આજનુ ખાન-પાન અને મૌખિક સ્વચ્છતાનું ધ્યાન ન રાખવાના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. મોટાભાગના લોકો આ સમસ્યાથી પરેશાન રહે છે. સ્વાભાવિક છે કે આ સમસ્યાથી સ્વાસ્થ્ય પર કોઈ અસર નથી થતી પરંતુ કોઈના માટે આ શરમિંદગીનું કારણ બની શકે છે. કેટલીકવાર ઓરલ હાઇજીનનું ધ્યાન રાખવા વાળા લોકોને પણ આનો સામનો કરવો પડે છે. આ એવો સંકેત છે કે તમે કોઈ ગંભીર પેઢાની બીમારીથી પીડિત હોઈ શકો છો. એવામાં તમારે મેડિકલની મદદ લેવી અત્યંત જરૂરી બની રહે છે.
મોઢામાંથી દુર્ગંધ આવવાના કારણો:- એક્સપર્ટ માને છે કે મોઢામાંથી દુર્ગંધ આવવા માટે કેટલીકવાર દાંતના રોગ, આંતરડાની સમસ્યા, એસીડીટી, ડાયાબિટીસ, ફેફસામાં સંક્રમણ કે ઓછું પાણી પીવા જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. નિયમિત રૂપે બ્રશ ન કરવાના કારણે શ્વાસની દુર્ગંધ આવી શકે છે. સ્મોકિંગ કે તમાકુ ચાવવાથી પણ શ્વાસની દુર્ગંધ એક મોટું કારણ માનવામાં આવે છે.
ડોક્ટર જણાવે છે કે શ્વાસની દુર્ગંધ પણ પેરિડોન્ટલ કે પેઢાંની બિમારીઓનો સંકેત હોઈ શકે છે. આનું મુખ્ય કારણ જાણવા માટે તમારે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. દાંતની સફાઈ પર ધ્યાન આપવું, પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, વધારે ફળ અને શાકભાજી ખાવું અને મીઠા ખાદ્ય પદાર્થ અને તમાકુ આધારિત ઉત્પાદનોથી પરેજી કરવી આનાથી બચવા માટેની શ્રેષ્ઠ રીતો છે.1) દિવસમાં બે વાર બ્રશ કરો:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે સવારમાં બ્રશ કરવા અને ટંગ ક્લીનર નો ઉપયોગ કરવાથી મોઢામાં આખી રાત ના જમા થયેલા વિષેલા પદાર્થોને નષ્ટ કરવામાં મદદ મળે છે. જો તમે રાત્રે બ્રશ અને ટંગ ક્લીનર કરો છો તો તમારું મોઢું સાફ રહે છે, આ તમારા પેટ ના સ્વાસ્થ્ય માટે પણ સૌથી મહત્વપૂર્ણ છે.
2) વરીયાળી:- વરીયાળીના બીજ પાચક પ્રકૃતિના હોય છે અને તેમાં ફ્લેવોનોઈડ્સ હોય છે. આ લાળના પ્રવાહને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે અને તેથી મોઢાને સૂકું થતાં બચાવે છે. વરિયાળીમાં સુગંધિત સ્વાદ હોય છે જે મોઢાની દુર્ગંધથી લડવામાં મદદ કરે છે.
3) ભોજન બાદ કોગળા કરો:- આયુર્વેદ ભોજન કર્યા બાદ તૈયારીમાં પાણી પીવાની સલાહ નથી આપતું કારણ કે આ તમારા ચયાપચન ને ધીમું કરી શકે છે. પરંતુ મોઢાની સફાઈ માટે વિશેષરૂપે ખાધા બાદ પાણી જરૂરી છે. એ ધ્યાન રાખવું કે કોઈ પણ ખાદ્ય પદાર્થનો કણ મોઢામાં ન રહી જાય કે ફસાઈ ન જાય. તેના માટે તમારે કોગળા કરવાના છે, મોઢામાં પાણી ભરીને બે-ત્રણ મિનિટ સુધી કોગળા કરવા.4) દિવસમાં માત્ર ત્રણ વાર ખાવું:- વારંવાર નાસ્તો કરવાથી ભોજન મોઢામાં ફસાઈ જવાની સંભાવના વધી જાય છે. જ્યારે પણ તમે ખાઓ છો ત્યારે બ્રશ કરવું યોગ્ય નથી. તો તમારા મૌખિક સ્વાસ્થ્યની સાથે સાથે તમારા પેટના સ્વાસ્થ્ય માટે દિવસમાં ત્રણ વાર જ ભોજન કરવું. સતત બે ભોજન ની વચ્ચે ઓછામાં ઓછું ત્રણ કલાકનું અંતર રાખવું સૌથી સારુ છે.
5) ખૂબ પાણી પીવો:- શરીરના દરેક કાર્ય માટે વિશેષરૂપે મૌખિક સ્વાસ્થ્ય માટે પીવાનું પાણી અનિવાર્ય છે. તમારે કેટલું પાણી પીવું જોઈએ, તો ડોક્ટરના અનુસાર તમારે એટલું પાણી પીવું જોઈએ કે પેશાબનો રંગ પીળો નજર ન આવે. જો પેશાબ પીળો આવતો હોય તેનો મતલબ એવો કે તમે ઓછું પાણી પી રહ્યા છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી