એક જ અઠવાડિયું બાકી છે હવે, જો ટેક્સથી બચવું હોય તો કરો આ વસ્તુમાં રોકાણ. ટેક્સ પણ બચી જશે અને ફાયદા પણ થશે.

ઇન્કમ ટેક્સ ભરતા લોકોને હાલના આર્થિક વર્ષમાં જો ટેક્સ ભરવાથી બચવું હોય, તો તેના માટે લગભગ એક અઠવાડિયાનો ટાઈમ છે. જો તમે 31 માર્ચ સુધીમાં જો કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરો છો તો તમે આર્થિક વર્ષ 2020-21 માટે ટેક્સ આપવાની રકમમાં ઘટાડો કરી શકો છો. એટલે કે જો તમે રોકાણ કરો છો  તો આ વર્ષે કામ નહિ આવે, પરંતુ આ એક પ્લસ પોઈન્ટ છે કે, તમારી પાસે ટેક્સ બચાવવા માટે અને રોકાણ કરવા માટે હજુ એક અઠવાડિયા સુધીનો સમય છે. તો ચાલો જાણીએ કે ટૂંકા સમયમાં આપણે ક્યાં ક્યાં રોકાણ કરી શકીએ, જેનાથી ટેક્સ પણ બચી જાય છે પૈસાનું રોકાણ પણ યોગ્ય જગ્યાએ થઈ જાય.

તમારી પાસે હજુ સમય છે કે, તમે 31 માર્ચ સુધી આયકરની ધારા 80C, 80CCC, 80CCD, 80CCE and 80D જેવા ઘણા પ્રાવધાનોની હેઠળ રોકાણ  કરી ટેક્સ ભરવાની ઇન્કમમાં ઘટાડો કરી ફાયદો ઉઠાવી શકો છો. ત્યાર બાદ આ આર્થિક વર્ષ 2020-21  માટે 31 જુલાઈ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરશો તો તમે તેમાં રોકાણની જાણકારી આપી તેક્સ્સ રિફંડ હાંસિલ કરી શકો છો.ધારા 80 C હેઠળ તમે ઘણા સાધનોમાં 1.5 લાખ રૂપિયા સુધી રોકાણને તમારી ટેક્સેબલ ઇન્કમથી ઘટાડી શકો છો. આ ધારા હેઠળ રોકાણ કરવા વાળા સાધનોમાં EPF, PPF, લાઈફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, નેશનલ પેન્શન સિસ્ટમ, બાળકોની સ્કુલ ફી વગેરે આવે છે. આ સિવાય ધારા 80 D હેઠળ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પણ વર્ષ ભરમાં 25 હજાર રૂપિયા સુધી આયકર મફત હોય છે. આ સિવાય NPC માં 50 હજાર રૂપિયાનું અતિરિક્ત રોકાણ કરી તમે ટેસ્ક બચત કરી શકો છો.

આ રીતે જો થોડા દિવસોની વાત કરીએ તો તમારા માટે સરકારી NSC, સુકન્યા સમૃદ્ધિ યોજના, PPF, NPS જેવી યોજનાઓમાં રોકાણનો વિકલ્પ ખુલ્લો છે. તમે હેલ્થ ઇન્શ્યોરન્સ અથવા લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસી લેવા ઇચ્છતા હો તો તેનાથી પણ આવતા થોડા દિવસોમાં ટેક્સ છૂટનો ફાયદો લઈ શકો છો. PPF માં વર્ષના 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તેમાં વર્ષના 7.1% નું વ્યાજ મળે છે.તમે જો અત્યાર સુધી ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ નથી આપી શક્યા તો, તમારા એમ્પ્લોયરે ઇન્કમ ટેક્સ કાપી લીધો હશે. પરંતુ જો કોઈ પણ રોકાણ 31 માર્ચથી પહેલા કરી લો છો તો તેની જાણકારી પછી આ આર્થિક વર્ષનું ITR ફાઈલ કરતા સમયે આપીને તમે ટેક્સ રિફંડ માટે આવેદન કરી શકો છો.

તમે 31 માર્ચ સુધી તમારી ટેક્સ સ્લેબ અનુસાર રોકાણ કરી તેનો રેકોર્ડ તમારી પાસે રાખી લો. જેમ કે બાળકોની ફીસની રસીદ, હોમ લોન સ્ટેટમેન્ટ, વીમા પ્રીમિયમ રેકોર્ડ, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમનો રેકોર્ડ, જો તમે ભાડે રહો છો તો રેંટ રીસીપ, PPF જમાનો રેકોર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમાનો રેકોર્ડ વગેરે. આ રેકોર્ડ તમને ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા સમયે આપવો પડશે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment