ફક્ત આ એક ઓઈલ દુર કરી દેશે તમારા વાળની તમામ સમસ્યાઓ અને બનાવી દેશે એકદમ લાંબા, મજબુત અને આકર્ષક… જાણો ઉપયોગ કરવાની રીતે અને ફાયદા…

વાળની સમસ્યા દૂર કરવા માટે તમે કેનોલા ઓઈલનો ઉપયોગ કરી શકો છો. કેનોલા ઓઇલ વાળને હાઇડ્રેટ રાખે છે અને વાળમાં વધુ મોઈશ્ચર જામી જવાની સમસ્યાને પણ દૂર કરે છે. આ ઓઈલનો ઉપયોગ કરવાથી આપણા વાળ ઘટ્ટ થાય છે કારણ કે તેમાં વિટામિન ઈ ઉપસ્થિત હોય છે, જે આપણી ડ્રાય ખોપડી ખંજવાળ અને ખોડાની સમસ્યાને દૂર કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે એ વાત ઉપર નિર્ભર કરે છે કે તમને વાળથી જોડાયેલી કઈ સમસ્યા છે. અમે આ લેખમાં આ તેલનો ઉપયોગ કરવાની રીત ઉપર ચર્ચા કરીશું.

1) વાળમાં વધુ મોઈશ્ચરની સમસ્યા હોય તો ઉપયોગ કરો આ ઓઇલ : તમે આ ઓઇલને મધની સાથે ઉમેરીને વાળમાં લગાવો. મધમાં ઘણા બધા પ્રકારના ન્યુટ્રીશીયન્સ હોય છે જેમ કે વિટામિન બી 1, બી 2, બી 3 વગેરે હોય છે. મધમાં સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. કેનોલા ઓઈલથી વાળ તુટવાની સમસ્યા ઓછી થઈ જાય છે. તમે મધની સાથે આ તેલને બરાબર માત્રામાં ઉમેરીને વાળમાં એપ્લાય કરોઅને ૩૦ થી ૪૦ મિનિટ પછી વાળને ધુવો.

2) વાળને ઘટ્ટ કરવા માટે આ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો ? : ઘટ્ટ વાળ કરવા માટે તમે કેનોલા ઓઇલમાં ઓલીવ ઓઇલ ઉમેરીને તેનો ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઈલમાં ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસિડ હોય છે જેનાથી વાળમાં આવેલ ભેજ લોક થઈ જાય છે. તમે એક ચમચી કેનોલા ઓઇલમાં અડધી ચમચી ઓલિવ-ઓઇલ ઉમેરીને વાળમાં લગાવો અને ત્યારબાદ તમારા વાળ ઘટ્ટ થવા લાગશે ઉપરાંત ખોપરીમાં થતી ખંજવાળની સમસ્યા પણ દૂર થશે.

3) ડ્રાય વાળ માટે કેવી રીતે ઉપયોગ કરવું આ તેલ ? : ડ્રાય વાળની સમસ્યાને દૂર કરવા માટે તમારે આ તેલની અંદર તલના તેલને ઉમેરવાનું છે ત્યારબાદ તેને માથા ઉપર મસાજ કરો. તલના તેલમાં મોનોઅસંતૃપ્ત ફેટી એસિડ જોવા મળે છે, જે વાળમાં આસાનીથી ગોઠવાઈ જાય છે જેનાથી ડ્રાય વાળની સમસ્યા દૂર થઈ જાય છે. તલના તેલમાં એન્ટિઓક્સિડન્ટના ગુણ હોય છે જે આપણી ખોપરીને સ્વસ્થ રાખે છે.

4) વાળ ખરતા રોકવા માટે આ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો ? : કેનોલા તેલને તમે બદામના તેલ સાથે ઉમેરીને પણ લગાવી શકો છો. તમારે બન્ને તેલને યોગ્ય રીતે મિક્સ કરવાનું છે અને એક હેર માસ્ક બનાવવાનું છે. હેરમાં તમે શેમ્પૂ કરતા પહેલા લગાવી શકો છો. વાળને બરાબર બે ભાગમાં કરો અને તેલ લગાવીને 20 મિનિટ પછી શેમ્પૂ કરો. તમે આ હેર માસ્કને અઠવાડિયામાં એક વખત લગાવી શકો છો. બદામના તેલના કારણે વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જાય છે.

5) ખોડાની સમસ્યા દૂર કરવા માટે આ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો ? : કેનોલા ઓઇલની મદદથી તમે ખોડાની સમસ્યાને પણ દૂર કરી શકો છો. આ તેલમાં વિટામિન ઈ ઉપસ્થિત હોય છે જેનાથી આપણા વાળની લંબાઈ વધે છે અને ખોપરીમાં ખંજવાળ અને ખોડાની સમસ્યા પણ દૂર થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે તેલને સામાન્ય ગરમ કરીને વાળમાં એપ્લાય કરી શકો છો, 30 મિનિટ માટે તેને રહેવા દો અને ત્યારબાદ શેમ્પુ કરો. ધ્યાન રાખો કે તમારે તેલ વધુ ગરમ કરવાનું નથી.

આ તેલ માર્કેટમાં તમને આસાનીથી મળી જશે. તમારે આ તેલનો ઉપયોગ કરતા પહેલા તેની એક્સપાયરી ડેટ ચેક કરીને જ ખરીદવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment