મહિલાઓએ ઘરની આ વસ્તુથી જ રીમુવ કરવો જોઈએ મેકઅપ, ચહેરાની રોનક બદલવા કરો આ સરળ ઉપાય.

મોટાભાગની સ્ત્રીઓ લગ્નમાં મેકઅપ કરતી હોય છે. કેમ કે સ્ત્રીઓને મેકઅપનો તો ખુબ જ શોખ હોય છે. પરંતુ મોટાભાગની સ્ત્રીઓને તેને રીમૂવ કેવી રીતે કરવું તેની ખબર નથી હોતી. કેટલીકવાર તેના કારણે સ્કિન એલર્જીની સમસ્યા થઈ જાય છે અથવા ચહેરા પર પિન્પલ્સ થવા લાગે છે. મેકઅપ દૂર કરવા માટે અહીં જણાવેલા કેટલાક ઉપાયો તમારા કામમાં આવી શકે છે. આ માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ તમને સરળતાથી ઘરમાં જ મળી રહેશે. નીચે જણાવેલ ઉપાય અનુસાર કરવામાં આવે તો તમારા ચહેરાની સ્કીન ખુબ જ સુંદર બની જશે અને એકદમ ચમકદાર બની જશે.

નાળીયેરનું તેલ : તેને હાથ પર રબ કરીને હળવા હાથથી ચહેરા પર લગાવો અને માલિશ કરો. ચહેરા સિવાય તેને આઈલિડ અથવા આઈલેશેઝ પર પણ અપ્લાય કરી શકો છો. હવે તમે એક ભીના કપડાની મદદથી વધારાનું ઓઈલ અને મેકઅપને સરળતાથી ક્લીન કરી લો. ત્યાર પછી સદા પાણીથી ચહેરાને ધોઈ લો. જો તમારી સ્કિન ડ્રાય હોય તો ચહેરાને ધોયા પછી હળવી મસાજ કરી લો. તેનાથી મેકઅપ રીમુવ થઈ જશે અને સ્કીન પણ ચમકશે.

કાચું દૂધ : કૉટન પેડને કાચા દુધમાં ડુબાડીને ચહેરા પર હળવા હાથથી રબ કરો. તેમાં થોડું ઓલીવ ઓઈલ પણ મેળવી શકો છો. જો તમારી સ્કીન ઓઈલી હોય તો ફેસવોશથી ધોઈ નાઈટ ક્રીમનો ઉપયોગ કરો. મેકઅપ રીમુવરની સિવાય ચહેરાને ક્લીન કરવા માટે ન્હાતા પહેલાં કાચું દૂધ લગાવવાથી ફાયદો છે.    

પેટ્રોલીયમ જેલી : મેકઅપ દૂર કરવા માટે થોડા એવા રૂ પર પેટ્રોલીયમ જેલી લગાવીને ચહેરાને સાફ કરો. તેનો ઉપયોગ આઈ મેકઅપ રીમૂવ કરવા માટે પણ કરી શકો છો. મેકઅપ દૂર કરવા સિવાય ડિફરન્ટ હેર સ્ટાઈલ બનાવવામાં પણ વેસેલીનનો ઉપયોગ થાય છે. હેર સ્ટાઈલ બનાવ્યા પછી હળવા હાથથી તેને લગાવવાથી વાળ વિખાતા નથી.

દહીં : તમારો ચહેરો ઓઈલી હોય તો મેકઅપ રિમૂવર માટે તાજા દહીંનો ઉપયોગ કરો. તેનાથી મેકઅપ તો દૂર થશે જ સાથે જ, ચહેરો પણ પહેલા કરતા વધુ મુલાયમ થઈ જશે. દહીંને થોડીવાર લગાવો પછી કોટનથી સાફ કરી લો. ત્યાર પછી ચહેરાને પાણીથી ધોઈ લો. જો ચહેરા પર વધુ ઓઈલ દેખાય તો ફેસવોશનો ઉપયોગ કરો.  

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment