લગાવી લો આ સામાન્ય દાણાનો ચમત્કારિક લેપ, ખીલ, ખંજવાળ અને સાંધાના દુખાવા દુર કરી ચહેરાને બનાવી દેશે એકદમ સુંદર….

ચારોળીને સામાન્ય રૂપથી મેવાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. ચારોળી અનેક રીતે શરીર માટે લાભકારી છે. ચારોળીમાં ભરપૂર માત્રામાં એનર્જી, પ્રોટીન, જિંક, કેલ્શિયમ, આયરન, ફોસ્ફોરોસ, મેગ્નેશિયમ, કોપર વગેરે હોય છે. તેમજ આમાં એન્ટી ઇફ્લેમેટરી ગુણ પણ હોય છે, જે સ્વાસ્થ્યને સારું કરે છે અને બીજી અનેક સમસ્યાઓથી બચાવે છે. આવામાં ચારોળીના સેવનથી ત્વચાની સમસ્યા, વાળની સમસ્યા, કબજિયાતની સમસ્યા, માથાનો દુખાવાથી મુક્તિ અપાવે છે તેમજ ડાયરીયામાં રાહત અપાવે છે, શરીરમાં સોજો થઈ ગયો હોય તો દૂર કરે છે, રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને ડાયાબિટી જેવી સમસ્યામાં પણ આરામ મળે છે. 

તમને જણાવી દઈએ કે આજે અમે ચારોળીના લેપ વિશે  વાત કરી રહ્યા છી. ચારોળીના લેપને જો ત્વચા પર લગાવવામાં આવે તો, ઘણી ત્વચા સંબંધી સમસ્યાથી મુક્તિ મળે છે. આજે અમારો આ લેખ ચારોળીના લેપ વિષય પર જ છે. આજે અમે આ લેખના માધ્યમથી જણાવીશું કે ચારોળીના લેપથી ક્યાં-ક્યાં લાભ થાય છે.

ચારોળીના લેપના ફાયદા : 1) ત્વચા માટે લાભકારી : ચારોળીના બનેલ લેપથી ત્વચાને અનેક લાભ થાય છે અને ઘણી સમસ્યા પણ દૂર થાય છે. આ માટે તમે ચારોળીનો લેપ લો અને તેમાં ગુલાબજળ નાખીને પેસ્ટ તૈયાર કરી લો અને તેને ત્વચા પર લગાવો. આવું કરવાથી તમને ત્વચામાં બળતરા થતી હશે તો તે દૂર થશે અને ડાઘ પણ દૂર થશે. જો તમે ચહેરાને ચમકદાર બનાવવા માંગો છો, તો ચારોળીના લેપને ત્વચા પર લગાવો, આમ કરવાથી તમારો ચહેરો સુંદર દેખાવવા લાગશે.

તમને જણાવી દઈએ કે ચારોળીના બીજથી બનેલ પાવડરની અંદર તમે અનેક વસ્તુને ઉમેરી શકો છો. ચારોળીના પાવડરમાં તમે હળદર, બેસન, જાયફળ પાવડર, ચંદન પાવડર, કાચું દૂધ, સંતરાની છાલ વગેરે શામિલ કરી શકો છો. આ બધી વસ્તુને એકીસાથે ઉપયોગ કરી શકાતો નથી. એક પછી એક વસ્તુનો ઉપયોગ કરી, તમે ચારોળીના પાવડરમાં મિક્સ કરી અને પછી ચહેરા પર અપ્લાઈ કરી શકો છો.

2) ઘા ને ઠીક કરે છે : જો લાંબા સમયથી તમારા શરીર પર ઘા છે અને તે ઠીક થઈ રહ્યો નથી, તો તમે ચારોળીના પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ચારોળીના બીજને હેલ્દી તેલની અંદર બાફો અને પ્રભાવિત સ્થાન પર લગાવો. આવું કરવાથી તમારો ઘા તો ભરાઈ જાય છે, પરંતુ સાથે-સાથે જૂનો ઘા પણ ભરવા લાગે છે.

3) સાંધાના દુખાવાને દૂર કરે છે : સાંધાના દુખાવાને દૂર કરવા માટે ચારોળીના બીજની સાથે મૂલેઠી અને તલને સમાન માત્રા લઈને પીસી લો અને આ પછી આ પાવડરને બકરીના દૂધની સાથે મિક્સ કરી લો. હવે બનેલ લેપને સાંધામાં લગાવો. આવું કરવાથી દુખાવો તો દૂર થાય છે સાથે જ ગાંઠના કારણે થતો સોજો પણ દૂર થાય છે. સાંધાના દુખાવાને દૂર કરવા માટે ચારોળી ખુબજ કામ આવે છે.

4) ખીલને દૂર કરે છે : ખીલને દૂર કરવા માટે ચારોળીના બીજને ગુલાબજળની સાથે મિક્સ કરો અને પ્રભાવિત સ્થાન પર લગાવો. આવું કરવાથી ખીલની સમસ્યા દૂર થાય છે, સાથે જ ખીલ થવાથી ચહેરા પર ડા પડી જાય છે તે પણ દૂર થાય છે. ખીલને દૂર કરવા માટે ચારોળી ખુબજ કામ આવી શકે છે.

5) શરીરની ગંઘને દૂર કરે છે : શરીરમાંથી આવતી ગંઘને દૂર કરવા માટે, તમે ચારોળીના પાવડરમાં ચંદન ઉમેરો અને ગુલાબજળ નાખીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ લેપને પૂરા શરીર પર લગાવી લો. આમ, કરવાથી શરીરની ત્વચા પર રહેલ બેક્ટેરિયા તો દૂર થાય છે સાથે જ શરીરમાંથી સુંદર ગંઘ પણ આવે છે.

6) ખંજવાળની સમસ્યા દૂર થાય છે : શરીરમાં આવતી ખંજવાળને દૂર કરવા માટે તમે ચારોળીના બીજ લો અને તેમાં પીસેલ સુહાગા અને ગુલાબજળ મિક્સ કરો અને પ્રભાવિત સ્થાન પર તેને લગાવી લો. આમ, કરવાથી ખંજવાળ તો દૂર થશે સાથે ખંજવાળ આવવાના કારણે જે ડા પડી ગયા હોય છે તે પણ દૂર થાય છે. ખંજવાળની સમસ્યાને દૂર કરવા માટે ચારોળી તમને ખુબજ કામ આવી શકે છે.

ચારોળી ના લેપને લગાવતા સમયે આ સાવધાની રાખવી : જો કોઈપણ વ્યક્તિને સ્કિનની તકલીફ છે અથવા તેને ત્વચા સંબંધિત કોઈપણ ચેપ થયો છે, તો તેને ચારોળીનો લેપ લગાવ્યા પહેલા એક્સપર્ટની સલાહને જરૂરથી લેવી જોઇએ. બાળકની ત્વચા પર ચારોળીનો ઉપયોગ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહને જરૂરથી લો.

નિષ્ણાંતની સલાહ : ચારોળીની અંદર અનેક પોષક તત્વો હોય છે, જે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે. તેમજ ચારોળીનો લેપ અનેક સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી છે. પરંતુ ચારોળીનો ઉપયોગ સીમિત માત્રામાં જ કરવો જોઇ. જો નિયમિત રૂપથી ત્વચા પર ચારોળીનો લેપ લગાવવામાં આવે તો ત્વચા સંબંધિત બીજી સમસ્યા પણ થઈ શકે છે. તેથી અઠવાડિયામાં 1 થી 2 વાર જ આનો ઉપયોગ કરવો જોઇ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment