ભારતના 8 રહસ્યમય સ્થળ જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહિ હોય. જેમાં સુરતનો ડુમ્મસ બીચ પણ શામેલ છે

અજ્ઞાત ચીજો નું રહસ્ય હંમેશાથી મનુષ્ય ને આકર્ષિત કરતું આવ્યું છે.ભારત એક ખુબસુરત દેશ છે, એમાં કોઈ શંકા નથી.ખૂબસૂરતી સાથે ભારતમાં અનેક રહસ્યો છુપાયેલા છે જે આજે પણ એક પહેલી છે. આજ ના આર્ટિકલમાં આપણે ભારત ના આવા જ રહસ્યમય જગ્યાઓ વિશે જાણીશું.

★ સમ્રાટ અશોકના  9 મંત્રીઓ

સમ્રાટ અશોક ના 9 મંત્રીઓ ભારત નું સૌથી મોટું રહસ્ય છે. કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકે તે સમયના સૌથી જ્ઞાની અને ચતુર લોકો વાળી એક સંસ્થાનું નિર્માણ કર્યું હતું. જેમની પાસે જ્ઞાનનો અધભુત ખજાનો હતો. આ 9 લોકો પોત-પોતાની સિદ્ધિ માં પારંગત હતા. આ સંસ્થાનો ઉદ્દેશ આ જ્ઞાનને ખોટા લોકો સુધી ના હોય પોહચે અને તેનું રક્ષણ કરવાનો હતો. કહેવાય છે કે આ 9 લોકો પાસે સમય યાત્રા , સંમોહન વિદ્યા, અદ્રશ્ય કળા, જૈવિક વિદ્યા, કોઇ પણ ચીઝ ને બીજી ધાતુ માં બદલી શકાય એવી વિદ્યાના પુસ્તકો હતા. જેની રક્ષા આજે પણ એમના વંશ દ્વારા થઈ રહી છે. એ 9 લોકો ક્યાં છે અને હાલ આ 9 પુસ્તકો ક્યાં છે, એ આજેપણ એક મોટું રહસ્ય છે.

  ★ અહલ્યા ભૂતની રોશની

પશ્ચિમ બંગાળના દલ-દલી  વિસ્તારમાં ત્યાંના માછીમારો દ્વારા એક રહસ્યમય રોશની જોવાનો દાવો કરવામાં આવે છે. આ રોશની માછીમારો ને ભ્રમિત કરવા માટે છે એવું લોકો કહે છે.જો કોઈ માછીમાર આ રોશનીથી આકર્ષિત થઈ નજીક જાય તો તે કાદવ માં ડૂબી મૃત્યુ પામે છે.ગામલોકોને ઘણીવાર આત્માઓ જોવાનો દાવો પણ કર્યો છે, એમના મુજબ આ આત્મા મૃત્યુ પામેલા માછીમારોની છે. જે આજે પણ દલદલ માં ભટકે છે.

આશ્ચર્યજનક વાત એછે કે ક્યારેક આ રોશની તેમને ભવિષ્યમાં આવનારા ખાતરાથી સાવચેત પણ કરે છે. હકીકત શું છે કોઈ નથી જાણતું.

★ અગ્રસેન ની બાઉલી

આ સ્થળ કનોટ પલેસ પાસે હેલીરોડ પર અગ્રસેન ની બાઉલી આવેલું છે.15મી સદીમાં રાજા અગ્રસેન દ્વારા નિર્માણ કરાયું હતું. બાવલી માં નીચે ઉતારવા 106 પગથિયાં છે, ત્યારબાદ સુરંગ ના રસ્તા છે. જે કોઈ આ ભૂલ-ભુલૈયા માં ગયા એ કોઈ દિવસ પાછું નથી આવ્યા.

આ  બાવલી માં અચાનક કાળું પાણી ભરાવા લાગ્યું. ટૂંક સમયમાં બાવલીનું પાણી સંપૂર્ણ કાળું થઈ ગયું.લોકો માને છે કે આ પાણી માં જાદુઈ શક્તિ છે, જે લોકો ને સંમોહિત કરી આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દે છે. લોકો પાણીને જોતા જ તેમાં કુદી જય છે,અનેં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આજે પણ લોકો અહીં જવાથી ડરે છે.

★ ભાણગઢ નો કિલ્લો

રાજસ્થાનના અલવર જિલ્લા માં ભાનગઢનો કિલ્લો આવેલો છે.કેટલીક અસાધારણ ગતિવિધિઓ અહીં થતી આવી છે. આજ કારણે આ કિલ્લો ભારત ના સૌથી રહસ્યમય જગ્યામાં મોખરે છે.આ જગ્યા માં ભૂતપ્રેતનો વાસ હોવાનું મનાય છે.આ એટલું ડરવાનું સ્થળ છે ક ભારત સરકાર દ્વારા  પર્યટકોને સાંજના 6 વાગ્યા પછી પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવતી નથી, જેનું નોટિસ બોર્ડ પણ મૂકેલું છે.આ કિલ્લા માં કોઈ રાત પ્રવેશ કરે એ સવારે મૃત મળે છે. કિલ્લા માં પ્રવેશતા જ કોઈ આપનો પીછો કરતું હોય એવો એહસાસ થાય છે. કેટલાય વૈજ્ઞાનિક દ્વારા આ રહસ્ય ઉકેલવા  પ્રયાસ કરાયો છતાં આજે પણ આ રહસ્ય જ છે.

★ડાવ હિલ્સ

દાર્જિલિંગ પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ તો છે જ પણ ભૂત પ્રેત ની કહાની માટે આ વિસ્તાર ખૂબ ચર્ચિત રહ્યો છે. એક ધડ વગર ના છોકરા નું ભૂત અહીં ઘણા પ્રવાસીઓ દ્વારા જોયાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લોકો ને ડરામણી ચીસો પણ સાંભળ્યા નો અનુભવ થયો છે.લોકો દ્વારા પ્રેત આત્મા ને જોયા બાદ જંગલ માં જ આત્મહત્યા કરી લીધી હતી. અહીંની વિક્ટોરિયા બોયસ હાઈસ્કૂલ માં ઘણી ભૂતિયા ઘટના જોવા મળી છે.ત્યાંના લોકોના કેહવા મુજબ સ્કૂલમાં ઘણા લોકોએ આત્મહત્યા કરેલી છે ,જેથી એ લોકોની આત્મા હાલ સ્કૂલ માં ભટકે છે. લોકો ને સ્કૂલ બંધ હોવા છતાં છોકરાઓ ના ચાલવાના અવાજ આવે છે.

★ ડુમ્મસ બીચ

સુરત નજીક દરિયા કાંઠે આ સ્થળ આવેલું છે. અહીં ઘણા લોકોએ અસાધારણ ગતિવિધિઓ નો અનુભવ કર્યો છે. અહીં ફરવા આવેલા પર્યટકો અચાનક ગાયબ થઈ જવાની પણ ઘણી વાતો છે. અહીં કોઈ શેતાની તાકાતનો કબ્જો હોવાનું લોકો માને છે.દરિયા કાંઠે થી ભયાનક ચીસો પણ સાંભળવામાં આવી છે. લોકો ને પોતાની આસપાસ કોઈ હોય એવો એહસાસ પણ થાય છે. અહીં એકલા ફરવા પર મનાઈ છે.ડુમ્મસ બીચ ને “ બળતો દરિયો ” કહેવતો, કારણકે અહીં મૃત શરીર ને બાળવામા આવતાં.

લોકો ના કેહવા મુજબ અહીં આત્માઓ દવારા લોકોને હેરાન કરાય છે.અહીંની રેતી સફેદ નહિ પણ કાળી છે !સાંજ પડતા જ આ જગ્યા એકદમ ડરામણી થઈ જાય છે.

★ જટીંગા – પક્ષી આત્મહત્યા

જટીંગા ની ઘાટી પર્યટકો ને પક્ષી જોવા માટે પસંદગીનુ સ્થળ માનવામાં આવે છે.જાટીંગા માં ખુબસુરત પહાડ અને જંગલ આવેલા છે,પણ જાટીંગા પક્ષીઓની આત્મહત્યા માટે પ્રચલીત છે. દર વર્ષે ઓક્ટોબર થી ડિસેમ્બર ની વચ્ચે અમાસ ની રાત્રે કેટલાય પક્ષી આસમાન થી જમીન પર કુદી પોતાનો જીવ દઈ દે છે.પક્ષીઓ ની આવી રીતે સામુહિક આત્મહત્યા માટે આ જગ્યા ખૂબ રહસ્યમય છે. અમુક પક્ષીઓ ઘરના બારી બારણાં સાથે અથડાય ને જીવ દઈ દે છે. લોકોની માન્યતા મુજબ અહીં ભૂતો દવારા પક્ષીઓ ને આત્મહત્યા માટે પ્રેરિત કરાય છે.

વૈજ્ઞાનિક દ્વારા આ પહેલી શોધવા પ્રયત્નો થયા પણ સફળતા હાથ ના લાગી.

★ નોર્થ સેન્ટિનલ દ્વીપ

નોર્થ સેન્ટિનલ દ્વીપ બંગાળ ની ખાડી ની નીચે આવેલો છે. અહીં એક એવી આદિવાસી પ્રજાતિ રહે છે જેને બહાર ની દુનિયા સાથે કોઈ સંપર્ક નથી. ભારત સરકાર દવારા તેઓ સુધી પોહચવાનો પ્રયાસ કરાયો હતો પણ તેઓ પોતાની જગ્યા ના રક્ષણ માટે હુમલો કરી દે છે. અહીંની જનજાતિ તીર ચાલવામા ખૂબ માહેર છે.  નીચી ઊંચાઈ પર ઉડતા વિમાનો પર તીર અને ભલા દવારા હુમલા પણ કરી દે છે. અહીં ભૂલથી પણ માણસ જાય તો એનું મોત નક્કી છે. ખુદ સરકાર પણ એમના જીવનમાં હસ્તક્ષેપ કરવા માંગતી નથી.એક સંસ્થા દ્વારા તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી તો એ લોકો મોતને ભેટ્યા.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

 

 

 

Leave a Comment