1 ગ્લાસ પાણી સાથે કરો આ ચમત્કારિક બીજનું સેવન, પેટ, ડાયાબિટીસને કંટ્રોલ કરી મોટામાં મોટી સમસ્યા કરશે જળમૂળથી દૂર…

આપણા રસોઈ ઘરમાંથી જ ઉપલબ્ધ એવા મસાલામાં અદ્વિતીય ગુણો હોય છે. આવા મસાલા આપણી તંદુરસ્તીને જાળવી રાખે છે. આજે આપણે એવા મસાલા વિશે વાત કરીશું જેની પ્રકૃતિ ઠંડી છે અને તે મસાલો એટલે જીરું. જીરું દેખવામાં નાનું છે પરંતુ તેના સ્વાસ્થ્ય લાભો અઢળક છે. આ શાકભાજી માં ઉપયોગ થતી મુખ્ય સામગ્રી છે. જીરાને સૌથી જૂના મસાલામાં એક માનવામાં આવે છે.

આ એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આના અનેક અદભુત સ્વાસ્થ્ય લાભ છે. આ પાચનમાં સુધારો કરે છે, ઉબકા દૂર કરે છે અને સોજાની સાથે સાથે કબજિયાત દૂર કરવામાં પણ મદદ કરે છે. આ પાચનનો ઈલાજ કરે છે અને સાથે જ ઇમ્યૂનિટીને પણ સુધારો કરે છે. જીરા ના ફાયદા આપણી વાનગીમાં એક શ્રેષ્ઠ સ્વાદ આપવાથી પણ વધારે છે. બસ જીરાને રાત્રે પાણીમાં પલાળીને એક પીણું બને છે, જીરુ પાણી જે આપણા શરીરને અસંખ્ય લાભ પ્રદાન કરે છે.જીરાના શ્રેષ્ઠ લાભ:-

1 ) પેટ માટે સારું:- જીરું આપણા પેટના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. આ પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે જીરાનું પાણી પીવામાં આવે તો તે પણ કમાલ ના ફાયદા આપે છે. આ કાર્બોહાઈડ્રેટ, ગ્લુકોઝ અને ફેટ તોડવા વાળા ઉત્સેચકો જેવા સંયોજનોને સ્ત્રાવ કરવામાં મદદ કરે છે જે આપણા મેટાબોલિઝ્મમાં સુધારો કરે છે.

2) ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક:- જીરા નું પાણી એવા દર્દીઓ માટે સારું છે જેઓ ડાયાબિટીસથી પીડિત છે. જીરાને પાણીમાં મેળવીને ખાલી પેટે પી શકાય છે. જીરુ પાણી શરીરમાં ઇન્સ્યુલિન ના નિર્માણ ને ઉત્તેજિત કરી શકે છે. આ બ્લડ શુગર લેવલને મદદ કરે છે. જીરાનું પાણી વિશેષરૂપે સવારના સમયમાં આપણા શરીરને અસરકારક રૂપે સાફ કરે છે અને તેને હાઇડ્રેટ રાખે છે.3) ગર્ભાવસ્થા દરમિયાન પાચનમાં સુધારો:- ગર્ભાવસ્થા દરમિયાન જીરાનું પાણી સૌથી સારું હોય છે આ સોજો, અનિંદ્રા  અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓમાં અસરકારક રીતે કામ કરે છે. તેનાથી વધુ જીરાનું પાણી ગેસથી રાહત આપવા વાળો ગુણ ગર્ભવતી મહિલાઓમાં એસિડ રીફ્લક્સમાં સુધારો કરે છે. જીરાનું પાણી ઉત્સેચકો માટે એક ઉત્તેજક રૂપે કામ કરે છે.જે કાર્બોહાઈડ્રેટ અને પેટના પાચન માટે જરૂરી હોય છે.

4) ઇમ્યુનિટી વધારે:- જીરુ પોટેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે આ આપણી ઇમ્યૂનિટીને સારી બનાવવામાં મદદ કરે છે. જીરું પણ એક એન્ટીઓક્સિડેન્ટ છે અને આમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. સંક્રમણ પેદા કરતા બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે. જીરામાં અનેક પ્રકારના ખનીજ જેવા કે મેગ્નેશિયમ કેલ્શિયમ વગેરે પણ હોય છે.5) ત્વચા માટે સારું:- જીરુ ત્વચા માટે ખૂબ જ સારું છે જીરાનું પાણી પીવાથી આપણી ત્વચામાં ગ્લો આવી જાય છે અને તે ત્વચાને હેલ્ધી ચમક આપે છે. જીરા માં પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, કોપર અને મેંગેનીઝની ભરપુર માત્રા હેલ્દી ત્વચા માટે  જવાબદાર હોય છે. જો તમે હળદરની સાથે જીરૂ પાણી નો ફેસ પેક ઉપયોગ કરશો તો તેનાથી સારું પરિણામ જોવા મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment