મિત્રો આપણે જાણીએ છીએ કે, આજના સમયમાં મોટાભાગના લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય છે. જેને સામાન્ય રીતે લોકો અવગણતા હોય છે. પણ કબજિયાતની અવગણના તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. કારણ કે કબજિયાતથી અનેક રોગો થઈ શકે છે. પણ અહીં અમે તમને કબજિયાતના કેટલાક ઉપચાર વિશે જણાવીશું.
અનિયમિત દિનચર્યા અને ખાણીપીણીના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. દર્દીનું પેટ સારી રીતે સાફ ન થાય તો શૌચના સમયે ખુબ સમસ્યા થાય છે. જેના કારણે રોગીને કેટલીક વાર શૌચ માટે વારંવાર જવું પડે છે. પેટ સાફ ન થવાને લીધે આખો દિવસ આળસ આવે છે. કબજિયાત એક એવી સમસ્યા છે જે બીજી કેટલીક સમસ્યાને જન્મ આપે છે.પેટના રોગોની મૂળ શરૂઆત કબજિયાતથી થાય છે અને પછી ગંભીર સમસ્યા થઈ જાય છે. સમય પહેલા કબજિયાતનો ઈલાજ થઈ જાય તો કેટલીક જટિલ સમસ્યાઓથી બચી શકાય છે. કબજિયાતમાં મુખ્યત્વે વાત્ત દોષની દ્રષ્ટિ રહે છે. જેના કારણે મળ સુકુ અને કઠણ થઈ જાય છે અને યોગ્ય સમય પર મળત્યાગ ન થાય. તો ચાલો જાણીએ કબજિયાતની સમસ્યાને દુર કરવા માટેના આયુર્વેદ સાથે જોડાયેલા ઉપાય.
સવારે ઉઠ્યા પછી પાણીમાં લીંબુનો રસ અને કાળું મીઠું મિક્સ કરીને પીય લો. તેનાથી પેટ સારી રીતે સાફ થશે અને કબજિયાતની સમસ્યા નહીં થાય. કબજિયાતની સમસ્યા છે તો મૌસમી ફળ અને શાકભાજી ભરપૂર પ્રમાણમા ખાવા. રોજ રાત્રે હરડેનો પાવડર અથવા ત્રિફળાના ચૂર્ણને નોર્મલ પાણી સાથે પી લો. તેનાથી કબજિયાત દૂર થશે, સાથે પેટમાં ગેસ બનવાની સમસ્યાથી પણ રાહત મળશે. તેનાથી કબજિયાતમાં આરામ મળશે.દરેક વ્યક્તિએ રોજ 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ. તેનાથી કબજિયાતના રોગોને લાભ મળશે. વધારે તળેલું તેમજ મસાલાવાળું ખાવાથી પરેજી રાખવી જોઈએ. કબજિયાત માટે મધ ખુબ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા રોજ એક ચમચી મધને એક ગ્લાસ પાણીની સાથે મિક્સ કરીને પીય લેવું. તેનું નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે.
લગભગ 8 થી 10 ગ્રામ મુનક્કાને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે તેના બીજ કાઢી દૂધમાં ઉકાળીને ખાવું અને દૂધ પીય લેવું. મુનક્કાને રાત્રે પલાળી દેવા અને સવારે એનું બીજ કાઢીને અને સારી રીતે ચાવીને ખાવા. જો કોઈને કબજિયાતથી વધારે જલન થાય છે તો એક ચમચી આખા ધાણા અને વળીયાળીને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવા.બીલીનું ફળ કબજિયાતની સમસ્યા દુર કરવા માટે ખુબ ફાયદાકારક હોય છે. અડધો કપ બીલીના બિલ્લાનો માવો અને એક ચમચી ગોળનું સેવન સાંજે જમ્યા પહેલા કરો. બીલીનું શરબત પણ કબજિયાતમાં ફાયદાકારક છે. સવારે ચાની જગ્યાએ એમાં સાકર મિક્સ કરીને પીવો. જેનાથી કબજિયાતની સાથે જલન નહિ થાય. અથવા ડાયાબિટીસના દર્દી છે તો તે સાકર વગર મિક્સ કરીને પીવો. કબજિયાતમાં ગાયનું નોર્મલ દૂધ રાત્રે સૂતા પહેલા પીવાથી લાભ થાય છે. ત્રિફળા પણ ફાયદાકારક છે. રોજ રાત્રે ત્રિફળાનું ચૂર્ણ લેવાથી કબજિયાતમાં ખુબ રાહત મળે છે. જો તમારું પેટ સારી રીતે સાફ ન થાય તો સવારે વાસી મોંએ પાણી પીવાથી પેટ સારી રીતે સાફ થાય છે.
કબજિયાત એવી સમસ્યા છે જે પેટની અનેક સમસ્યાને જન્મ આપે છે. જેનાથી તમારા શરીરમાં કેટલીક બીમારી પેદા થાય છે. તેથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવવો ખુબ જરૂરી છે. આ સમસ્યાને કારણે માથાનો દુઃખાવો અને પેટનો દુઃખાવો ખુબ વધારે થાય છે. તેથી તેનાથી રાહત મેળવવા માટે ઉપાય કરવા જોઈએ. એના માટે તમે રોજ રાત્રે એક ચમચી કાયમ ચૂર્ણનો પાવડર લઈ શકો છો. એનાથી પણ કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી