શિયાળામાં દરરોજ આનું સેવન વધારી દેશે લોહીનો સંચાર, ઇમ્યુનિટી સહિત આંખ અને ચહેરાનું તેજ. વજન અને શ્વાસ સંબંધી સમસ્યાઓનો પણ આવી અંત..

મિત્રો તમે લાલ મરચા અને લીલા મરચા ખાતા જ હશો, કારણ કે તે રસોઈનો ટેસ્ટ વધારવાનું કામ કરે છે. આથી એમ કહી શકાય કે લીલા મરચાં વગર સ્વાદિષ્ટ અને ચટપટું ખાવાનું બની શકતું નથી. ખાસ વાત એ છે કે લીલું મરચું ખાલી ખાવાનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટના કહેવા મુજબ તે વજન ઘટાડવાથી લઈને બ્લડ સર્ક્યુલેશનમાં ઝડપ લાવવાનું કામ કરે છે.

લીલા મરચાંમાં જોવા મળતા પોષકતત્વો : લીલા મરચામાં ઘણા એવા પોષક તત્વો રહેલા છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. લીલા મરચાંમાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જે સ્વસ્થ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ વિટામિન એ, બી6, સી, આયરન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેડથી ભરપૂર હોય છે. માત્ર  આ જ નહીં પરંતુ તેમાં બીટા કેરોટિન, ક્રિપ્ટોક્સાન્થિન વગેરે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ પણ રહેલી હોય છે.

સાઇનસ અને અસ્થમાનો ઈલાજ : આ સિવાય જો તમે હેલ્થ એક્સપર્ટનું માનો તો તાજા મરચાંનો એક ચમચી રસ કાઢી તેમાં મધ મિક્સ કરી ખાલી પેટ ખાવાથી અસ્થમાના દર્દીઓને રાહત મળે છે. આ સિવાય લીલું મરચું ખાવાથી ગરમી નીકળી જાય છે, જે દુખાવામાં રાહત આપે છે. તેમાં કૈપ્સેઇસીન રહેલું હોય છે, જે નાકમાં રક્તના પ્રવાહને સરળ બનાવે છે. તેનાથી શરદી અને સાઇનસની સમસ્યાથી રાહત મળે છે. ઠંડીની ઋતુમાં તેનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

લીલા મરચાંના જબરદસ્ત જાદુઇ ફાયદા : 1) બ્લડ સર્ક્યુલેશનમાં ઝડપ લાવે છે : ડાયેટ એક્સપર્ટ આ વિશે વધુ જણાવતા એમ કહે છે કે, લીલા મરચાંમાં કેપ્સિયાસીન નામનું સંયોજન રહેલું હોય છે, જે તેને તીખું બનાવે છે. મરચું ખાવાથી લોહી સાફ થાય છે અને તે નસોમાં લોહીના પ્રવાહને ઝડપી બનાવે છે, જેનાથી ચહેરા પર ખીલની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.

2) ઇમ્યુનિટી બુસ્ટ કરે છે : કોરોના કાળમાં લીલા મરચાં ખાવા પર જોર દેવામાં આવી રહ્યું છે. ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે લીલા મરચાંનું સેવન કરી શકાય છે. લીલા મરચામાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે, જે શરીરને બેક્ટેરિયા ફ્રી રાખવામા મદદ કરે છે. લીલા મરચાં ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ કરે છે.

3) આંખો માટે ફાયદાકારક : આંખોનું તેજ વધારવામાં લીલા મરચાંનું સેવન લાભદાયી રહે છે. કારણ કે તેમાં વિટામિન એ જોવા મળે છે, જે આંખોનું તેજ વધારવામાં મદદ કરી શકે છે.

4) મૂડ સરખો રાખે છે : લીલા મરચાં મૂડ બુસ્ટરનું કામ કરે છે. તે માથામાં એન્ડોર્ફિનનું સંચાર કરે છે, જેનાથી આપણો મૂડ મહદઅંશે ખુશનુમા રહે છે.

5) વજન ઘટાડે છે : લીલા મરચાં વજન ઘટાડવામાં મદદ કરે છે. તે એન્ટીઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે અને તેમાં કેલેરી જોવા મળતી નથી. લીલા મરચાં મેટબોલીજ્મ માટે પણ સારા માનવામાં આવે છે.

6) ચહેરા પર નિખાર લાવે છે : જો તમારા ચહેરાનું તેજ ઓછુ થઇ ગયું છે તો તમે આ માટે લીલા મરચાંનું સેવન કરી શકો છો. લીલા મરચા તમારા ચહેરા પર નિખાર લાવવામાં મદદ કરે છે. તેમાં વિટામિન ઇ અને વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે તમારી સ્કીનને હેલ્થી રાખવામા મદદ કરે છે.  

આમ તમે લીલા મરચાનું સેવન કરીને સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાનો અંત લાવી શકો છો. તો તમને લીલા મરચાંના ફાયદા જાણીને ઘણો આનંદ થયો હશે. આવા જાદુઇ ફાયદા આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment