જેલમાં બંધ આશારામની તબિયત કથળી, ઓક્સિજન લેવલ નીચું આવ્યા બાદ કરી આવી જિદ્દ…

એમ્સ હોસ્પિટલમાં ઈલાજ બાદ કોરોના મહામારીને માત આપી ચુકેલા જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ  નાબાલિકના યૌન શોષણના આરોપી આશારામનું ઓક્સિજન લેવલ રવિવારના રોજ ફ્રી એકવાર અચાનક જ ઓછું થઈ ગયું હતું. તેના કારણે તેને ફરી જેલમાંથી એમ્સમાં મોકલવાની તૈયારી કરવામાં આવી. પરંતુ આશારામે ત્યાં ઈલાજ કરાવવા ના કહી હતી. ત્યાર બાદ આયુર્વેદ યુનિવર્સિટી માંથી ડોક્ટરને બોલાવવામાં આવ્યા. તપાસ કર્યા બાદ આશારામને હવે જેલમાં જ ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે.

આશારામ છેલ્લા દિવસોમાં કોરોના સંક્રમિત થઈ ગયા હતા. ત્યાર બાદ તેનો એમ્સ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. એમ્સમાંથી ઠીક થઈ ગયા બાદ આશારામને ત્યાંથી ડિસ્ચાર્જ કરીને જેલ પરત મોકલી દેવામાં આવ્યા હતા. જેલમાં રવિવારની સવારે આશારામની તબિયત ફરી ખરાબ થવા લાગી હતી. તેની ઓક્સિજન લેવા 92 સુધી પહોંચી ગયું હતું.હાલ આશારામની તબિયત : જેલ અધિકારી તેને ફરી એમ્સ લઈને જવાનું નક્કી કરી ચુક્યા હતા, પરંતુ આશારામેં જિદ્દ કરી કે તેને માત્ર આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી જ ઈલાજ કરાવવો છે. ત્યાર બાદ જેલ પ્રશાસને કરવડ સ્થિત આયુર્વેદ યુનિવર્સિટીના ડોક્ટર અરૂણ ત્યાગીને બોલાવ્યા. તેમણે આશારામનું નિદાન કર્યું અને અમુક દવાઓ પણ આપી. ત્યાર બાદ જેલમાં જ તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા. હાલ તેની તબિયત સ્થિર છે.

કોવિડના કારણે તેને અમુક સમસ્યાઓ : ડોક્ટર ત્યાગીએ જણાવ્યું હતું કે કોવિડના કારણે અમુક સમસ્યાઓ છે. તેમણે આશારામને સમજાવ્યું કે ઈલાજ માટે જરૂરી છે કે, અમુક તપાસ કરાવવી જોઈએ. તે તપાસ હોસ્પિટલમાં જ થઈ શકે છે. તેવામાં તે એમ્સ અથવા MDM હોસ્પિટલમાં પોતાની તપાસ કરાવી લો. ત્યાર બાદ જો તમે ઈચ્છો તો આયુર્વેદ અનુસાર ઈલાજ શરૂ કરી દઈશું. આશારામને પહેલા પ્રોસ્ટેટની સમસ્યા પહેલા હતી. તે સમસ્યા હવે વધી રહી છે.આશારામની બે દિવસ પહેલા જ બરતરફ થઈ છે જમાનત અરજી : નોંધપાત્ર છે કે બે દિવસ પહેલા આશારામને જેલમાંથી બહાર આવવાની ઈચ્છા હતી પરંતુ તેના પર પાણી ફરી ગયું હતું. હાઈકોર્ટના આદેશ પર જોધપુર એમ્સમાં રચિત મેડિકલ બોર્ડ દ્વારા આસારામની તબિયત એકદમ બરોબર છે એવો કરાર આપ્યો હતો.

રિપોર્ટમાં અમુક મામલામાં ઈલાજની આવશ્યકતા જણાવવામાં આવી હતી. આ રિપોર્ટના આધાર પર રાજસ્થાન હાઈકોર્ટે તેની બે મહિનાના વચગાળાની જમીન અરજીને રદ કરી દીધી.

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment