શિયાળામાં જકડાય જતું શરીર અને ગોઠણના દુખાવાથી છુટકારો મેળવવાનો મફત દેશી ઉપાય

મોટી ઉંમરે લગભગ દરેક લોકોને ગોઠણ ની તકલીફ થઇ જતી હોય છે. તેમાં પણ ખાસ કરીને શિયાળામાં આ તકલીફ વધુ થતી હોય છે. કારણ કે ઠંડીને કારણે શરીરના ઘણા અંગો જકડાઈ જાય છે. તેમાં પણ વિશેષ કરીને ગોઠણ નું જકડાઈ જવું એક તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. 

આજકાલ ઘૂંટણના દુખાવાની સમસ્યા સાધારણ થઈ ગયી છે. શિયાળાની ઋતુમાં આ દુખાવો વધી જાય છે. તેનાથી રાહત મેળવવા માટે સામાન્ય રીતે તમે દુખાવો નિવારતી દવાઓનું સેવન કરતાં હશો. પરંતુ તમે ચાહો તો, ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો. તેનાથી તમને ઘણો આરામ મળશે. 

1 ) ડ્રાયફ્રુટ એ હેલ્દી ખોરાક તરીકે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. ડોક્ટર જણાવે છે કે, ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા માટે તમે તમારી ડાયેટમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરી શકો છો. ડ્રાય ફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. ડ્રાય ફ્રૂટ્સની તાસીર ગરમ હોય છે, એવામાં તેના સેવનથી ઘૂંટણના દુખાવાથી રાહત મળે છે. આ સિવાય ડ્રાય ફ્રૂટ્સ કેલ્શિયમ અને પ્રોટીનના પણ સારા સ્ત્રોત છે. 

2) ગોઠણ ના દુખાવાથી રાહત મેળવવા માટે પારિજાત ના વૃક્ષની છાલ ખુબ જ અસરકારક રીતે કામ કરે છે. ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા માટે પારિજાત વૃક્ષની છાલ પણ ફાયદાકારક હોય છે. પારિજાત અથવા હરસિંગારનો છોડ શરીરના દુખાવામાં રાહત અપાવે છે. તમે ડોક્ટરની સલાહથી તેનું સેવન કરી શકો છો. 

3 ) મેથી એ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખુબ જ હેલ્દી ખોરાક સાબિત થઇ શકે છે. શરીર અથવા ઘૂંટણના દુખાવાથી છૂટકારો મેળવવા માટે તમે મેથીના દાણાનું પણ સેવન કરી શકો છો. તે માટે મેથીના દાણાનો પાવડર લેવો. તેને સવાર સાંજ ગરમ પાણી સાથે લેવો. આ સિવાય તમે રાત્રે મેથીના દાણા પલાળીને સવારે ખાલી પેટ તેને ચાવીને ખાઈ શકો છો. તમે ચાહો તો તેનું પાણી પણ પી શકો છો. 

4) હળદર વાળું દૂધ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. તે ઘૂંટણના દુખાવાથી રાહત અપાવે છે. રોજ રાત્રે હળદર વાળું દૂધ પીવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. એ માટે એક ગ્લાસ દૂધમાં હળદર ઉમેરવી અને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવું. તેનાથી દુખાવામાં રાહત મળે છે. 

5 ) આદું પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેની તાસીર ઘણી ગરમ હોય છે. તેનાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. ઘૂંટણમાં દુખાવો થાય એટલે, તમે આદુને ચા, શાક, દાળ, ચટણી અને અથાણાંના રૂપમાં સેવન કરી શકો છો. આદુથી ઘૂંટણના દુખાવા અને સોજામાં પણ રાહત મળે છે. 

6 ) શરીરમાં તેમ જ ઘૂંટણમાં દુખાવો થાય ત્યારે તમે તુલસીના રસનું પણ સેવન કરી શકો છો. તે માટે તુલસીના પાંદડાનો રસ કાઢીને એક ગ્લાસ ગરમ પાણી સાથે તેને પીવો. થોડા દિવસ સુધી દરરોજ તેનું સેવન કરવાથી તમને ઘૂંટણના દુખાવાથી રાહત મળી શકે છે. 

7 ) ઘૂંટણમાં દુખાવો થાય ત્યારે ગોળનું સેવન કરવું પણ લાભદાયી છે. ગોળમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, તેનાથી હાડકાં મજબૂત બને છે. ગોળમાં રહેલા તત્વો ઘૂંટણના દુખાવાથી રાહત અપાવે છે. 

8 ) સ્વસ્થ રહેવા માટે લસણનું સેવન કરવું પણ જરૂરી છે. લસણ પ્રોટીન, વિટામિન એ અને આયરનનો સારો સ્ત્રોત છે. ઘૂંટણમાં દુખાવો થાય ત્યારે લસણનું સેવન કરવામાં આવે છે. તેના માટે તમે લસણને ભોજનમાં સમાવિષ્ટ કરો. 

(નોંધ :જો તમે પણ ઘૂંટણના દુખાવાથી પરેશાન હોય તો, આ ઘરેલુ ઉપાયોને અજમાવી શકો છો. પરંતુ જો લાંબા સમય સુધી ઘૂંટણમાં દુખાવો થાય તો તેના માટે ડોકટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment