શરીરમાં આવા સંકેતો દેખાય તો થઈ જાવ સાવધાન, નહિ તો કિડની થઈ શકે છે ફેલ… જાણો કિડનીને સાફ કરવાના ઘરેલું ઉપાય…

પૂરતા પાણીનો અભાવ અને અવ્યવસ્થિત ખાનપાન ના કારણે કિડનીની સમસ્યા થઈ શકે છે. જો કિડનીની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે પોતાના મહત્વપૂર્ણ કાર્યો કરવાનું બંધ કરી દે છે, જેનાથી સ્વાસ્થ્યને ગંભીર રૂપથી નુકસાન થઈ શકે છે. કિડનીને તમે સ્વસ્થ ખાન-પાન અને પૂરતું પાણી પીયને હેલ્દી રાખવાની સાથે ડિટોક્સ પણ કરી શકો છો.

શરીરમાં બે કિડની હોય છે. કિડનીનું મુખ્ય કાર્ય લોહીને ગાળવાનું, વધુ પડતા પાણી, વિષાક્ત પદાર્થો અને અન્ય ગંદકીને બહાર કાઢવાનું છે, જે શરીર દ્વારા પેશાબ ના રૂપમાં ઉત્પન્ન થાય છે. સાથે જ લાલ રક્ત કોશિકાઓના નિર્માણમાં અને બ્લડપ્રેશરના રેગ્યુલેશન માં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. જો તમે સ્વાસ્થ્યવર્ધક ખાનપાન નહિ કરો અને પ્રવાહી પદાર્થોનું ભરપૂર સેવન નહીં કરો તો ટોક્સિન પદાર્થોના સંપર્ક માં આવશો તો કિડનીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. એવામાં કિડનીની પણ સાફ સફાઈ અત્યંત જરૂરી બની રહે છે.કિડની ફ્લશ કરવું શું છે?:- એક રિપોર્ટ પ્રમાણે કિડની ફલશ એટલે કિડનીની સાફ સફાઈ કરવી. તેને સ્વચ્છ કરવી. આ એક પ્રકારનો ડીટોક્સ ડાયટ છે, જેમાં કિડનીને સાચી રીતે કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. કિડનીની સફાઈ અનેક રીતે કરી શકાય છે તમે કેટલાક ફૂડ્સનું સેવન કરીને પણ કિડનીને સાફ અને સ્વસ્થ રાખી શકો છો.

આ ફુડસ કિડનીમાં જમા થયેલા વિષાક્ત અને અન્ય ખરાબ પદાર્થોથી છુટકારો મેળવવા મદદ કરી શકે છે, જેનાથી કિડનીની બીમારીઓના જોખમને દૂર કરી શકાય છે. જોકે વર્તમાન સમયમાં કોઈપણ વૈજ્ઞાનિક પ્રમાણ હાજર નથી કે કોઈ ખાસ પ્રકારથી કે ફૂડ દ્વારા કિડનીની સફાઈ કરી શકાય છે. પરંતુ હેલ્દી ખાનપાન અને ભરપૂર પ્રમાણમાં  પ્રવાહી પદાર્થોનું સેવન કરવાથી કિડનીને સ્વસ્થ રાખવામાં અવશ્ય મદદ મળી શકે છે.કિડનીમાં સમસ્યાના લક્ષણો:- થાક નો અહેસાસ થવો, બેચેની લાગવી, ખજવાળ આવવી કે શુષ્ક ત્વચા, એડિયો માં સોજો, પગમાં દુખાવો, વારંવાર કિડનીમાં સ્ટોન હોવો, યુરીન માર્ગમાં ઇન્ફેક્શન થવું, મોઢામાં ખરાબ સ્વાદ આવવો, પેશાબ જલ્દી થવો, રંગમાં બદલાવ આવવો.

કિડની સાફ કરવાના ઉપાય – પૂરતા પ્રમાણમાં પાણી પીવું:- શું તમે જાણો છો દરેક અંગને વ્યવસ્થિત રીતે પોતાનું કાર્ય કરવા માટે પાણીની જરૂરત હોય છે. બસ એ જ પ્રમાણે કિડનીને પણ પ્રવાહી પદાર્થો ની જરૂરત હોય છે કારણ કે તેનું મુખ્ય કામ હોય છે ફિલ્ટર કરવું. કિડનીને યુરીન બનાવવા માટે પાણીની જરૂરત હોય છે, જે શરીરમાં રહેલાં ઝેરી પદાર્થો અને ગંદકીને બહાર કાઢે છે. પેશાબની ઓછી માત્રા કિડનીની તકલીફ, કિડનીમાં પથરી સંબંધિત છે. આવી સ્થિતિમાં, દરરોજ 3 લિટર પાણી જરૂરથી પીવું જોઈએ.બેરીઝ ફળોનું સેવન કરો:- મોટાભાગે બેરીઝ માં એંટીઓક્સીડેંટ્સ અને કિડનીની કોશિકાઓને સુરક્ષિત રાખવાના પ્રભાવ હોય છે. તેનાથી ઇન્ફલેમેશન અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ પણ ઓછો થાય છે. જ્યારે કિડનીની સાફ કરવાની વાત આવે છે ત્યારે બ્લુબેરી અને ક્રેનબેરી નું સેવન વધુ કરવું જોઈએ. ક્રેનબેરી યુરીન માર્ગ ને શાંત રાખે છે. અને સંક્રમણથી બચાવે છે. બ્લ્યુબેરીસ માં પોટેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય છે. એવામાં તમે આનુ સેવન કરી શકો છો.

ઓમેગા-૩ ફેટી એસિડનું કરો સેવન:- તમે ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર વસ્તુઓનું પણ સેવન કરી શકો છો. આ વધુ પડતા ઓમેગા-6 ફેટી એસીડ અને સંતુલિત કરે છે. ઓમેગા 6 ના ઉચ્ચ સ્તરથી કિડની સ્ટોન હોવાનું રિસ્ક રહે છે. તેના સિવાય ઓમેગા-3 એસ પેશાબ દ્વારા આ પ્રોટીનને બહાર કાઢવાના જોખમને પણ ઓછું કરે છે. આ એક એવી સ્થિતિ છે જેને પ્રોટીન્યુરિયા કહેવાય છે.તરબૂચ, દાડમ વધુ પ્રમાણમાં ખાઓ:- તરબૂચમાં ભરપૂર પ્રમાણમાં પાણી ફાયબર અને અન્ય કેટલાક પોષક તત્વો હાજર હોય છે, જે કિડનીને નુકશાન થતાં બચાવે છે. તરબૂચ શરીરમાં સાઇટ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફેટ, ઓક્ષાલેટ ના લેવલને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે દાડમમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય છે જેનાથી કિડનીને સફાઈ કરવા વાળી ડાયટમાં પણ સામેલ કરી શકાય છે.

પોટેશિયમ કિડનીની પથરી ના જોખમને દૂર કરે છે. કિડનીના ઝેરી પદાર્થો અને ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે. તે છતાં તરબૂચ અને દાડમમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ હોય છે જેનું સેવન કિડની સાફઈ દરમિયાન વધુ ન કરવું જોઈએ. પોટેશિયમ એવા મિનરલ માંથી એક છે, જે કિડનીની કાર્યક્ષમતામાં કોઈપણ પ્રકારની ખરાબી આવવાથી તેને સાફ કરવી મુશ્કેલ બને છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment