ભારતીય ટપાલ ખાતાએ ગુજરાત પોસ્ટલ સર્કલમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ સહિત અનેક પદો ભરવા માટે અરજીઓ માંગી છે. ઈચ્છા ધરાવતા યોગ્ય ઉમેદવારો જો આ પદો માટે અરજી કરવા ઈચ્છતા હોય તો તેઓ ઇન્ડિયા પોસ્ટની ઓફિસિયલ વેબસાઈટ indiapost.gov.in પર જઈને એપ્લાય કરી શકે છે. આ પદો માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
તેના સિવાય ઉમેદવાર સીધી જ લીંક https://dopsportsrecruitment.in/ પર ક્લિક કરીને પણ આ પદો માટે અરજી કરી શકો છો. સાથે જ આ લીંક India Post Recruitment 2022 Notification PDF દ્વારા પણ ઓફિસિયલ નોટિફિકેશન ને પણ ચેક કરી શકો છો. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 133 પદો ભરવામાં આવશે. આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવી રહી છે.
India Post Recruitment 2022 ના માટે મહત્વપૂર્ણ તારીખો:- અરજી કરવાની શરૂઆતની તારીખ:- 23 ઓક્ટોબર અને અરજી કરવાની અંતિમ તારીખ:- 22 નવેમ્બર
India Post Recruitment 2022 માટે ખાલી જગ્યાની વિગતો:- કુલ પદોની સંખ્યા 133
યોગ્યતા માપદંડ:- પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટીગ આસિસ્ટન્ટ:- ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી 12મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. સાથે જ કોઈ પણ માન્યતા પ્રાપ્ત કોમ્પ્યુટર પ્રશિક્ષણ સંસ્થા થી ઓછામાં ઓછા 60 દિવસની મુદતનું મૂળભૂત કમ્પ્યુટર તાલીમ પ્રમાણપત્ર પણ હોવું આવશ્યક છે.
પોસ્ટમેન/મેલ ગાર્ડ:- ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ માંથી 12 મુ ધોરણ પાસ હોવાની સાથે સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતીનું નોલેજ હોવું જોઈએ. સાથે જ કોઈ પણ માન્યતા પ્રાપ્ત કોમ્પ્યુટર પ્રશિક્ષણ સંસ્થાનું ઓછામાં ઓછું 60 દિવસની મુદતનું મૂળભૂત કમ્પ્યુટર તાલીમ પ્રમાણપત્ર પણ હોવું જોઈએ .
MTS:- ઉમેદવારોએ 10 મું ધોરણ પાસ હોવાની સાથે સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતીનું નોલેજ હોવું જોઈએ.
અરજી કરવા માટે ફી:- ઉમેદવારોએ અરજી ફી તરીકે 100/- રૂપિયા ચૂકવવા પડશે.
પગાર ધોરણ:- પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટીંગ આસિસ્ટન્ટ – રૂપિયા 25,500/- થી રૂપિયા 81100/- પોસ્ટમેન/મેલ ગાર્ડ – રૂપિયા 21,700 થી રૂપિયા 69,100, MTS- રૂપિયા 18,000 થી રૂપિયા 56,900.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી