કેસર, હાફૂસ અને જમાદાર જેવી કેરીનો સ્વાદ પણ ભૂલી જશો, 22 વર્ષ પછી ગુજરાતે શોધી નવી કેરી…જાણો શું છે નવી કેરીનું નામ…

મિત્રો, ધીમે ધીમે ઉનાળાની ઋતુ દસ્તક આપી રહી છે. ફળોનો રાજા કેરીની દરેક જણ રાહ જોઈ રહ્યા છે. આ વખતે ઉનાળાથી પહેલા ગુજરાતમાં કેરીના રાજા ની નવી પ્રજાતી વિકસાવવામાં આવી છે. કૃષિ વૈજ્ઞાનિકોનો દાવો છે કે કેરીની આ નવી જાતિ સ્વાદ અને ગુણવત્તાના મામલે પહેલાની દરેક જાતિઓને પાછળ મૂકી દેશે. ગુજરાતે 22 વર્ષના લાંબા અંતરાળ બાદ આ જાતિને વિકસિત કરી છે. આના પહેલા ગુજરાતે સોનપરી જાતી ને વિકસિત કરી હતી.

કેરી ખાવાના શોખીનો આ વર્ષે એક નવા પ્રકારની કેરીના સ્વાદની મજા માણી શકશે. ગુજરાતમાં કૃષિ વૈજ્ઞાનિકોએ 22 વર્ષ બાદ કેરીની નવી પ્રજાતિ ની શોધ કરી છે. ગુજરાતમાં કેસર, એલફેન્જો અને લંગડો હજુ સુધી વધારે લોકપ્રિય હતી. ખેડૂતો પણ આની જ ખેતી વધુ કરતા આવી રહ્યા છે. આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયે કેરીની આ એક નવી જાતી ને વિકસિત કરી છે.વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ નવી પ્રજાતિ સારી ગુણવત્તાવાળી છે અને આ ખેડૂતોને વધુ ઉપજ આપશે. એએયુ ના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નવી પ્રજાતિ સ્વાદ અને જોવામાં પણ કેસરની પ્રજાતિથી પણ વધારે લોકોને પસંદ આવશે. એટલું જ નહીં આની માર્કેટ વેલ્યુ પણ સારી હશે. 2000માં ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલય કેરીની સોનપરી પ્રજાતિને વિકસિત કરી હતી જેની સારી માંગ જોવા મળી હતી.

આણંદ રસરાજ કે ગુજરાત મેંગો 1 :- આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો એ કેરીની આ પ્રજાતિ નું નામ આણંદ રસરાજ કે ગુજરાત મેંગો 1 રાખ્યું છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે પ્રત્યેક વૃક્ષ સરેરાશ 57.6 kg કેરીનું ઉત્પાદન કરશે. આ પ્રજાતિની કેરી 110 દિવસમાં તૈયાર થઈ જશે. આ પ્રજાતિની એક કેરીમાં સરેરાશ વજન લગભગ 268.2 ગ્રામ હશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આમાં  બીજી કેરીની તુલનાએ ઓછું ફ્રુડ ફાઇબર હશે. પલ્પનું વજન 210 ગ્રામ હશે. જ્યારે છાલનું વજન 28.80 ગ્રામ હશે. એટલું જ નહીં આ ફ્રુટ ફ્લાય થી આ પ્રજાતિની કેરીને ઓછું નુકસાન થશે.વૈજ્ઞાનિકો કહે છે કે બીજી કેરીની તુલનાએ અમારા દ્વારા વિકસિત અને હાલમાં બહાર પાડવામાં આવેલ આણંદ રસરાજ કેરી કેરી ઉત્પાદકો અને ગ્રાહકોની માંગને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે. સંશોધન નિયામક કૃષિ સંશોધન મથક, જબુગામના વૈજ્ઞાનિકોની તેમની ટીમે નવી જાત વિકસાવી છે.

આણંદ રસરાજની ખૂબીઓ:- એએયુ બાગાયત શાસ્ત્રી ડોક્ટર નું કહેવું છે કે કેસર કેરીની સ્થાનિક અને વિદેશી બજારોમાં સારી માંગ છે. પરંતુ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા શોધવામાં આવેલી નવી પ્રજાતિ દરેક પરિણામોમાં શ્રેષ્ઠ છે. આણંદ રસરાજ સારી શેલ્ફ લાઇફ, ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે કેસર ની તુલનાએ વધુ ગુણવત્તા ધરાવે છે. કેરીની આ પ્રજાતિને યુનિવર્સિટી રિસર્ચ ની દરેક કમિટીઓ પાસેથી મંજૂરી મળી ગઈ છે.  ગુજરાતની રાજ્ય બીજ પેટા સમિતિએ પણ મંજૂરી આપી દીધી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment