હેલ્થ એક્સપર્ટ: શરીરમાં આવેલી નબળાઈ અને થાકને દૂર કરવા બસ આટલું કરો.. ફાટફાટ આવશે સંપૂર્ણ રિકવરી

મિત્રો હાલ કોરોના આખા દેશમાં પોતાનો આતંક ફેલાવી રહ્યો છે. એવામાં ઘણા લોકો કે જેને કોરોના થયો છે તેમને રીપોર્ટ આવી ગયા પછી પણ નબળાઈ જોવા મળે છે. કોરોના હળવા લક્ષણ વાળા દર્દી 14 દિવસમાં ઠીક થઈ જાય છે. જો કે નેગેટીવ રીપોર્ટ આવ્યા પછી પણ થાક અને નબળાઈ ઘણા દિવસો સુધી બની રહે છે. ઘણા લોકોને તો તેનાથી સંપૂર્ણ રીતે બહાર આવવામાં 6 થી 8 મહિના પણ થઈ જાય છે. જલ્દી રીકવરી અને જુના રૂટીન માં પાછા આવવા માટે હેલ્થ એક્સપર્ટ ની થોડી ટીપ્સ તમને કામ આવશે. 

ડોક્ટર ના કહ્યા અનુસાર કોરોના દર્દીઓ માટે ઘણી એવી ટીપ્સ જણાવી છે જે જલ્દી રીકવરી માં મદદ કરે છે. આમ સુરક્ષાનું ધ્યાન રાખતા ન્યુટ્રીશન, ફિટનેસ અને સંપૂર્ણ હેલ્થ પર ધ્યાન આપવાની જરૂર છે. 

સવારે જલ્દી ઉઠો : સવારે વહેલા ઉઠવાથી તમે અંદરથી પોતાને સકારાત્મક અને ઉર્જાવાન અનુભવશો. સવારની તાજી હવા અને ધૂપ શરીરને એક્ટીવ બનાવે છે. સવાર સવારમાં કસરત કરવાથી મુડ સારો રહે છે, અને દિવસ સારો જાય છે. આનાથી તમે શારીરિક રીતે જ નહિ પણ માનસિક રીતે પણ મજબુત બનશો. 

આસન અને કસરત : કોરોના થી ઠીક થવાની પ્રક્રિયા માં કોઈપણ પ્રકારની ઉતાવળ ન કરવી જોઈએ. ખુબ જ કઠીન કસરત કરવાથી બચવું જોઈએ. ધીમે ધીમે વોક કરવાનું શરુ કરો, સરળ કસરત અને ધ્યાન કરો. આ સમયે તમારા શરીરને આરામની જરૂરત છે. આથી હળવી કસરત કરો. 

પ્રાણાયામ : ઘર પર રહીને ઓક્સીજન નું લેવલ યોગ્ય અને બરાબર રાખો. અનુલોમ-વિલોમ, ભ્રામરી, કપાલભાતી અને ભસ્ત્રીકા પ્રાણાયામ કરવાથી શરીરમાં ઓક્સીજન ની કમી નથી થતી. આ પ્રાણાયામ દરરોજ કરી શકાય છે. 

સવારનો તડકો: દરરોજ સવારે 30 મિનીટ સુધી તડકે બેસો. સવાર સવાર ની ધૂપ બહુ આકરી નથી હોતી. સવારની ધૂપમાં બેસવાથી તમને વિટામીન ડી અને એનર્જી મળે છે. 

ડ્રાઈફ્રુટ્સ : દરરોજ સવારે એક ખજુર, એક મુઠ્ઠી કિશમિશ, બે બદામ અને બે અખરોટ ખાવો. ધ્યાન રાખો કે આ મેવા આખી રાત પાણીમાં પલાળેલા હોવા જોઈએ. દરરોજ ડ્રાઈફ્રુટ્સ ખાવાથી તમારું શરીર અંદરથી મજબુત બને છે. 

બપોરના ભોજન પર ધ્યાન આપો : કોરોનાથી ઠીક થઈ ગયા પછી થોડા દિવસો પછી થોડા દિવસો એવું જ ભોજન લો જે હળવું અને સરળતાથી પચી જાય. દરરોજ દાળનું પાણી પીવો અને એક દિવસ છોડીને પૌષ્ટિક ખીચડી ખાવો. તેનાથી શરીરમાં જલ્દી મજબૂતી આવશે. 

મોરીન્ગાનું સૂપ : મોરીન્ગા એટલે કે સરગવો. તેમાં ખુબ ઔષધીય ગુણો રહેલા છે. તેમાં કેલ્શિયમ, અને ફોસ્ફરસ હોય છે. તે હાડકાઓ ને મજબુત કરવાની સાથે ડીપ્રેશન, મુંઝારો અને થાક ને પણ દુર કરવામાં મદદ કરે છે. અઠવાડિયામાં બે વખત સરગવાનું સૂપ પીવો. 

જીરું, કોથમીર, અને વરીયાળીની ચા : દિવસમાં ને વખત જીરું, કોથમીર અને વરીયાળી ની બનેલી ચા પીવો. તે શરીરને અંદરથી સાફ કરે છે. યોગ્ય વજન બનાવી રાખે છે, તનાવ ઘટાડે છે, અને પાચન ક્રિયા બરાબર કરે છે. તેને ભોજન કર્યા પછી એક કલાક પછી પીવી જોઈએ. ઈમ્યુનીટી વધારવા માટે તમે હર્બલ ચા પણ પી શકો છો. 

રાત્રે વહેલા સુઈ જાવ : કોરોનાથી જલ્દી અને પૂરી રીતે ઠીક થવા માટે પુરતી નીંદર ખુબ જ જરૂરી છે. જેટલી તમારી નીંદર સારી હશે તમે એટલા જ જલ્દી ઠીક થશો. રાત્રે વહેલા સુવાની કોશિશ કરો. ટીવી અને મોબાઈલ નો ઉપયોગ ઓછો કરો. 

માસ્ક અને સામાજિક અંતર : કોરોનાથી રીકવરી ના સમયે પણ સાવધાની રાખવું ખુબ જરૂરી છે. નહિ તો થોડી પણ બેદરકારી તમારી ઈમ્યુન સીસ્ટમ ને વધુ નબળી કરી શકે છે. કામ સિવાય ઘરની બહાર ન નીકળો. અને જવું પડે તો માસ્ક પહેરો અને બને ત્યાં સુધી લોકોથી અંતર બનાવી રાખો. 

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment