આજના સમયમાં વધતા પ્રદૂષણની અસર આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ વિપરીત પ્રભાવ પાડે છે. વિશેષ રૂપે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં પ્રદુષણ ઝડપથી વધી રહ્યું છે. આ શહેરોમાં પ્રદૂષણનું લેવલ જોખમના સંકેત રૂપે છે. પ્રદૂષણ વધવાથી આપણા સ્વાસ્થ્ય માટે દરેક રીતે જોખમકારક છે. ઉપરથી શિયાળાની ઋતુ છે અને આ ઋતુમાં ઈમ્યુનિટી સિસ્ટમ કમજોર બની જાય જેથી કોઈપણ સરળતાથી સંક્રમણની ઝપટમાં આવી શકે છે. સરવાળે લોકો પ્રદૂષણ અને ઠંડીના બેવડા મારને સહન કરી રહ્યા છે.
ડાયટીશિયન પ્રમાણે ઠંડી અને પ્રદૂષણ સૌથી વધારે ફેફસા માટે જોખમકારક હોય છે. તેનાથી ફેફસા અને સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ફેફસામાં ગંદકી ભરાવાથી તમને શ્વાસ લેવામાં મુશ્કેલ થઈ શકે છે. જો ધ્યાન ન આપવામાં આવે તો તમને અસ્થમા, સીઓપીડી, નિમોનિયા, ફેફસાનું કેન્સર, ફેફસામાં ઇન્ફેક્શન અને ફેફસામાં પાણી ભરાવા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ફેફસાને સાફ કરવાનો ઉપાય શું છે?:- જો તમે પ્રદૂષિત શહેરમાં રહેતા હોય તો તમારે તમારા ફેફસાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ખાન-પાનમાં બદલાવ કરીને તમે ફેફસાને સ્વસ્થ અને મજબૂત બનાવી શકો છો. તેના માટે તમે તમારા ડાયટમાં ગોળ સામેલ કરી શકો છો. ચાલો જાણીએ ગોળ કેવી રીતે ફેફસા માટે રક્ષા કવચની જેમ કામ કરે છે.
ફેફસાનું રક્ષા કવચ છે ગોળ:- ગોળને નેચરલ સ્વીટનરના રૂપમાં ઓળખવામાં આવે છે. તેના સેવનથી સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદા થાય છે. પરંતુ જ્યારે વાત શ્વાસ કે ફેફસાથી જોડાયેલા વિકારોની હોય છે તો આ અસરકારક ટોનિકની જેમ કામ કરે છે.
ફેફસાની ઊંડાણપૂર્વક કરે છે સફાઈ:- ડાયટીશિયને NCBI પર પ્રકાશિત એક શોધનું ઉદાહરણ આપીને જણાવ્યું કે ગોળ એક એવો ખાદ્ય પદાર્થ છે જે ફેફસાને ઊંડાણપૂર્વક સાફ કરે છે. આમાં કાર્બનના કણોને બદલવાની ક્ષમતા હોય છે જે તમારા ફેફસાની એલવીયોલી મા ફસાઈ શકે છે. આ ફેફસામાં જામેલા પ્રદૂષણને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.ફેફસા ને સાફ કરવાના ઉપાય-ગોળ નું સેવન કરો:- ગોળ ફેફસાને સાફ કરીને બ્રોકાઈનટીસ ઘરઘરાહટ, અસ્થમા અને શ્વાસની અન્ય વિકૃતિઓથી બચાવી શકે છે. આ જ કારણ છે કે કોલસાની ખાણ કે ધૂળ-માટી જેવી જગ્યાએ કામ કરતા લોકોને ગોળ ખાવા આપવામાં આવે છે.
ગોળ ખાવાના ફાયદા:- ગોળ એક ગરમ ખાદ્ય પદાર્થ છે જે ઠંડીમાં તમને ગરમ રાખે છે. ઉર્જા નું સ્તર વધારવામાં મદદરૂપ થાય. આયર્નનો શ્રેષ્ઠ સ્ત્રોત છે અને લોહીની કમી થી બચાવવામાં મદદરૂપ. લોહીને સાફ કરવા વાળો સસ્તો ખાદ્ય પદાર્થ. કબજીયાત નો રામબાણ ઈલાજ. ખાંડનો સૌથી સસ્તો અને સારો વિકલ્પ.
ફેફસાને સાફ કરવા માટે ગોળ કેવી રીતે ખાવો જોઈએ?:- ડાયટીશિયને જણાવ્યું કે તમે ગોળની ચા પી શકો છો. તેનાથી તમે બીમારીઓનું જડ ખાંડથી બચી શકો છો. બીજી રીત એ છે કે તમે ગોળ ઘી અને કાળા મરી ના મિશ્રણ ના લાડુ બનાવી લો અને તેને ખાઓ. ત્રીજી રીત એ છે કે તમે ખાધા બાદ ગોળનું જ સીધું સેવન કરો. ધ્યાન રાખવું કે હંમેશા કેમિકલ ફ્રી ગોળનો ઉપયોગ કરવો અને બાળકોને વધારે ખાવા ન આપવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી