માથામાં ગમે એટલો ખોડો હોય ચપટીમાં થઈ જશે ગાયબ, અજમાવો ઘરે બેઠા આ 6 માંથી કોઈ પણ 1 ઉપાય… માથું થઈ જશે એકદમ ચોખ્ખું….

શિયાળાની શરૂઆત થઈ ગઇ છે અને ઠંડીએ પણ એનું જોર પકડ્યું છે એવી પરિસ્થિતિમાં આપણા વાળ ખુબ જ ડ્રાય થઈ જાય છે અને ત્યારે આપણા વાળમાં ડેન્ડ્રફ થઈ જાય છે. ત્યારે તેને દૂર કરવા માટે અહીં ખુબ સારા ઉપાયો આપવામાં આવ્યા છે. તેને અપનાવીને તમે માથામાં થતા ડેન્ડ્રફને ઘણા હદ સુધી ઓછો કરી શકો છો.

1) દહીં : ડેન્ડ્રફની તકલીફ થાય ત્યારે આપણે વાળમાં દહીંનો ઉપયોગ કરીએ છીએ. દહીમાં ઉપસ્થિત વિટામિન અને મિનરલ્સ ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે. તેથી જ વાળ ધોવાના અડધા કલાક પહેલા દહીંથી વાળમાં મસાજ કરવો જોઈએ. ત્યારબાદ વાળને ધોઈ નાખવા જોઈએ. આવું અઠવાડિયામાં એક વખત કરવાથી વાળને ખુબ જ ફાયદો થશે.

2) નારિયેળ તેલ : ડેન્ડ્રફથી રાહત મેળવવા માટે તમારે નારિયેળ તેલથી ખોપરીમાં માલિશ કરવી જોઈએ. 3 થી 4 ચમચી નારિયેળ તેલ લઈને ખોપરીની માલિશ કરો અને ત્યારબાદ એક કલાક પછી વાળને શેમ્પુથી ધોઈ નાખો.

3) બેકિંગ સોડા : તમારા વાળને ભીના કરો. ત્યારબાદ બેકિંગ સોડાને તમારા માથામાં લગાવો. અમુક મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને સામાન્ય ગરમ પાણીથી ધોઈ નાખો. ધ્યાન રાખો કે માથું ધોવા માટે વધુ ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

4) એલોવેરા જેલ : તમારા વાળને શેમ્પુ કરવાનાં તરત પહેલા તમારા વાળમાં એલોવેરા જેલ રગડો. ¼ કપ એપલ સાઈડર વિનેગરને ¼ કપ પાણીમાં ઉમેરો. ત્યારબાદ તેને તમારા વાળમાં લગાવો. હવે તમે ઓછામાં ઓછું 15 મિનિટ સુધી રહેવા દો. પછી તમારી ખોપરીને સારી રીતે ધોઈ નાખો.

5) મેથી દાણા : ડેન્ડ્રફની સમસ્યાથી દૂર રહેવા માટે મેથી ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેની માટે મેથીના દાણાને 7 થી 8 કલાક પાણીમાં પલાળીને રાખો. ત્યારબાદ તેની પેસ્ટ તૈયાર કરો, હવે તેને તમારી ખોપરીમાં ઉપર લગાવો અને અડધા કલાક બાદ વાળને ધુવો. આવું ઓછામાં ઓછુ અઠવાડિયામાં એક વખત કરવું જોઈએ.

6) લીંબુનો રસ : તમારી ખોપરીમાં 2 ચમચી લીંબુનો રસ લગાડો અને તેને અમુક મિનિટ માટે માથામાં રહેવા દો. ત્યારબાદ સામાન્ય ગરમ પાણીથી માથું ધુવો. તેના પછી 1 કપ પાણીમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો અને તેને તમારા માથામાં લગાવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment