મિત્રો આપણા સ્વાસ્થ્ય માટે પોષક તત્વોનું સેવન ખુબ જ જરૂરી છે. આ માટે તમે અનેક વસ્તુઓને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો. આજે અમે તમને આલેખમાં શેકેલા ચણા વિશે વાત કરીશું. તેના સેવનથી તમારા શરીરમાં પ્રોટીનનું પ્રમાણ જળવાઈ રહે છે. તેમજ કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પણ કંટ્રોલમાં રહે છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે.
કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે શેકેલા ચણાનું સેવન ખુબ જ ગુણકારી છે. ભારતમાં શેકેલા ચણાનું ખૂબ સેવન કરવામાં આવે છે. તેને કાળા શેકેલા ચણા પણ કહેવામા આવે છે. તેનો ઉપયોગ ઘણા વ્યંજનોમાં પણ કરવામાં આવે છે. વાસ્તવમાં ચણાને મધ્યમ તાપે શેકવામાં આવે છે. તે જ કારણ છે કે, તે કડકડિયા થઈ જાય છે અને સ્વાદમાં પણ લાજવાબ છે.જો વાત કરીએ શેકેલા ચણાના પોષકતત્વોની તો તે પ્રોટીન, ફાઈબર, ફોલેટ, મિનરલ્સ અને ફૈટી એસિડનો એક મોટો સ્ત્રોત છે. સૌથી મોટી વાત તેમાં ફૈટની માત્રા ખૂબ ઓછી હોય છે અને તે ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત છે. તે તમને ધરાયેલું અનુભવ કરાવે છે અને તમારા બ્લડ શુગરને સ્થિર કરે છે. ડાયેટિશિયન ના મત મુજબ, ચણાને શેકવાથી તેના પોષકતત્વો વધી જાય છે.
આમતો, કાચા ચણાને તમે શાકભાજીના રૂપમાં, બાફીને કે પલાળીને પણ ખાઈ શકો છો. પરંતુ શેકેલા ચણામાં તમારે એટલી મહેનત કરવાની જરૂર નથી. ચાલો જાણીએ કે નિયમિત રૂપથી શેકેલા ચણા ખાવાથી તમારા સ્વાસ્થ્યને ક્યાં-ક્યાં ફાયદાઓ થાય છે.1) પ્રોટીન:- જો વાત કરીએ કે સૌથી વધારે પ્રોટીન શેમાં જોવા મળે છે, તો ચણા પ્રોટીનનો એક સારો એવો સ્ત્રોત છે. તેને શેકવાથી તેના પોષકતત્વો પર બિલકુલ પણ અસર થતી નથી. શરીરમાં નવી કેશિકાઓના નિર્માણ અને સારવાર માટે પ્રોટીનની જરૂરિયાત હોય છે. જે વિશેષ રૂપથી બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં વૃદ્ધિ અને વિકાસને વધારો આપે છે.
2) વજન ઘટાડવા:- શેકેલા ચણા પણ આહારમાં ફાઈબરનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક અધ્યયન મુજબ, ફાઈબરથી ભરપૂર વસ્તુઓ ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. આ જ કારણ છે કે તમે આડી-અવળી વસ્તુઓ ખાવાથી બચી જાઓ છો. તે સિવાય ફાઈબર પાચન સારું કરવામાં અને કબજિયાત અટકાવવામાં પણ મદદ કરે છે.3) ડાયાબિટીસ:- ઓછા ગ્લાઇસેમિક ઇંડેક્સ વાળા ખાદ્ય પદાર્થો બધા જ ડાયાબિટીસના રોગીઓ માટે સારા છે. ઓછું જીઆઇ હોવાનો મતલબ છે કે તે વિશેષ ખાદ્ય પદાર્થના સેવનથી તમારા બ્લડ શુગર લેવલમાં અન્ય ખાદ્ય પદાર્થની જેમ ચડાવ-ઉતાર થતો નથી. ડાયાબિટીસના રોગીઓ માટે તે એક સારો વિકલ્પ છે.
4) હાડકા:- શેકેલા ચણા હાડકાને સ્વસ્થ અને મજબૂત બનાવવાનું કામ કરે છે. હાડકાંમાં રહેલ મેંગેનીઝ અને ફૉસ્ફરસ તમારા શરીરના સ્વસ્થ હાડકાંના સ્વાસ્થ્યને જાળવી રાખવામા મદદ કરે છે.
5) હ્રદય:- શેકેલા ચણામાં રહેલા પોષકતત્વો આપણાં હ્રદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ફૉસ્ફરસ વિશેષરૂપથી આપણા રક્ત પરિસંચરણમાં સુધારો અને આપણા હ્રદયને સ્વસ્થ રાખવા માટે જાણીતું છે.6) બ્લડ પ્રેશર:- ચણામાં ફૈટ અને કેલોરી ઓછી હોય છે. જ્યારે પ્રોટીન અને ફાઈબર સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. શેકેલા ચણામાં રહેલ ફૉસ્ફરસ પણ બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ફૉસ્ફરસ શરીરની પ્રક્રિયાઓમાં પણ મદદ કરે છે.
7) કોલેસ્ટ્રોલ:- શેકેલા ચણા ફાઈબરનો સારો સ્ત્રોત છે તે જ કારણ છે કે તેના નિયમિત સેવનથી લોહીમાં ગંદા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી હ્રદય રોગ અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી