પાતળા વાળને તરત ઘાટા કરવા હોય તો અજમાવો આ 2 ટીપ્સ, વાળ થશે ઈન્સ્ટન્ટ ઘાટા, જાડા અને મજબુત….

મિત્રો દરેક એવું ઈચ્છે છે કે તેના વાળ ઘટ્ટ, લાંબા, અને મજબુત બને. આ માટે તેઓ અનેક પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરે છે. પણ જો તમારા વાળ પાતળા છે અને તમે તેને તરત જ ઘટ્ટ દેખાવા માંગો છો તો તમે કેટલીક અહી આપેલ સરળ હેક્સ તમને ઉપયોગી થઇ શકે છે. તેમજ તેનાથી તમારા ચિપકેલા વાળમાં પણ નવી જાન આવે છે.  

સુંદર વાળ તમારા લૂકને સારો બનાવવાનું કામ કરે છે. તે જ કારણ છે કે, વાળાને ઘટ્ટ અને મોટા બનાવવા માટે આપણે દરેક પ્રકારના પ્રયત્નો કરીએ છીએ. પરંતુ ઘણી મહિલાઓ એવી છે જેમના વાળ પાતળા અને હલકા થઈ ગયા છે. એવી મહિલાઓને સૌથી મુશ્કેલ કામ હોય છે. વાળમાં સ્ટાઈલ કરવી. પાતળા વાળમાં વોલ્યુમ હોતી નથી. જેના કારણે તે ચીપકાયેલા દેખાય છે.જો તમે પણ તમારા પાતળા વાળથી પરેશાન હોય અને તેને ઘટ્ટ તેમજ બાઉન્સી બનાવવા માટે દરેક સમયે ઉપાયો શોધતા હોય તો, અમે તમારી મદદ કરી શકીએ છીએ. અહીં અમે એવા 2 હેક્સ બનાવી રહ્યા છીએ જેની મદદથી તમે દરરોજ વોલ્યુમ ક્રિએટ કરી શકો છો.

વાળને ઘટ્ટ બનાવવા માટે અજમાવો આ 2 હેક્સ:- 

ઊંધો દાંતિયો ફેરવવો:- જો તમે કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર વાળાને ઘટ્ટ દેખાડવા માંગતા હોય તો, તમે ઊંધો દાંતયો ફેરવવાની ટેક્નિક ઉપયોગમાં લઈ શકો છો. તે માટે તમે વાળને સરખી રીતે સેટ કરી લો અને પછી આગળની તરફ વાંકા વળી વાળ આગળ લઈ લો. હવે પાછળથી આગળની તરફ વાળમાં દાંતિયો ફેરવવો. 8 થી 10 વખત એવું કર્યા પછી તમે વાળાને ફરીથી પાછળ લઈ લો. તમારા વાળ ઘટ્ટ અને વોલ્યુમથી ભરપૂર દેખાશે. આ રીતથી તમારા વાળ ઘટ્ટ થાય છે. તેમજ તેનો દેખાવ પણ સુંદર બને છે.કરો હેર સ્પ્રેનો ઉપયોગ:- વાળને આકર્ષક બનાવવા માટે તમે હેર સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો. પહેલા વાળમાં ઊંધો દાંતિયો ફેરવી લો અને પછી વાળને પાછળની તરફ કરી લો. હવે ક્રાઉન એરિયાના વાળને નાના નાના પાર્ટીશનમાં વહેંચો અને મૂળ પાસે હેર સ્પ્રે કરો. ધીરે ધીરે આગળથી પાછળની તરફ સ્પ્રે કરતાં જાઓ. ધ્યાન રહે કે સ્પ્રે મૂળની પાસે કે તેનાથી એક ઇંચ દૂર જ કરવું. થોડી વારમાં વાળ ઘટ્ટ દેખાવા લાગે છે.

હવે તમે હેર સ્ટાઈલ બનાવી લો. તમે પહેલા વાળમાં સૌથી પહેલા પેથી પાડી લો. પછી તમારા વાળાને ચપટીથી પકડીને મૂળમાં હેર સ્પ્રે કરો. તમે આવું આખા વાળમાં કરો. સારું રહેશે કે, તમે આગળથી પાછળની તરફ હેર સ્પ્રે કરો. આમ વાળને સુંદર દેખાવા માટેની આ સરળ રીત તમને ખુબ જ ઉપયોગી થઇ શકે છે. તેમજ વાળને જડથી મજબુત બનાવવા માટે તમે બીજા અનેક દેશી ઉપાયો પણ અજમાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment