેલી બધી જ જરૂરી જાણકારીઓ જેમકે તમારું નામ, ઉંમર, મોબાઈલ નંબર વગેરે ભરવાનું રહેશે. ત્યાર બાદ બધા જ મહત્વપૂર્ણ દસ્તાવેજો અટેચ કરવાના રહે છે અને સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

ઓફલાઇન કઈ રીતે કરવું આવેદન?:- સૌથી પહેલા તમારે નજીકની ઇન્શ્યોરન્સ કંપની અથવા બેન્કની ઓફિસે જવું પડશે. હવે તમારે ત્યાથી સરળ પેન્શન યોજનાનું ફોર્મ પ્રાપ્ત કરવું પડશે. આવેદન ફોર્મ લીધા પછી પૂછેલી બધી જ મહત્વપૂર્ણ જાણકારિઑ ધ્યાનથી ભરવી. ત્યારબાદ બધા જ દસ્તાવેજો અટેચ કરવાના રહે છે. હવે તમારે આ આવેદનપત્ર ઇન્શ્યોરન્સ કંપનીની ઓફિસે જમા કરાવવાનું રહેશે. આ પ્રકારે તમે સરળ પેન્શન યોજના માટે ઓફલાઇન આવેદન કરી શકો છો. જરૂરી દસ્તાવેજો:- આધારકાર્ડ, બેંકખાતું, રેશન કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો મોબાઈલ નંબર.

કેટલું કરવું રોકાણ:- આ યોજના મુજબ, ઓછામાં ઓછી એન્યુટી રૂપિયા 12000 પ્રતિ વર્ષ છે. ઓછામાં ઓછું 12000 રૂપિયા વર્ષ દરમિયાન પેન્શન મળે છે. એલઆઇસી કેલ્ક્યુલેટર મુજબ, જો તમારી ઉંમર 42 વર્ષ હોય. તો એવામાં તમે 30 લાખની એન્યુટી ખરીદો તો, તમને દર મહિને 12,388 રુપિયાનું પેન્શન મળે છે. યોજનાને 40 થી 80 વર્ષ સુધીના લોકો ખરીદી શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment