8 વર્ષનો કુતરો બની ગયો 36 કરોડની સંપત્તિનો માલિક, કેવી રીતે બન્યો એ જાણશો તો હોંશ ઉડી જશે.

મિત્રો તમે જોયું હશે કે, ઘણા લોકો પોતાની પાસે કુતરાઓ પાળવાનું પસંદ કરે છે. અને આ કુતરાઓ પાળવા માટે તેઓ તેની માટે ખાસ વ્યવસ્થા પણ કરે છે. તેના માટે ખાસ પ્રકારના ભોજન રાખે છે. તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવે છે. કારણ કે આજકાલ કુતરાઓ પાળવા એ ફેશન બની ગઈ છે. ત્યારે આપણી સામે એક એવી ઘટના આવી છે જેમાં માલિકે પોતાના કુતરાના નામે પોતાની સંપત્તિ કરી છે. ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

તમે કેટલાક પેટ લવર્સ જોયા હશે. એ પોતાના પાલતુ પ્રાણી માટે ખૂબ ખર્ચા કરે છે. તો તે પછી ડોગ્સ હોય કે કેટ અથવા બર્થ ડે ઉજવાની વાત હોય અથવા એમને માટે મોંઘા ગિફ્ટ લાવવાની વાત હોય એવા આપણે  કેટલાક ઉદાહરણ જોયા છે. પરંતુ એક એવું પણ ઉદાહરણ છે કે, જેમાં એક માલિક પોતાન કુતરાના 36 કરોડ રૂપિયાની પ્રોપટી કરી દીધી. માલિક હવે આ દુનિયામાં નથી. પરંતુ એના પાલતું કૂતરો કરોડોની સંપત્તિનો માલિક બની ગયો છે. જેની દેખરેખમાં કામ લાગે છે. ચાલો જાણીએ આ ખતરનાક ઘટના ક્યાં થઈ છે ?

મિત્રો, કુતરા સૌથી વધારે વફાદાર હોય છે. એટલા માટે કેટલાક લોકો પોતાના પાલતુ કુતરાને પરિવારના સભ્યની જેમ રાખે છે. એવી રીતે અમેરિકામાં નૈશવિલ શહેરમાં એક સ્ત્રી પોતાના પાલતુ ડોગને ખુબ જ પ્રેમ કરતી હતી. કરોડપતિ સ્ત્રી પોતાની કરોડોની સંપત્તિ પાલતુ કુતરાના નામે કરીને દુનિયાને ચોંકાવી દીધી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે, અમેરિકાના નૈશવિલે શહેરમાં માર્થા બર્ટન જે પાલતુ કુતરા લૂલુંની દેખરેખ કરે છે એણે બતાવ્યું કે માલિકે પોતાના કુતરા માટે  50 લાખ ડોલરની પ્રોપટી છોડી દીધી છે. લૂલુંના માલિક બીલ ડોરિસ એક કામયાબ બિઝનેસમેન હતો. પાછલા વર્ષમાં 2020 માં એમની મૃત્યુ થઈ હતી. પરંતુ પોતાના પ્યારા પપ્પીના નામે કરોડો છોડી ગયા, કારણ કે તેને કોઈ સમસ્યા ન થાય.

તમને જાણીને આશ્વર્યચકિત થઈ જશો કે, 50 લાખ ડોલરનો મતલબ ભારતીય રૂપિયામાં આશરે 36 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. આ પાલતુ કુતરાનું નામ છે લૂલું. આ કૂતરો બોડર કોલી નસલનું છે. લૂલુનો માલિક તેને ખુબ જ પ્રેમ કરતો હતો. પોતાના પાલતુ કુતરાની દેખરેખ માટે એમણે એવું કર્યું. કૂતરાની દેખરેખ કરવા માટે એક સ્ત્રીને દર મહિને પેસા આપવામાં આવે છે.

માર્થા બર્ટનએ આગળ કહ્યું કે, બિલ દોરીસે પોતાની વસિયત પોતાના પાલતુ કુતરા લૂલુંના દેખરેખ માટે રકમ જમા કરવા અને એને દર મહિને રકમ આપવાની ઈચ્છા બતાવી હતી. બર્ટનને કીધું કે બિલ ડોરિસ પોતાના પાલતુ કુતરા લૂલુંને ખુબ જ પ્રેમ કરે છે. એટલે એની દેખરેખ માટે આટલી રકમ છોડી છે, જો કે એમને અનુમાન નથી કે આ બધી રકમ ખર્ચ પણ થઈ શકશે કે નહિ.

ઘણા લોકો પોતાના ઘરમાં પાલતુ પ્રાણી પાળે છે પછી તે કૂતરો હોય કે બિલાડી હોય. જેમને આવા પ્રાણી રાખવાના શોખ હોય છે અને એવા વ્યકિતને આવા પ્રાણી ખૂબ ગમતા હોય છે. તેઓ આવા પ્રાણીની કેર પણ એટલી કરતાં હોય છે. અને એમના ખાવા પીવાનું પણ એટલું જ ધ્યાન રાખતા હોય છે. કારણ કે એ વ્યકિતને એવા  પ્રાણી સાથે પ્રેમ થઈ જાય છે અને એ પોતાના પાલતુ પ્રાણીનું નામ પણ રાખતા હોય છે. તે કેટ હોય કે ડોગ્સ હોય. એમની માટે આવા લોકો પૈસા ખર્ચવા તૈયાર થઈ જાય છે. કારણ કે હકીકતમાં આવા પ્રાણીઓ પોતાના માલિક પ્રત્યે વફાદાર પણ હોય છે. તે પોતાના માલિક સાથે ક્યારે પણ દગો નથી કરતાં. માણસ કરતાં પણ એ વધારે વફાદાર હોય છે.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી…

Leave a Comment